ઘરમાં પડેલા મીઠાનો આ રીતે કરો ઉપયોગ, અને જાણો તમે પ્રેગનન્ટ છો કે નહિં?

માતૃત્વનું સુખ દરેક સ્ત્રી માટે ખુબ અનન્ય હોય છે અને દરેક સ્ત્રી પોતાના જીવનમાં માતા બનવાનું સપનું જોવે છે. જયારે કોઈ મહિલાને પોતાની ગર્ભાવસ્થાના સમાચાર મળે છે ત્યારે તે મહિલાનો ચહેરો અચાનક ખીલવા લાગે છે. જુના જમાનામાં ઘરની વડીલ સ્ત્રીઓ નવી પરણીને આવેલ વહુની ચાલ-ઢાલ પરથી કહી દેતી હતા કે તે ગર્ભવતી છે કે નહી. ત્યાર પછી મહિલાઓ કોઈ મહિલા ડોક્ટર પાસે જઈને તપાસ કરાવવાનું યોગ્ય માનતી હતી. જયારે છેલ્લા થોડાક વર્ષોથી ગર્ભાવસ્થા છે કે નહી તે જાણવા માટે માર્કેટમાં પ્રેગ્નેંસી ટેસ્ટ કીટ ઉપલબ્ધ થવા લાગી છે. આ ટેસ્ટ કીટમાં ટેસ્ટ પેશાબ દ્વારા કરવામાં આવે છે. પણ આ પ્રેગ્નેંસી ટેસ્ટ કીટ ખરીદવી એ માત્ર દરેકની જ વાત નથી.

image soruce

કેટલીક આવી પરિસ્થિતિ માટે આજે અમે આપના માટે ઘરે જ રહીને વધારે કોઈ ખર્ચ કર્યા વગર પણ આપ જાણી શકો છો કે આપને ગર્ભાવસ્થા છે કે નહી.

આજે અમે આપને આવી જ એક રીત વિષે જણાવીશું. મોટાભાગે જયારે કોઈ પરણિત સ્ત્રીના પીરીયડ્સ નથી આવતા તો ત્યારે એવું માનવામાં આવે છે કે, તે સ્ત્રી ગર્ભવતી છે. પણ આ નિયમ બધી સ્ત્રીઓ પર લાગુ નથી પડી શકતો. ઘણીવાર કોઈ અન્ય કારણસર મહિલાના માસિકધર્મની અવધિ લંબાઈ જાય છે. આવા સમયે આપ મીઠાનો ઉપયોગ કરીને ખાતરી કરી શકશો કે આપ ખરેખરમાં ગર્ભવતી છો કે નહી.

image source

આપની જાણકારી માટે આજે અમે આપને જણાવીશું કે ઘરે જ આવી ગર્ભાવસ્થા પરીક્ષણ કરવાની પદ્ધતિ એ એક નોન-મેડીકલ પદ્ધતિ છે જ આપની પાસે ગર્ભાવસ્થા કીટ ઉપલબ્ધ નથી, તો આપ ખાંડ, બ્લીચ અને મીઠા જેવી વસ્તુઓની મદદથી ઘરે જ આપ આપની ગર્ભાવસ્થાની તપાસ કરી શકશો. આ બધા પરીક્ષણ પર એક જ સિધ્ધાંત કામ કરે છે એ છે યુરીનમાં એચસીજી હોર્મોનનું લેવલ શોધવાનો સિંધ્ધાંત કામ કરે છે.

Don't pass the salt, please. How this ingredient is more harmful ...
image source

મીઠા દ્વારા ક્યારે તપાસ કરી શકો છો?

મીઠા દ્વારા તપાસ ત્યારે કરી શકો છો જયારે આપના પીરીયડ્સની તારીખ વીતી ગયાને એક અઠવાડિયું થઈ ગયું હોય, તેમછતાં આપને પીરીયડ્સ શરુ થયા ના હોય કે પછી આપ બાળક પ્લાન કરી રહ્યા હોવ અને આપને ઉમ્મીદ હોય કે આપ ગર્ભવતી હોઈ શકો છો ત્યારે કરવી. પરીક્ષણ કરવા માટે આપે ઓવ્યુલેશનનો પાંચમાં દિવસે થવું જોઈએ.પાંચમા દિવસે મીઠા સાથે ગર્ભાવસ્થા પરીક્ષણ કરવાથી વધારે સારા પરિણામ સામે આવે છે. જેના માટે આપે આપની પીરીયડ્સ ડેટને યાદ રાખવાની છે.

image source

મીઠા સાથે ગર્ભાવસ્થા પરીક્ષણ કેવી રીતે કરશો.?

આપે મીઠા સાથે ગર્ભાવસ્થા પરીક્ષણ માટે સવારના સમયે પ્રથમ આવતા પેશાબનો નમુનો લેવા માટે એક ખાલી ડબ્બી લેવી. ત્યાર પછી આ ડબ્બીમાં ત્રણ ચમચી મીઠું લેવું. ત્યાર પછી આપે એકથી બે મિનીટ સુધી રાહ જોવી. આ સમયગાળા દરમિયાન આપના પેશાબ અને મીઠા વચ્ચે પ્રક્રિયા શરુ થશે. જો આ પ્રક્રિયાના અંતે મીઠું અને પેશાબની સાથે ફીણ બનવા લાગે છે તો આપ ગર્ભવતી છો તેમ કહી શકાય છે. અને જો આ પ્રક્રિયા દરમિયાન ફીણ નથી બનતા તો કહી શકાય કે આપ ગર્ભવતી નથી. સરળ ભાષામાં કહીએ તો જો આપ ફીણ બનાવવા માટે મીઠા દ્વારા પેશાબ કરો છો તો આપ પ્રેગ્નેન્ટ છો. આવા સમયે આપે એકવાર ડોક્ટરને મળીને સલાહ લેવી જોઈએ.

image source

મીઠાનું પરીક્ષણ કેટલું અસરદાર છે?

મીઠા દ્વારા ગર્ભાવસ્થાની તપાસને ખુબ અસરદાર માનવામાં આવી છે. તેમ છતાં આજના મોટાભાગના દંપતીઓ બજારમાં મળતી પ્રેગ્નેંસી કીટના રીઝલ્ટ પર વધારે ભરોસો કરે છે. તેમ છતાં, આ ગર્ભાવસ્થા કીટ પણ આપને ૧૦૦ ટકા સચોટ રીઝલ્ટ આપશે જ એવું જરૂરી નથી. આથી આપે ગર્ભાવસ્થાની સચોટ પરિણામ અને યોગ્ય માર્ગદર્શન માટે અલ્ટ્રાસાઉન્ડ કરાવવા માટે ડોક્ટર પાસે જવું જોઈએ. જેનાથી આપને ૧૦૦ ટકા ખાતરી કરી શકશો કે, આપ પ્રેગ્નેન્ટ છો કે નહી.

નોંધઃ આ આર્ટિકલમાં કહેલ દરેક વાત વ્યક્તિની તાસીર પર આધાર રાખે છે. દરેક વ્યક્તિ પર આયુર્વેદિક, નેચરલ કે અન્ય દવાઓ તથા નુસખાઓની અસર જુદી જુદી હોય છે.