કડવો લીમડો દૂર કરે છે સ્કિનને લગતી અનેક સમસ્યાઓને, બનાવો આ પેસ્ટ તમે પણ ઘરે અને મેળવો ખીલમાંથી છૂટકારો

જો તમે ત્વચાની સમસ્યાથી બચવા માંગતા હોવ તો લીમડાનો ઉપયોગ જરૂરથી કરો.લીમડાના પાનના ઉપયોગથી ઘણા ફાયદા થાય છે.જો તમે તમારા ચહેરાને સુંદર અને સ્વચ્છ બનાવવા માંગો છો,તો લીમડાના પાંદડા જેટલું બીજું કઈ જ ઉપયોગી નથી.ડોકટરોના મતે લીમડાના પાનમાં એન્ટીફંગલ,એન્ટીઓકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે,જે ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે.લીમડાના ગુણોને કારણે જ નાની અને દાદી તેને ગુણોનો ખજાનો કહેતા હતા.લીમડો માત્ર ત્વચા માટે જ નહીં,વાળ માટે પણ ફાયદાકારક છે.તો ચાલો જાણીએ કે લીમડાના અઢળક ફાયદાઓ શું છે.
ત્વચાના છિદ્રોને ઘટાડવા માટે

image source

લીમડાનો ઉપયોગ ત્વચાના છિદ્રોને ઓછું કરવા માટે કરી શકાય છે.આ માટે લીમડાના પાન અને નારંગીની છાલની એક પેસ્ટ બનાવો,ત્યારબાદ આ પેસ્ટમાં થોડું દહીં ઉમેરી પેક તૈયાર કરો.તેને અઠવાડિયામાં બે વાર તમારા ચહેરા પર લગાવો,જેનાથી તમારા ચેહરાના છિદ્રો ઓછા થશે.
ખીલથી છુટકારો મેળવવા માટે

image source

દરેક સ્ત્રી અને યુવતીઓ ખીલની સમસ્યાથી પીડાય છે.લીમડાના પાંદડાની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ખીલથી છુટકારો મળે છે,કારણ કે લીમડો એન્ટિફંગલ છે અને ખીલ પર ઝડપી અસર કરે છે.સૂકા લીમડાની એક પેસ્ટ બનાવો,તેમાં એક ચમચી લીંબુનો રસ,બે ચમચી ગુલાબજળ મિક્સ કરો અને આ પેસ્ટને તમારા ચહેરા પર ફેસ પેકની જેમ લગાવો.આ ફેસપેકને અઠવાડિયામાં ત્રણથી ચાર વાર લગાવો,આ કરવાથી તમારા પિમ્પલ્સ સંપૂર્ણપણે મટી જશે.

ત્વચાને ઠંડી રાખવા માટે

image source

જો બદલાતા હવામાનને કારણે તમારી ત્વચા બગડી રહી છે,તો આ રીતે લીમડાના પાનનો ઉપયોગ કરો,તે તમારા ચહેરાને ઠંડુ કરશે.આ માટે લીમડાના પાનને સારી રીતે પીસી લો અને તેમાં થોડી હળદર ઉમેરીને ચહેરા પર લગાવો.આ પેસ્ટને ચેહરા પર લગાવવાથી તમારા ચેહરાનો ગ્લો પાછો આવશે અને તમારો ચેહરો એકદમ ફ્રેશ અને ઠંડો રહેશે.

શુષ્ક ત્વચા માટે

image source

જો તમારી ત્વચા શુષ્ક છે,તો તેનો ઉપચાર કરવા લીમડાનો ઉપયોગ કરો.આ માટે લીમડાના પાંદડાનો પાવડર બનાવો,તેમાં કાચું દૂધ નાખો અને ફેસ પેક તૈયાર કરો.આ ફેસ પેકને તમારા ચહેરા પર અઠવાડિયામાં બે વાર લગાવો અને શુષ્ક ત્વચાથી છૂટકારો મેળવો.

ચિકન પોક્સના ડાઘ મટાડવા

image source

જો તમને ચિકન પોક્સના થયું છે,તો તમારે તમારા પલંગમાં લીમડાના પાંદડા નાખી તેના પર સુઈ જવું.આ તમારા શરીરને ઠંડુ કરશે અને ચિકન પોક્સ પણ દૂર કરશે.તે જ સમયે,ચિકન પોક્સના દાગ મટાડવા માટે,તે ડાઘ ઉપર લીમડાની પેસ્ટ લગાવો,આ ચિકન પોક્સના ડાઘને હંમેશા માટે દૂર કરશે.

ખોડાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે

image source

લીમડામાં રહેલા એન્ટીબેક્ટેરિયલ અને ઔષધીય ગુણધર્મો વાળમાં રહેલા ખોળા અને જૂને દૂર કરે છે,તેથી ઘણા એન્ટી-ડેંડ્રફ શેમ્પૂમાં પણ લીમડાના પાંદડાંના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે.તમે દરરોજ ઊંઘતા પેહલા તમારા વાળ પર લીમડાના તેલથી મસાજ કરો.ત્યારબાદ ઉઠીને તમારા વાળ ધોઈ લો,પણ યાદ રાખો કે વાળ ધોતા પેહલા એકવાર વાળમાં કાંગસી જરૂરથી કરવી.

વાળનો ગ્રોથ વધારવા માટે

image source

લીમડો તમારા માથાની ઉપરની ચામડીમાં રક્ત પરિભ્રમણ વધારે છે,જે વાળના વિકાસમાં મદદ કરે છે.એટલું જ નહીં,તે બે-મોવાળા વાળની ​​સમસ્યાથી પણ રાહત આપે છે અને સુકાઈ જતા વાળની મુશ્કેલીથી પણ મુક્ત કરે છે. લીમડાનો ઉપયોગ કરવાથી વાળ મજબૂત થાય છે અને તમારા વાળનો ગ્રોથ થાય છે. ઊંઘતા પહેલા અઠવાડિયામાં બે વાર માથાની ચામડી પર લીમડાના તેલની માલિશ કરો અને પછી સવારે ઉઠો અને તમારા વાળ ધોઈ લો.આ ઉપાય તમારા વાળને મજબૂત બનાવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત