સાચવીને, એક છોકરાને રાત્રે ઘરે બોલાવ્યો, પછી આખું જીવન થઇ ગયું બરબાદ!

ઘણી વખત ઉત્સાહમાં વ્યક્તિ આવી ભૂલો કરે છે, જેનો તેને પાછળથી પસ્તાવો થાય છે. આવું જ કંઈક એક મહિલા સાથે પણ થયું. મહિલાને કોઈ વ્યક્તિ સાથે સંબંધ બાંધવો ખૂબ જ ભારે પડ્યો. આ મહિલા આ વ્યક્તિને એક ઓનલાઈન ડેટિંગ એપ દ્વારા મળી હતી પરંતુ તેને અંદાજ નહોતો કે આ વ્યક્તિ તેની આખી જિંદગી બદલી નાખશે. આવો જાણીએ આ મહિલાની સંપૂર્ણ કહાની.

મહિલાએ જણાવ્યું કે તેના એક એવા પુરૂષ સાથે સંબંધ હતા જેને HIV હતો. મહિલાએ કહ્યું, તે મારી સાથે તેની સ્થિતિ વિશે ખોટું બોલ્યો પરંતુ મેં તેને સંપૂર્ણપણે માફ કરી દીધો.

મહિલાએ જણાવ્યું કે વર્ષ 2003માં તે 19 વર્ષની હતી અને તે સમયે તે પર્થ (ઓસ્ટ્રેલિયા)માં અભ્યાસ કરતી હતી. તે દરમિયાન તે તેની ડેટિંગ વેબસાઇટ પર એક ખૂબ જ સુંદર વ્યક્તિ સાથે મળી. થોડા દિવસ ગપ્પાં માર્યા પછી અમે મારા ઘરે મળવાનો પ્લાન બનાવ્યો.

જ્યારે તે વ્યક્તિ મારા ઘરે આવ્યો, ત્યારે વસ્તુઓ ઘણી આગળ વધી ગઈ. આ બધું અચાનક થઈ રહ્યું હતું. મેં રોમાન્સ પહેલા વ્યક્તિને સીધું જ પૂછ્યું ‘શું તમને એચઆઈવી છે?’ આ માટે તેણે ના પાડતાં માથું હલાવ્યું અને મેં પણ તેની વાત પર વિશ્વાસ કર્યો.

વર્ષ 2003માં જ મને ગંભીર ફ્લૂ થયો, ત્યાર બાદ મારા ટેસ્ટ કરાવવામાં આવ્યા. ફેબ્રુઆરીમાં, હું મારા મિત્ર સાથે HIV ક્લિનિકમાં ગઈ હતી. જ્યાં અમારા બંનેનો ટેસ્ટ કરવામાં આવ્યો. એક અઠવાડિયા પછી, જ્યારે અમે ફરીથી ક્લિનિકમાં ગયા, ત્યારે મારા મિત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. પણ મને ખબર હતી કે હું મુશ્કેલીમાં હતી. હું કન્સલ્ટિંગ રૂમમાં ગઈ જ્યાં ડૉક્ટરે મને કહ્યું કે હું HIV પોઝિટિવ છું. તે સમયે મારી ઉંમર 20 વર્ષની હતી.

થોડા મહિનાઓ પછી મેં HIV-ફ્રેન્ડલી ડેટિંગ વેબસાઇટ પર શોધ કરી અને પર્થના જ એક વ્યક્તિ સાથે ચેટ કરવાનું શરૂ કર્યું. ચેટિંગ દરમિયાન અમે બંનેએ અમારા ફોટા શેર કર્યા. પેલા છોકરાના ફોટા જોયા કે તરત જ મેં તેને ઓળખી લીધો. તે વ્યક્તિ તે જ હતો જેને હું એક વર્ષ પહેલા મળી હતી. તેને મારો ચહેરો જરાય યાદ ન હતો, પણ તેને જોઈને મને બધું યાદ આવી ગયું.

આ હોવા છતાં મેં તેની સાથે વાત કરી અને તેની પસંદ અને નાપસંદ વિશે પૂછ્યું અને તે જાણવાનો પ્રયાસ પણ કર્યો કે તે કોન્ડોમના ઉપયોગ વિશે શું વિચારે છે. આ પછી મેં ઊંડો શ્વાસ લીધો અને તેને પૂછ્યું કે શું તે એચઆઈવી પોઝીટીવ છે. જવાબમાં તેણે કહ્યું, હા, 15 વર્ષ થઈ ગયા.

આનાથી મને જૂની વાતો યાદ આવી ગઈ કે કેવી રીતે આ વ્યક્તિએ મને HIVનો ચેપ લગાડ્યો. મહિલાએ કહ્યું કે જે પણ થયું તેમાંથી મને શીખવા મળ્યું કે વસ્તુઓ બદલાતી રહે છે અને ક્યારેય એક જેવી નથી રહેતી અને કેટલાક ફેરફારો એવા હોય છે જેની આપણે સપનામાં પણ કલ્પના કરી ન હોય.

HIVનું નિદાન થયા પછી હું ખૂબ જ ડરી હતી. હું વિચારતી હતી કે જે લોકોને એચ.આય.વી છે તેઓને ક્યારેય પ્રેમ નહીં મળે અને તેઓ યુવાનીમાં મૃત્યુ પામશે. એક વર્ષ પછી હું તે વ્યક્તિને ફરીથી મળી જેના કારણે હું એચઆઈવી પોઝીટીવ બની હતી . હવે એ વ્યક્તિ ઘણો બદલાઈ ગયો હતો. તેના ચહેરા પર દર્દ, અકળામણ અને ભય સ્પષ્ટ દેખાતા હતા. તે વ્યક્તિએ મારી સાથે શું કર્યું તેની મેં તેને ક્યારેય ફરિયાદ કરી નથી. તેના બદલે, હું શાંત રહી કારણ કે હું હવે તે વસ્તુઓ બદલી શકતી નથી. મેં તેને માફ કરવાનું શ્રેષ્ઠ માન્યું.