ફુલોમાંથી આ રીતે બનાવો ફેસ પેક અને લગાવો ચહેરા પર, જે આપશે તમને ફેસિયલ કરતા પણ મસ્ત રિઝલ્ટ

આજના પ્રદૂષણ વાતાવરણમાં ચહેરાની વિશેષ કાળજી લેવી પડે છે. ચહેરો એ શરીરનો સૌથી ખુલ્લો ભાગ છે. ચેહરા પર સીધી ધૂળ જમા થાય છે અને સૂર્યની સીધી કિરણો પણ ચેહરા પર જ પડે છે. આવી સ્થિતિમાં, ચહેરાના કુદરતી રીતે જાળવવા માટે સમય સમય પર ચેહરાની કાળજી રાખવાની જરૂર છે. સુંદર ચહેરો મેળવવા માટે લોકો તેમના ચહેરા પર વિવિધ પ્રકારના ફેસપેક્સ અને બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ તેનો ઉપયોગ ઘણી વખત કર્યા પછી પણ ચહેરામાં કોઈ સુધારો જોવા મળતો નથી. તમારા ચહેરા પર પ્રિઝર્વેટિવ અને કેમિકલયુક્ત સુંદરતા ઉત્પાદનો લગાડવાના બદલે, ફૂલોથી બનેલઉં ફેસ-માસ્ક લગાવો. ફૂલો કુદરતી રીતે આપણી ત્વચાનો ગ્લો વધારે છે. આપણી આસપાસ એવા ઘણા ફૂલો છે જે આપણી ત્વચાને દરેક રીતે સુરક્ષિત કરે છે. શું તમે ક્યારેય ફેસમાસ્ક તરીકે ફૂલોનો ઉપયોગ કર્યો છે. જો નહીં, તો આ લેખ દ્વારા, અમે તમને ફૂલોની સહાયથી ફેસપેક બનાવવાની રીત અને તેનાથી થતાં ફાયદા વિશે જણાવીશું. તો ચાલો તેના વિશે જાણીએ.

1. જાસ્મિન ફેસ પેક

image source

આ ફેસ-પેકનો તમે તમારી રીતે જ અનુભવ કરશો કે હવે તમારો ચહેરો ખૂબ નરમ છે. જાસ્મિન ફેસપેકની એકમાત્ર વિશેષતા એ છે કે તે તમારી ત્વચાને નરમ અને સુંદર બનાવવા માટે ફાયદાકારક સાબિત થાય છે. આ ફેસપેક ત્વચાને સૂર્યના નુકસાનથી બચાવવા માટે ખૂબ અસરકારક છે. તે ચહેરા પર થતા નાના પિમ્પલ્સને પણ દૂર કરે છે. તેમજ તેમાં ઉમેરવામાં આવતું મધ ત્વચાને નરમ બનાવે છે. જાસ્મિન તમારા ચહેરાને હાઇડ્રેટ તો રાખે જ છે સાથે તમારી ત્વચાની દરેક સમસ્યા દૂર કરવામાં પણ તે ખૂબ અસરકારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ આ ફેસ-પેક બનાવવાની રીત.
સામગ્રી

જાસ્મિનની પાંખડીઓ

મધ

જાસ્મિન ફેસપેક બનાવવા માટે, સૌથી પેહલા જાસ્મિનના ફૂલોને પાણીમાં ઉકાળો. હવે આ પાણીને ગાળી લો અને ફૂલોને અલગ કરો. આ ફૂલોને મિક્સરમાં સારી રીતે પીસી લો અને તેમાં મધ નાખો. તમારું જાસ્મિન ફેસપેક તૈયાર છે. હવે આ ફેસપેકને તમારા ચેહરા પર લગાવો અને અડધો કલાક સુધી રહેવા દો. ત્યારબાદ તમારા મોને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને તમારી પસંદગીનું કોઈપણ મોઇશ્ચરાઇઝર લગાવો.

2. ગલગોટાનું ફેસ પેક

image source

પ્રાચીન કાળથી ગલગોટા ફૂલનો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે થાય છે. ગલગોટામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો જોવા મળે છે. તે ત્વચાના રોગોમાં ખૂબ ઉપયોગી છે. આ ફેસપેક તમારા ચહેરાની સમસ્યા દૂર કરવા માટે ખૂબ અસરકારક છે. તીવ્ર સૂર્યપ્રકાશને કારણે ઘણીવાર આપણી ત્વચા કાળી થાય છે, આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ ફેસ-પેક ખુબ જ ફાયદાકારક છે. સાથે તેમે હળદર પણ ઉમેરવામાં આવે છે, જે ત્વચાને એક ચમક આપે છે. સાથે મલાઈ પણ ત્વચાની સુંદરતા જાળવે છે અને ત્વચાને હાઇડ્રેટ પણ રાખે છે. આ ફેસ-પેક બનાવવાની રીત જાણો.

સામગ્રી –

image source

ગલગોટાનુ ફૂલ

હળદર

મલાઈ
મધ

સૌ પ્રથમ ગલગોટાનું ફૂલો ધોઈ લો અને તેને પીસીને એક જાડી પેસ્ટ બનાવો. હવે તેમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી મધ અને મલાઈ ઉમેરો. ત્યારબાદ આ દરેક ચીજોને એક સાથે મિક્સ કરી દો. તમારું ફેસપેક તૈયાર છે, હવે આ ફેસપેકને તમારા ચહેરા પર લગાવો અને ઓછામાં ઓછા 20 થી 30 મિનિટ માટે રહેવા દો. 20 થી 30 મિનિટ પછી તમારો ચેહરો સ્વચ્છ પાણીથી ધોઈ નાખો.

3. ગુલાબ ફેસપેક

image source

આ ફેસ-પેકનો ઉપયોગ કર્યા પછી તમને તમારા ચેહરા પર તફાવત જોવા મળશે. તમને ઠંડીનો અનુભવ થશે ગુલાબનું આ ફેસ પેક તમારા ચહેરાની કરચલીઓ દૂર કરશે. ઉપરાંત શુષ્ક ત્વચાવાળા લોકો માટે આ ફેસમાસ્ક ખૂબ ફાયદાકારક છે. સાથે તેમાં મધ ઉમેરવામાં આવે છે, જે ચેહરા પર ચમક જાળવી રાખે છે. દૂધ ત્વચાની અંદર પહોંચે છે અને છિદ્રોમાંથી ધૂળ કાઢીને ત્વચાને સ્વચ્છ બનાવે છે. તે જ સમયે, ગુલાબ એન્ટીઓકિસડન્ટોથી ભરપૂર છે, સાથે જ તેમાં વિટામિન સી, વિટામિન બી અને વિટામિન કે મળી આવે છે, જે ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. આ ફેસ-પેક બનાવવાની રીત –
સામગ્રી

ગુલાબની પાંખડીઓ

image source

દૂધ

મધ
આ ફેસ-પેક બનાવવા માટે સૌથી પેહલા ગુલાબની પાંખડી પીસી લો. હવે તેમાં એક ચમચી દૂધ અને એક ચમચી મધ મિક્સ કરો. બધું એક સાથે સારી રીતે મિક્સ કરો. તમારું ગુલાબ ફેસપેક તૈયાર છે. હવે તેને ચહેરા પર લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો. આ પછી તમારા ચહેરાને પાણીથી ધોઈ લો.

4. કમળ ફેસ પેક

કમળ વિટામિન અને ખનિજોથી ભરપુર છે. કમળનું ફેસપેક ચહેરા પર લગાવવાથી ચહેરાની સુંદરતામાં વધારો થાય છે. તેનાથી ચહેરા પર કરચલીઓ આવતી નથી. તે ચહેરાને કુદરતી રીતે મોઇશ્ચરાઇઝ કરવાનું પણ કામ કરે છે. કમળનું ફેસપેક ચહેરા પર લગાવવાથી ચહેરાની શુષ્કતા દૂર થાય છે અને ત્વચાને મોઇશ્ચરાઇઝ પણ મળે છે. ફક્ત આ જ નહીં પરંતુ તે તમારી ત્વચામાં હાજર તેલને દૂર કરવામાં અને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે. આ ફેસ-પેક બનાવવાની રીત જાણો –

સામગ્રી –

કમળના ફૂલની પાંખડીઓ

image source

દૂધ

બદામ તેલ

આ ફેસ-પેક બનાવવા માટે કમળના ફૂલો ધોવા અને તેને મિક્સરમાં નાખો. હવે તેમાં દૂધ ઉમેરો અને એક પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટમાં બદામના તેલના થોડા ટીપા ઉમેરી લો. બધી વસ્તુઓ ખૂબ સારી રીતે મિક્સ કરો. તમારા કમળનું ફેસપેક તૈયાર છે. હવે તેને ચહેરા પર લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ તમારો ચેહરો સાફ પાણીથી ધોઈ લો અને તમારા ચેહરા પર એક સારું મોઇશ્ચરાઇઝ લગાવો.

5. જાસુદનું ફેસ પેક

image source

જાસુદ એક વૃદ્ધત્વ વિરોધી ફૂલ છે. આ ચહેરાને ઉંમર કરતા પહેલા વૃદ્ધ થવાથી રોકે છે. જાસુદમાં ઓર્ગેનિક એસિડ્સ શામેલ છે કારણ કે તે પ્રાકૃતિક એક્ફોલિએટરનું કાર્ય કરે છે. ચેહરા પર મજબૂત સૂર્યપ્રકાશથી થતા નુકસાન અને ફોલ્લીઓ પણ આ ફેસપેક લગાડવાથી દૂર થાય છે. સાથે તેમાં ઓટ્સ ઉમેરવાથી તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે કારણ કે ઓટ્સ એક કુદરતી શુદ્ધિકરણ છે. ઓટ્સ તમારા ચેહરાના છિદ્રોને શુદ્ધ કરે છે. તો ચાલો જાણીએ આ ફેસ-પેક બનાવવાની રીત.

સામગ્રી

જાસૂદના ફૂલનો પાવડર

ઓટમીલ પાવડર

ગુલાબજળ

image source

આ ફેસ-પેક બનાવવા માટે સૌથી પેહલા એક ચમચી જાસુદના ફૂલનો પાવડર અને એક ચમચી ઓટમિલ પાવડર લો. હવે તેમાં ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવો. તમારું ફેસ-પેક તૈયાર છે. હવે આ ફેસ-પેક ચહેરા પર લગાવો અને તેને 20 મિનિટ માટે રહેવા દો. 20 મિનિટ પછી તમારો ચેહરો સાદા પાણીથી ધોઈ લો. આ ફેસ-પેક તમારા ચેહરાની દરેક સમસ્યા દૂર કરશે અને તમારી સુંદરતામાં વધારો કરશે.

જો તમે ઘણા સૌંદર્ય ઉત્પાદનો અપનાવીને કંટાળી ગયા છો, તો આ લેખમાં આપેલી ટીપ્સ અપનાવીને ફેસપેક બનાવો. આ તમારી ત્વચાને ચોક્કસપણે વધારશે. જો તમને કોઈપણ ફૂલથી એલર્જી હોય તો તે ફૂલનો ઉપયોગ કરશો નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત