જો તમે ફોલો કરશો આ ટિપ્સ, તો ચહેરા પરથી ખીલ થઇ જશે દૂર

મહિલાઓ પિમ્પલને ખીલ થવાની ખૂબ જ ચિંતિત થાય છે,કારણ કે ખીલ આખો દેખાવ બગાડે છે.આવામાં ખીલને છુપાવવા માટે ફાઉન્ડેશનનો ઉપયોગ કરવામાં આવે છે.જો તમે ખીલથી એક જ રાતમાં chhutkaro મેળવવા માંગતા હોય,તો અપનાવો આ ટિપ્સ

ટૂથપેસ્ટ

image source

તમે ટૂથપેસ્ટનો ઉપયોગ ખીલથી છુટકારો મેળવવા માટે કરી શકો છો.ટુથપેસ્ટને કોટનની મદદથી ચહેરા પરના ખીલ પર લગાવો અને તેને આખી રાત ખીલ પર મૂકી રાખો અને સવારે તમારો ચેહરો સાફ પાણીથી ધોઈ લો.તમારા ખીલ એક રાતમાં જ ગાયબ થઈ જશે.

ચા ના ઝાડનું તેલ

image source

ચાના ઝાડના તેલના થોડા ટીપાં સાથે એક ચમચી ઓલિવ તેલ અને જોજોબા તેલ મિક્સ કરો. હેરો ધોયા પછી આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો.આ એક રાતમાં જ ખીલનું કદ ઘટાડશે.ઉપરાંત,તમારા ચહેરાની લાલાશ પણ ઓછી થશે.

બેકિંગ સોડા

image source

એક રાતમાં જ ખીલ દૂર કરવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો.બેકિંગ સોડા સાથે પાણી મિક્સ કરીને એક પેસ્ટ બનાવો.આ પેસ્ટને તમારા ચેહરા પરના ખીલ પર લગાવો.પાંચ મિનિટ પછી ચહેરો પાણીથી ધોઈ લો,પછી ચહેરા પર ટોનર લગાવો.જો તમને બેકિંગ સોડા લગાવ્યા પછી કોઈ તકલીફ હોય તો તરત જ તમારો ચહેરો સાફ પાણીથી ધોઈ લો.

લસણ

image source

લસણની 3 થી 4 કળીઓ લો અને તેને પીસીને એક પેસ્ટ બનાવી લો.આ પેસ્ટમાં થોડું પાણી ઉમેરો.આ પેસ્ટને ખીલ પર લગાવો.જો તમને પેસ્ટ લગાવ્યા પછી તમારા ચહેરા પર ખંજવાળ અને બળતરા થતી હોય,તો તમારો ચેહરો ફટાફટ ધોઈ લો.

લીંબુ

image source

લીંબુને કાપીને તેનો રસ એક નાના બાઉલમાં કાઢો.તેમાં થોડું મીઠું અને મધ મિક્ષ કરીને એક મિશ્રણ બનાવો અને તેને ખીલ પર લગાવો.15 મિનિટ સુધી સૂકવવા દો અને ત્યારબાદ ત્વચાને થોડા ગરમ પાણીથી સાફ કરો. જો લીંબુ લગાડવાથી તમારા ચેહરા પર કોઈ બળતરા થતી હોય,તો એ જ સમયે તમારો ચેહરો સાફ પાણીથી ધોઈ લો.

ટમેટાં

image source

નાના બાઉલમાં બે ચમચી ટમેટાનો રસ લો.હવે તેમાં એક ચમચી મધ અને અડધી ચમચી બેકિંગ સોડા નાંખી એક પેસ્ટ બનાવીને ખીલ પર લગાવો.10 મિનિટ પછી,ઠંડા દૂધથી ચહેરાની મસાજ કરો અને પછી સાફ પાણીથી ચહેરો ધોઈ લો.આ રીતથી તમારા ખીલ પણ દૂર થશે અને ચેહરામાં ચમક પણ આવશે.

હળદર

image source

ત્વચા સાથે સંબંધિત અનેક સમસ્યાઓનું સમાધાન હળદર છે.એક ચમચી હળદરને દૂધ અને ગુલાબજળ સાથે ભેળવીને એક પેસ્ટ બનાવો અને આ પેસ્ટને સીધું ખીલ પર લગાવો.થોડીવાર રાખ્યા પછી સાફ પાણીથી તમારો ચેહરો ધોઈ લો.થોડા દિવસો સુધી સતત આ ઉપાય કરવાથી ખીલની સમસ્યા દૂર થાય છે.

મધ

image source

ખીલની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે મધ પણ ખૂબ અસરકારક છે.મધને ખીલ પર લગાવો અને થોડીવાર માટે રહેવા દો.થોડા સમય પછી,ઠંડા દૂધથી ચહેરાની મસાજ કરતી વખતે મધને દૂર કરો.એક અઠવાડિયા સુધી સતત 15 મિનિટનો આ ઉપાય કરવાથી ખીલની સમસ્યા દૂર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,