કબજીયાતથી લઇને આ અનેક સમસ્યાઓમાંથી છૂટકારો આપે છે પીપળાની છાલ, જાણો બીજા આ લાભ વિશે

હિન્દૂ ધર્મમાં પીપળાના ઝાડની વર્ષોથી પૂજા થતી આવી છે અને એના પાંદડાના ઉપયોગથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે પણ આપણા પુરાણોમાં લખેલું છે. જોકે આ વાત ઘણા લોકો નહિ જાણતા હોય કે પીપળાનું વૃક્ષ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. ઘણી એવી બીમારી છે જેનાથી છુટકારો પીપળાના પાન દ્વારા મળી શકે છે. પીપળાના પાનના ઉપયોગથી નપુંસકતા, અસ્થમા, કબજિયાત, અતિસાર અને અન્ય બીમારીઓ દૂર કરી શકાય છે.

image source

આપણા શરીર માટે પીપળાનું ઝાડ ખૂબ જ ફાયદાકારક છે. પીલિયો, મલેરિયા, ખાંસી અને અસ્થમા જેવી તકલીફોમાં પીપળાની ડાળી, લાકડી અને મૂળિયાનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે પણ પીપળાના ઝાડના લાભોથી અજાણ હોવ તો આજે અમે તમને એનાથી જોડાયેલા 5 ફાયદા વિશે જણાવવું જઈ રહ્યા છે, જે તમારા શરીર અને સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે.

શ્વાસ સંબંધિત તકલીફોને કરે છે દૂર

image source

જો તમે શ્વાસ સંબંધિત તકલીફોથી પીડાતા હોય તો પીપળાનું ઝાડ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તમારે બસ એટલું કરવાનું છે કે પીપળાના ઝાડની છાલનો અંદર વાળો ભાગ કાઢીને સુકવી દો. એ પછી એ સુકાયેલા ભાગનો પાઉડર બનાવી લો અને એને રોજ દવાની જેમ લો. નિયમિત રીતે આવું કરવાથી શ્વાસ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે.એટલું જ નહીં પીપળાના પાનને દૂધમાં ઉકાળીને પીઓ. એવું કરવાથી દમની તકલીફ દૂર થાય છે.

ગેસ કે કબજિયાતમાં મળે છે રાહત.

image source

જો તમે ગેસ કે કબજિયાતની તકલીફથી પીડાઈ રહ્યા હોય તો પીપળાના પાનનો ઉપયોગ દવા તરીકે કરી શકો છો. પીપળાના પાન પિત્તનાશક હોય છે, જે પેટની તકલીફોમાં તરત રાહત આપે છે. તમે પીપળાના તાજા પાંદડાનો રસ કાઢીને એને સવાર સાંજ પીવો. એક ચમચી રસ રોજ પીવાથી પિત્તની તકલીફ સમાપ્ત થઈ જાય છે.

દાંત માટે ફાયદાકારક છે પીપળો.

image source

પીપળાના ઝાડમાંથી બનેલું દાંતણ દાંતને મજબૂત બનાવવામાં બહુ જ ફાયદાકારક છે. રોજ સવારે આ દાંતણથી દાંત સાફ કરવાથી દાંત દુખવાની સમસ્યા દૂર થઈ જાય છે. એટલું જ નહીં પીપળાની છાલ, કાથો અને મરીને ઝીણું વાટીને મંજન બનાવી લો. નિયમિત રૂપે આ મંજન દાંત પર ઘસવાથી દાંત સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા દૂર કરી શકાય છે.

તણાવ ઘટાડવામાં ઉપયોગી.

image source

પીપળાના પાનમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ રહેલું હોય છે. નિયમિત રીતે પીપળાના કુણા પાન ચાવવાથી તણાવ ઓછો થઈ જાય છે અને વધતી ઉંમરની અસર પણ ઓછી દેખાય છે.

ધાધર અને ખંજવાળમાં આપે છે રાહત.

image source

ધાધર કે ખંજવાળ જેવી ચામડીને લગતી સમસ્યામાં રાહત મેળવવા માટે પીપળાની છાલ ખૂબ જ ફાયદાકારક છે. પીપળાની છાલને ઘસીને પ્રભાવિત ભાગ પર એનો લેપ લગાવવાથી ફાયદો થાય છે.પીપળાની છાલનો લેપ કોઈપણ ઘા ને જલ્દી મટાડવામાં અસરકારક સાબિત થાય છે. એનાથી જે તે ભાગમાં બળતરા થતી પણ ઓછી થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,