ક્યારે પણ પ્લાસ્ટિકની બોટલમાં ના ભરો પાણી, જાણી લો આ પાણી પીવાથી કઇ ખતરનાક બીમારીઓ થાય છે…

બોટલબંધ પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે અને આ પાણી એકદમ શુદ્ધ હોય છે. જો તમે પણ આવુ વિચારો છો તમે એકદમ ખોટા છો કારણ કે હાલમાં જ બોટલ બંધ પાણી પણ કરવામાં આવેલી એક શોધમાં એ વાત સામે આવી છે કે બોટલ બંધ પાણીને પીવાથી કેન્સર થવાનો ખતરો વધી જાય છે. બોટલ બંધ પાણી ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, મેક્સિકો, કેન્યા અને લેબનાન દેશોમાં બનવામાં આવતી બોટલ પર કરવામાં આવ્યું. મોટા ભાગે શહેરી વિસ્તારોમાં ઘરોમાં પાણીનો સ્ટોર કરવા અને પીવા માટે પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલુ જ નહીં, હવે તો આ કોમન બાબત થઈ ગઈ છે. ક્યાંય પણ કોલ્ડ ડ્રિંક અથવા તો પાણી પીધા પછી તેની ખાલી બોટલ ઘરે લઈ જઈને તેને પીવા અથવા સ્ટોર કરવાના ઉપયોગમાં લેતા હોય છે. પણ આપને એ વાતનો ખ્યાલ નહીં હોય કે, તમારી આ આદત ન ફક્ત પર્યાવરણને નુકસાન કરે છે, આ તમારી તબિયતને સીધી રીતે પ્રભાવિત કરે છે. આ બોટલ કેટલાય કેમિકલ પ્રોસેસ બાદ બને છે. જેને રિસાઈકલ કરવાની એક ટેકનિક હોય છે. આ તાપમાન સેંસેટિવ પણ હોય છે. જેના કારણે તેમાંથી પાણી પીવા અથવા સ્ટોર કરવા માટે ઉપયોગ કરવામાં આવે તો, તે આપના સ્વાસ્થ્યને કેટલીય રીતે નુકસાન કરી શકે છે.

શોધમાં શું જોવામાં આવ્યું

image soucre

શોધમાં શોધકર્તાઓએ બોટલ બંધ પાણીમાં કરવામાં આવેલી આ શોધમાં ખબર પડી કે જ્યારે બોટલ ની અંદર પાણી ભરવામાં આવે છે ત્યારે પાણી એકદમ શુદ્ધ હોય છે પરંતુ લાંબા સમય સુધી પ્લાસ્ટિકની બોટલ બંધ રહેવાના કારણે પાણીમાં પ્લાસ્ટિકના કણ ભળી જાય છે અને આ પાણી સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થાય છે. આ પાણીને પીવાથી કેન્સર થવાનો ખતરો પણ વધી જાય છે. જ્યારે પાણી ઉકાળવામાં આવે છે ત્યારે પાણીમાં રહેલ કીટાણું કે વાયરસ નષ્ટ થઈ જાય છે પરંતુ જ્યારે પાણીને પ્લાસ્ટિકની બોટલમાં ભરવામાં આવે છે. ત્યારે પ્લાસ્ટિકમાં મોજુદ ઘટક પણ પાણીમાં ભળી જાય છે. 35 થી 40 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધારે તાપમાન હોવાથી પ્લાસ્ટિકના કેમિકલ પાણીમાં ભળવાનું શરૂ થઈ જાય છે અને તેથી પાણી પ્રદૂષિત થઈ જાય છે. ઘણા દેશોમાં પાણીની બોટલ બનાવવા માટે વિશેષ પ્રયોગ થવાવાળી પ્લાસ્ટિકનો કરવામાં આવે છે અને આ પ્લાસ્ટિક ને બનાવવા માટે બીસ્ફેનોલ નામના રસાયણો નો પ્રયોગ કરવામાં આવે છે આ રસાયણ સ્વાસ્થ્ય માટે ઘાતક માનવામાં આવે છે.

ખતરનાક કેમિકલના પ્રભાવમાં આવે છે પાણી

image soucre

જો કે, કેટલીય કંપનીઓ એવો દાવો કરતી હોય છે કે, તે બીપીએ ફ્રી પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. તેમ છતાં દરેક પ્રકારની પ્લાસ્ટિક બોટલ બનાવવામાં કેટલાય કેમિકલનો ઉપયોગ તો થાય છે. જે માનવ શરીર માટે ખૂબ હાનિકારક છે. જ્યારે આ બોટલ પાણી અને હીટના સંપર્કમાં આવે છે અથવા તો કેટલાય દિવસ સુધી પાણી તેમાં સ્ટોર કરી રાખવામાં આવે છે, તેનાથી કેમિકલ પણ પાણીમાં ભળી જતુ હોય છે. જે આપણા શરીરની અંદર અંત: સ્ત્રોવ ગ્રંથિઓને પ્રભાવિત કરે છે. જેનો પ્રભાવ હોર્મોન પર પડે છે.

74 ટકા બોટલ હોય છે ટોક્સિક

image soucre

એનવાયરમેંટલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી જર્નલમાં પ્રકાશિત એક સંશોધનમાં એવુ તારણ સામે આવ્યુ છે કે, દરરોજ 8 પ્રકારના પ્લાસ્ટિકનું પ્રોડક્શન થાય છે. જેમાં તમામ દાવા છતાં 74 ટકા પ્રોડક્ટમાં ટોક્સિક હોય છે. જો કે, લોકોમાં જાગૃતિના અભાવના કારણે તેનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે.

પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક

image soucre

પ્લાસ્ટિકને નષ્ટ કરવા માટે એક ખાસ પ્રોસેસ હોય છે. જો આ બોટલોનો ઉપયોગ કર્યા બાદ તેને ગમે ત્યાં ફેંકી દીધી તો, તેનું રિસાઈકલીંગ યોગ્ય રીતે થતું નથી. ત્યારે આવા સમયે પ્લાસ્ટિકની બોટલો ધરતી પર પ્લાસ્ટિક કચરો ફેલાવે છે. જે પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક બને છે. એટલા માટે પ્લાસ્ટિકની બોટલો વાપરવા કરતા ધાતૂની બનેલી બોટલોનો ઉપયોગ કરો.

ગર્ભવતી મહિલાઓ અને બાળકોનો જોખમ

image soucre

પ્લાસ્ટિકની બોટલમાં જો લાંબા સમય સુધી પાણી સ્ટોર કરી રાખવામાં આવે, તો તેમાં રાખેલુ પાણી ટોક્સિક થઈ જાય છે. જેનો ઉપયોગ ગર્ભવતી મહિલા અથવા બાળકો કરશે તો તેમની તબિયતને ખૂબ જ નુકસાન પહોંચી શકે છે.

તબિયત ખરાબ થઈ જાય છે

image soucre

ગરમીના સંપર્કમાં આવવાથી પ્લાસ્ટિક બોટલો થી ૫૫ થી ૬૦ ઝેરીલા રસાયણ નીકળે છે. આ રસાયણ પદાર્થ પાણીમાં ભળી જાય છે. જેના કારણથી આ પાણી પીવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. આ પાણીને પીવાથી ઘણા પ્રકારના કેન્સર જેમ કે બ્રેસ્ટ કેન્સર, કોલમ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર વગેરે થવાનો ખતરો વધી જાય છે. જો આ પાણી ગર્ભવતી મહિલાઓ પીવે છે તો તેમને પણ ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેના સિવાય ઘણા લોકો પોતાના ઘરમાં પાણીની પાણી અને પ્લાસ્ટિકની બોટલમાં રાખે છે જેના કારણથી આ પાણી પણ શુદ્ધ માનવામાં નથી આવતું. તેથી પાણીને રાખવા માટે પ્લાસ્ટિક ની બોટલ નો પ્રયોગ કરવાથી બચો. તમે ઈચ્છો તો પ્લાસ્ટિકની બોટલ ની જગ્યાએ કાચની બોટલ કે પછી માટીના વાસણ નો પ્રયોગ કરો. તેમાં પાણી રાખવાથી પાણી શુદ્ધ અને સાફ રહે છે અને પાણીમાં કોઈપણ રીતના રસાયણ પદાર્થ પણ નથી ભળતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત