પ્રેગનન્સીમાં જાંબુ ખાવાથી બાળકની ત્વચા કાળી પડે છે કે નહિં, જાણો આ વિશે શું કહે છે ડોક્ટર

ભારત દેશમાં ત્વચાના રંગ અને તેને ગોરો કરવા વિષે મોટાભાગે ચર્ચા કરવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ કાળા રંગની વસ્તુઓનું સેવન કરવાથી ગર્ભમાં રહેલ બાળકની ત્વચાના રંગ પર તેની અસર પડતી હોવાની પણ કેટલીક માન્યતાઓ છે. આવું જ કઈક ગર્ભાવસ્થા દરમિયાન મહિલા જાંબુનું સેવ કરે છે તો તેની અસર ગર્ભસ્થ બાળકની ત્વચાના રંગ પર પડતી હોય તેવી પણ એક માન્યતા છે. ત્યારે આવા પ્રકારની માન્યતાના લીધે મહિલાઓ ઘણી બધી વસ્તુઓનું સેવન કરવાનું ટાળી દે છે. ત્યાર બાદ તેમાંથી પોષણ મળતું હોય તો પણ માન્યતાઓના લીધે આવી વસ્તુઓનું સેવન કરવાનું ટાળતી રહે છે. હવે જાણીશું કે, આ પ્રકારની જાંબુ વિશેની માન્યતામાં કેટલી સાચી છે. ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરનું પણ આ વિષે મહત્વની વાત કહી છે.

કેવી રીતે બને છે બાળકનો વાન?

image source

ગર્ભાવસ્થામાં મેલેનિન નામનું હોર્મોન નિર્માણ થાય છે. જયારે મહિલા ગર્ભવતી હોય છે ત્યારે મહિલાના શરીરમાં મેલેનિનનું લેવલ વધી જાય છે, આવી પરિસ્થિતિમાં બાળકને ગર્ભમાં અસર પડે છે. સાયન્સનું કહેવું છે કે, સામાન્ય રીતે ગર્ભસ્થ બાળકનો વાન તેના માતા- પિતાના જીંસ પર આધારિત હોય છે. પણ કેટલીક પરિસ્થિતિઓમાં તેના કરતા ઊંધું થઈ જતું હોય છે. એવામાં માતા- પિતાની ત્વચાના વાન હોય છે તેના કરતા વિરુદ્ધ બાળકની ત્વચાનો વાન બની જતો હોય છે.

સૌથી પહેલા સમજીશું આયર્ન વિષે.

image source

ગર્ભાવસ્થા દરમિયાન જરૂરિયાત પ્રમાણમાં આર્યન (લોહતત્વ) લેવું આવશ્યક હોય છે, ગર્ભાવસ્થા બાદ પણ એનિમિયાનું જોખમ રહેતું હોય છે. ગર્ભસ્થ બાળકના સારા વિકાસ માટે આયર્નનું સેવન કરવું આવશ્યક છે. પરંતુ જો ગર્ભાવસ્થા દરમિયાન વધુ પ્રમાણમાં આયર્ન લેવામાં આવે છે તો તેની ઉલ્ટી અસર થતી હોય છે. જો આયર્નનું પ્રમાણ વધારે હોય છે તો પણ તેની અસર ગર્ભસ્થ બાળકના વાન પર પડતી હોવાનું માનવામાં આવ્યું છે, આ વિષે ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

જાંબુ પોષકતત્વોથી ભરપુર હોય છે.

image source

જાંબુ વિષે એવી માન્યતા પ્રચલિત છે કે, જાંબુ કાળું ફળ છે એટલા માટે ગર્ભાવસ્થા દરમિયાન જો મહિલા જાંબુનું સેવન કરે છે તો બાળકના વાન પર અસર થાય છે. પરંતુ આ માન્યતા પાછળ કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ છે નહી. ઉપરાંત જાંબુ પોષકતત્વોથી ભરપુર હોય છે અને ઋતુ મુજબ ફળ અને શાકભાજીનું સેવન કરવાથી શરીરને લાભ થાય છે. દિલ્લીના લાજપત નગરના રીજોઈસ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર સોનિયા ચાવલા જાંબુ વિશેની માન્યતા માટે એવું જણાવે છે કે, ગર્ભસ્થ બાળકનો વાન તેના માતા- પિતાના વાન પર આધારિત હોય છે. ડૉ. સોનિયાએ એવું પણ જણાવ્યું છે કે, કોઇપણ ફળનું સેવન કરવાથી તેની અસર ગર્ભસ્થ બાળકના વાન પર પડે છે તે ફક્ત એક માન્યતા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત