રણબીર કપૂરે કર્યો ખુલાસો, કેન્સરની ખબર પડતાં જ ઋષિ કપૂરને થવા લાગી હતી આ વાતની ચિંતા

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં કદાચ રણબીર કપૂર એકમાત્ર એવા એક્ટર અને પુત્ર છે, જેઓ તેમના સ્વર્ગસ્થ પિતાની આગામી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. દેખીતી રીતે પુત્ર માટે તે સરળ નથી. આવા સમયમાં એમને એમના પિતા સાથે વિતાવેલા એક એક ક્ષણની યાદ આવી રહી હશે. ઋષિ કપૂરની ફિલ્મ ‘શર્માજી નમકીન’નું પ્રમોશન કરતી વખતે, રણબીરે ખુલાસો કર્યો કે જ્યારે તેના પિતાને ખબર પડી કે તે કેન્સરથી પીડિત છે ત્યારે તેમની પ્રથમ પ્રતિક્રિયા શું હતી.

image soucre

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ તેમના ચાહકો તેમજ પરિવાર અને મિત્રો માટે ઘણો અર્થ છે. જે હવે આ દુનિયામાં નથી તેની ફિલ્મ રીલિઝ થઈ રહી છે, તેથી પરિવાર માટે લાગણીભરી ક્ષણ છે. ઋષિના પુત્ર રણબીરે એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતા જણાવ્યું કે, ‘જ્યારે ઋષિ કપૂરના બ્લડ રિપોર્ટ આવ્યા અને તેમને લ્યુકેમિયા હોવાની પુષ્ટિ થઈ, તે સમયે દિલ્હીમાં શર્માજી નમકીન ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54)

રણબીર કપૂરે કહ્યું કે, ‘જ્યારે તે તેના ફેમિલી ફ્રેન્ડ સાથે દિલ્હી પહોંચ્યો અને તેને આ વિશે જાણ કરવા અને કહ્યું કે તેને સારવાર માટે યુએસ જવું પડશે, ત્યારે કેન્સરના સમાચાર સાંભળીને ઋષિ કપૂરની પહેલી પ્રતિક્રિયા એ હતી કે ‘શું થશે. ‘શર્માજી નમકીન’ને? હું આ રીતે ફિલ્મને અધવચ્ચે છોડી ન શકું. રણબીરે જણાવ્યું કે કોઈક રીતે ફિલ્મના પ્રોડ્યુસરને સમજાવ્યા બાદ અમે બીજા જ દિવસે સારવાર માટે અમેરિકા ચાલ્યા ગયા.

image soucre

લગભગ એક વર્ષ સુધી ઋષિ કપૂરની અમેરિકામાં સારવાર કરવામાં આવી પરંતુ અભિનેતાને બચાવી શક્યા નહીં. ઋષિના મૃત્યુ પછી, ફિલ્મ નિર્માતાઓ રણબીર કપૂર સાથે પ્રોસ્થેટિકની મદદથી ફિલ્મનું બાકીનું શૂટ પૂર્ણ કરવા માંગતા હતા, પરંતુ આ વિચાર સફળ થયો નહીં. ત્યારબાદ ફિલ્મમેકરે આ રોલ માટે પરેશ રાવલની પસંદગી કરી હતી. આ ફિલ્મ 31 માર્ચે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં જુહી ચાવલા, સતીશ કૌશિક મહત્વના રોલમાં જોવા મળશે.