શુંં તમે જાણો છો લાલ મરચુ ખાવાથી પણ હેલ્થને થાય છે આ અઢળક ફાયદાઓ?

લાલ મરચું એટલે કે લાલ ચટણી.આ એક એવો મસાલો છે,કે જેનો ઉપયોગ દરેક ભારતીય રસોડામાં તેમજ દરેક શાકભાજીમાં થાય છે.લાલ ચટણી આપણી દરેક વાનગીઓને સ્વાદિષ્ટતો બનાવે જ છે,પણ એ દરેક શાકભાજી અને દરેક વાનગીમાં લાલ ચટાકેદાર રંગ પણ ઉમેરે છે.આ બધું હોવા છતાં તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.સંશોધન મુજબ લાલ ચટણીના સેવનથી મૃત્યુ દરમાં 13 ટકાનો ઘટાડો થાય છે,મોટે ભાગે તે હૃદયરોગ અથવા સ્ટ્રોકને રોકવાનું કારણ જણાવવામાં આવ્યું છે.

image source

જે લોકો નિયમિતપણે તીખી લાલ ચટણી ખાતા હોય છે તેમના શરીરમાં કોલેસ્ટરોલ ઓછું હોય છે.સંશોધનમાં જાણવામાં આવ્યું છે કે,લાલ ચટણી જાડાપણું ઘટાડવા અને ધમનીઓમાં લોહીના પ્રવાહને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.જો કે,સંશોધનકારો તે સિસ્ટમ શોધી શક્યા નથી જેમાં લાલ ચટણી ખાવાથી જીવન લંબાય છે.

image source

યુ.એસ. ની યુનિવર્સિટી ઓફ વર્મોન્ટમાંથી જાણવા મળ્યું છે,કે ટ્રાન્સિએટ રીસેપ્ટર પોટેન્સિયલ (ટીઆરપી) ચેનલો,કે જે કેપ્સિચીં જેવા એજન્ટોના પ્રાથમિક રીસેપ્ટર્સ છે,તે મરચાના મુખ્ય ઘટકો છે.આયુષ્ય વધારવામાં લાલ ચટણીની ભૂમિકા હોઈ શકે છે.ઉપરાંત,તેમાં એન્ટિ-માઇક્રોબાયલ ગુણધર્મો હોય છે જે આંતરડાના માઇક્રોબાયોટામાં ફેરફાર કરીને,તે વ્યક્તિના જીવનના આયુષ્યમાં વધારી કરી શકે છે.

જાણો લાલ ચટણી ખાવાના ફાયદાઓ

image source

લાલ ચટણી ખાવાથી શરીરમાં સોજા રહેતા નથી અને સંધિવા અથવા પગના દુખાવાથી રાહત મળે છે.

સંશોધન મુજબ લાલ ચટણીમાં જોવા મળતા કૈપ્સાસીન શરીરમાં થતા સ્તન કેન્સરને અટકાવે છે અથવા મટાડે છે.

લાલ ચટણી રક્ત પ્રવાહને સારું બનાવે છે અને લોહી શુદ્ધ કરે છે.લાલ ચટણીના સેવનથી શરીરમાં જમા થયેલું લોહી છૂટું પડે છે અને શરીરમાં રહેલા ખરાબ લોહીને દુર કરે છે.

image source

આયુર્વેદમાં જણાવ્યું છે કે,લાલ ચટણી ખાવાથી શરીરમાં થતો પેટનો દુખાવો,ગેસની સસમસ્યા,અપચા જેવી સમસ્યા,માથાનો દુખાવો જેવી તકલીફો દૂર રહે છે.

સાયન્સ જણાવે છે કે,શરીરમાં શરદી અથવા જમા થયેલા કફને દૂર કરવા માટે લાલ ચટણી અસરકારક ઉપાય છે.

લાલ ચટણીમાં એન્ટી-ઓક્સીડન્ટ ગુણધર્મો રહેલા હોય છે,જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરમાં થયેલા રોગો દૂર કરે છે.

image source

લાલ ચટણી પાચન ક્રિયા વધારે છે અને શરીરમાં વારંવાર લગતી ભૂખને સંતોષે છે.તેથી લાલ ચટણીના સેવનથી આપણા શરીરનો વજન ઓછો થાય છે.
લાલ ચટણીના સેવનથી શરીરમાં રહેલો કચરો દૂર થાય છે,કારણ કે વધુ તીખો ખોરાક ખાધા પછી આપણે વધુ પ્રમાણમાં પાણી પીએ છીએ.જેના કારણે આપણા પેશાબ દ્વારા શરીરનો કચરો દૂર થાય છે.

લાલ ચટણીનો એક મોટો ફાયદો એ છે કે જો ત્વચા પર કોઈ ઈજા,ઘા કે અન્ય કારણોસર લોહી વહેતું બંધ ન થાય તો લાલ ચટણી એક ચપટી લગાવવાથી લોહી નીકળવું બંધ થાય છે.કોઈ ઇજા અથવા ઘા ઉપર લાલ ચટણી લગાવવાથી તમને બળતરા અથવા અસ્વસ્થતા થઈ શકે છે,પણ તે રક્તસ્રાવ બંધ કરવા માટે એક સારો વિકલ્પ છે.

image source

જો શરીરના અંદરના ભાગમાં ઈજા અથવા લોહીનો પ્રવાહ અટક્યો હોય તો લાલ ચટણીનો ઉપયોગ કરી શકાય છે.પાણીમાં થોડી લાલ ચટણી નાખીને પીવાથી ખૂબ ફાયદો થાય છે.તે ગળામાં માટે પણ ફાયદાકારક છે.

સ્નાયુઓમાં આવેલો સોજો,કોઈપણ પ્રકારની બળતરા,પીઠ કે કમરનો દુખાવો અથવા શરીરના કોઈપણ ભાગમાં થતો દુખાવો લાલ મરચાના ઉપયોગથી મટાડી શકાય છે.તેમાં હાજર વિટામિન સી,ફ્લેવોનોઈડ્સ,પોટેશિયમ અને મેંગેનીઝ દુખાવા માટે ફાયદાકારક છે.

જો તમારું નાક બંધ થઈ ગયું છે અથવા વધુ શરીના કારણે તમારું નાક વેહ્તું રહે છે,તો લાલ ચટણી તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે.પાણી સાથે થોડી લાલ ચટણી ભેળવીને પીવાથી તમારું બંધ નાક ખુલશે અને વહેતું નાક બંધ થઈ શકે છે.

image source

લાલ ચટણીના સેવનથી લોહીમાં ગાઠા ગંઠાઇ જવાથી રોકે છે અને તેના સેવનથી હાર્ટ એટેકની સંભાવના ઓછી થાય છે.લાલ ચટણી શરીરમાં રહેલા અનિચ્છનીય તત્વોને દૂર કરીને આંતરડાની કામગીરીમાં પણ સુધારો કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત