એલર્જીથી લઇને સાંધાના દુખાવા સુધી, જાણો વધુ પ્રમાણમાં ટામેટા ખાવાથી સ્વાસ્થ્યને થતા આ નુકસાન વિશે…

જરૂરિયાત કરતા વધારે કોઈપણ વસ્તુનું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે અને આ જ વાત ટામેટા માટે પણ લાગુ પડે છે. શાક, સૂપ કે પછી સલાડ હોય ટામેટાનો ઉપયોગ લગભગ દરેક વસ્તુઓમાં કરવામાં આવે છે. સામાન્ય રીતે ટામેટાનું સેવન કરવાના કેટલાક ફાયદાઓ છે. પરંતુ જયારે ટામેટાના સેવનનું થોડાક વધારે પ્રમાણમાં થઈ જાય છે તો આ આપને નુકસાન પણ પહોચાડી શકે છે.

પેટ ખરાબ થવું:

image socure

ટામેટાનું સેવન કરવાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે પરંતુ જો ટામેટાનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે છે તો એની ઉંધી અસર પણ થઈ શકે છે. જે લોકોને ઈરીટેબલ બોઈલ સિન્ડ્રોમની સમસ્યા છે તેવી વ્યક્તિ જો થોડાક પણ વધારે પ્રમાણમાં સેવન કરી લે છે તો પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. એના સિવાય ટામેટાનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી ડાયરિયા પણ થઈ શકે છે.

એસિડ રીફલકસ:

image soucre

ટામેટામાં ખુબ જ વધારે પ્રમાણમાં એસિડ હોય છે. જો આપને એસિડ રીફલકસ કે પછી છાતીમાં બળતરાની ફરિયાદ રહે છે તો આપે એકદમ ઓછા પ્રમાણમાં જ ટામેટાનું સેવન કરવું જોઈએ. ટામેટા આપના પેટમાં વધારે એસિડ બનાવી શકે છે જેના કારણે આપના પાચન તંત્રની સમસ્યા વધારે વધી શકે છે.

કીડની સ્ટોનની સમસ્યા:

image socure

ટામેટામાં ભરપુર પ્રમાણમાં પોટેશિયમ રહેલ હોય છે. જે વ્યક્તિઓને કીડનીને સંબંધિત બીમારી હોય છે તે વ્યક્તિઓને પોટેશિયમ ઓછા પ્રમાણમાં લેવાની સલાહ આપવામાં આવે છે. ટામેટામાં ઓક્સલેટ હોય છે જે કીડની સ્ટોન બનાવવાનું કામ કરે છે. જો આપને પહેલેથી જ કીડની સ્ટોનની સમસ્યા છે તો આપને યોગ્ય પ્રમાણમાં જ ટામેટાનું સેવન કરવાનું ડોક્ટર દ્વારા કહેવામાં આવે છે.

બ્લડ પ્રેશરની સમસ્યા:

image socure

કાચા ટામેટામાં સોડીયમનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે અને આ હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરવાનું કામ કરે છે. પરંતુ જો આપ ડબ્બાબંધ ટામેટા અને ટામેટાના સૂપનો ઉપયોગ કરી રહ્યા છો તો આ આપના માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ડબ્બાબંધ ટામેટા અને ટામેટાના સૂપમાં વધારે પ્રમાણમાં સોડીયમનો ઉપયોગ કરવામાં આવે છે તો આ આપના માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એમાં વધારે પ્રમાણમાં સોડીયમનો ઉપયોગ કરવામાં આવે છે તો આપના બ્લડ પ્રેશરને વધારે વધારવાનું કામ કરી શકે છે.

એલર્જીની સમસ્યા:

image socure

જે લોકોને હિસ્ટામિન કંપાઉંડથી એલર્જી હોય છે તેમને ટામેટાની એલર્જીનું રીએક્શન થઈ શકે છે. એના કારણે એકઝિમાં, રૈશેસ, ખંજવાળ, ગળામાં ખારાશ અને ચહેરા પર સોજો આવી શકે છે. જે લોકોને ટામેટાથી એલર્જી હોય છે તેવી વ્યક્તિના થોડાક પ્રમાણમાં પણ ટામેટાનું સેવન કરવાથી પણ શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે.

યુરીનરી ટ્રેકટ ઇન્ફેકશન:

image socure

ટામેટામાં એસિડ વધારે પ્રમાણમાં હોય છે અને ટામેટાને વધારે પ્રમાણમાં સેવન કરવાથી બ્લેડરમાં બળતરા થવા લાગે છે. જો આપને યુરીનરી ટ્રેકટ ઇન્ફેકશનની સમસ્યા છે તો ટામેટા આપની સમસ્યામાં વધારો કરી શકે છે.

માઈગ્રેનનો દુઃખાવો:

image socure

હેલ્થ એક્સપર્ટસના જણાવ્યા મુજબ ટામેટાનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી માઈગ્રેનના દુઃખાવાને વધારવાનું કામ કરે છે. એક ઈરાની સ્ટડીમાં આ વાતની પુષ્ટિ પણ કરવામાં આવી છે. એક્સપર્ટસના જણાવ્યા મુજબ ખાનપાનમાં ફેરફાર કરીને માઈગ્રેનને ૪૦% સુધી નિયંત્રિત કરી શકાય છે. જો આપ માઈગ્રેનના દુઃખાવાથી પીડાઈ રહ્યા છો તો આપે ટામેટાનું સેવન ઓછામાં ઓછું કરી દેવું જોઈએ.

માંસપેશીઓમાં દુઃખાવો:

image socure

ટામેટામાં મળી આવતા હિસ્ટામિન કંપાઉંડથી સાંધામાં દુઃખાવો અને સોજાની સમસ્યા થઈ શકે છે. ટામેટામાં મળી આવતા સોલનિનના કારણે પણ કેટલાક લોકોને ઇન્ફલેમેશનની સમસ્યા થઈ જાય છે. ટામેટાનું વધારે પ્રમાણ સંધિવા અને માંસપેશીઓના દુઃખાવાને પણ વધારી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત