યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે દુનિયાનો આ દેશ કરવા જઈ રહ્યો છે પરમાણુ વિસ્ફોટ, જાણો શું થશે આગળ…

અમેરિકાએ આશંકા વ્યક્ત કરી છે કે દેશમાં સરમુખત્યારશાહીનો પાયો નાખનાર કિમ ઇલ સાંગની 110મી જન્મજયંતિના અવસર પર ઉત્તર કોરિયા પહેલું પરમાણુ પરીક્ષણ કરી શકે છે. એક રિપોર્ટમાં ઉત્તર કોરિયાના મામલામાં અમેરિકાના વિશેષ પ્રતિનિધિ સુંગ કિમે કહ્યું કે અમેરિકાનું માનવું છે કે 15 એપ્રિલે કિમ ઇલ સાંગની 110મી જન્મજયંતિના અવસર પર ઉત્તર કોરિયા તેની વધતી જતી પરમાણુ ક્ષમતાને સંપૂર્ણ રીતે બતાવી શકે છે.

image source

અમેરિકાના એક અધિકારીએ ઉત્તર કોરિયાને તેના તાજેતરના લાંબા અંતરની મિસાઈલ પરીક્ષણ બાદ કોઈપણ પ્રકારની ઉશ્કેરણીથી દૂર રહેવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે અમે ચિંતિત છીએ કે કિમ-ઈલ સાંગની જન્મજયંતિના અવસર પર તે ફરીથી કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી શકે છે. હું આના પર વધુ અનુમાન કરવા માંગતો નથી, પરંતુ હું માનું છું કે ઉત્તર કોરિયા વધુ એક મિસાઇલ પરીક્ષણ કરી શકે છે. હું આશા રાખું છું કે આ જન્મજયંતિ કોઈપણ તણાવમાં વધારો કર્યા વિના પસાર થાય.

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે દક્ષિણ કોરિયાને પરમાણુ બોમ્બથી તબાહ કરવાની ધમકી આપી છે. કિમ યો જોંગે કહ્યું કે જો દક્ષિણ કોરિયા સૈન્ય મુકાબલો કરશે તો અમારું ન્યુક્લિયર કોમ્બેટ ફોર્સ તેનું કામ કરશે.

image source

તાનાશાહની બહેને દક્ષિણ કોરિયાના સંરક્ષણ વડા સુહ વૂક પર કટાક્ષ કરતા કહ્યું કે ઉત્તર કોરિયા વિરુદ્ધ હુમલા વિશે બોલવું તેની મોટી ભૂલ હતી. અમે તેમની સેનાને અમારા સ્તરની નથી માનતા. વાસ્તવમાં, દક્ષિણ કોરિયાના સંરક્ષણ વડા સુહ વૂકે કહ્યું હતું કે અમારી પાસે ઉત્તર કોરિયાના કોઈપણ લક્ષ્ય પર હુમલો કરવા માટે મિસાઈલ છે. કિમ યો જોંગે તેમના આ નિવેદન પર બદલો લીધો હતો.