વધતી ઉંમરને રોકવામાં આ ખાસ તેલ કરશે તમારી મદદ, જાણો અન્ય ફાયદા પણ

આમ તો સ્કીનનો સોજો ઓછો કરવા માટે કેરેટ સીડ ઓઈલનો ઉપયોગ કરાય છે. પણ શું તમે જાણો છો કે આ તેલ બ્યૂટી પ્રોડક્ટની રીતે પણ સ્કીન માટે સારું માનવામાં આવે છે. જો તમે નિયમિત રીતે આ ઓઈલની મદદથી મસાજ કરો છો તો ચહેરાની કરચલીઓ ખતમ થઈ જશે. તમે લાંબા સમય સુધી તેની મદદથી યુવાન દેખાઈ શકો છો. ખાસ વાત એ છે કે આ ઓઈલને કોરિયન મહિલાઓની એજલેસ બ્યૂટીનો સીક્રેટ પણ માનવામાં આવે છે.

image source

વિટામીન સી અને વિટામીન ઈથી ભરપૂર આ તેલમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ પણ મળે છે. જે સ્કીનને એલર્જી, ખીલ, સોજા અને આંખની આસપાસના સોજાની સમસ્યાથી રાહત અપાવે છે. આપણે કેરેટ સીડ ઓઈલના ઉપયોગની રીત અને તેનાથી થતા ફાયદાને વિશે જાણકારી આપી રહ્યા છીએ.

કેવી રીતે કરશો કેરેટ સીડ ઓઈલનો ઉપયોગ

image source

રિપોર્ટનું માનીએ તો કેરેટ સીડ ઓઈલને સીધી રીતે ઉપયોગમાં લઈ શકાતું નથી. આ એક એસેન્શિયલ ઓઈલ છે. આ માટે તેને કોઈ પણ કેરિયર ઓઈલ જેવા કે જૈતૂન, નારિયેળ, જોજોબા કે બદામનું તેલની સાથે મળીને ઉપયોગમાં લઈ શકાય છે.

જાણો કેરેટ સીડ ઓઈલના ફાયદા પણ

ડાઘ ધબ્બા અને કરચલીઓ થશે દૂર

image source

જો તમે તમારા ચહેરાની ચમક મેળવવા ઈચ્છો છો તો કેરેટ સીડ ઓઈલના 2-3 ટીપાં લઈને કોઈ કેરિયર તેલમાં મિક્સ કરીને ચહેરા પર લગાવી રાખો. આ પછી મસાજ કરો. લગભગ 15 મિનિટ આ તેલને લગાવીને રહેવા દો. આ પછી સામાન્ય પાણીથી ચહેરાને ધોઈ લો. આમ કરવાથી ચહેરાની કરચલીઓ અને ડાઘ ધબ્બા હટાવી શકાય છે.

ચહેરા પર આવશે નિખાર

image source

કેરેટ સીડ ઓઈલને તમે ચહેરા પર ક્લે માસ્કમાં મિક્સ કરીને લગાવી લો. આ રીતે તમે માસ્કમાં કેરેટ સીડ ઓઈલના 2-3 ટીપાં નાંખો અને ચહેરા પર અપ્લાય કરવાનું રહેશે. પછી જ્યારે ચહેરો સૂકાઈ જાય તો તેને ધોઈ લો. તેનાથી ચહેરા પર નિખાર આવશે.

વાળ માટે છે લાભદાયી

image source

જો તમારા વાળ સૂકા અને બેજાન છે તો તમે કેરેટ સીડ ઓઈલના કેટલાક ટીપાને કંડીશનરમાં મિક્સ કરીને રાખી શકો છો. તેનાથી વાળમાં ભેજ અને ચમક બની રહેશે.

જાણો કઈ રીતે તૈયાર કરવામાં આવે છે કેરેટ સીડ ઓઈલ

image source

કેરેટ એટલે કે ગાજરના બીજનું તેલ એટલે કે કેરેટ સીડ ઓઈલ, જંગલી ગાજરના સૂકા બીજ અને સૂકા છોડથી નીકાળીને તૈયાર કરાય છે. આનું વૈજ્ઞાનિક નામ ડકસ કૈરોટા છે. આ જંગલી ગાજરની પેદાવર સૌથી વધારે યૂરોપમાં થાય છે. તેને ક્કીન એની લેસ કે વાઈલ્ડ કેરેટ પણ કહેવામાં આવે છે. છોડના બીજથી સ્ટીમ ડિસ્ટિલેશનની પ્રક્રિયાથી ઓઈલ કાઢવામાં આવે છે. અને તૈયાર કરાય છે આ ખાસ અને ઉપયોગી કેરેટ સીડ ઓઈલ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત