વગર ઓપરેશને પથરીનો દુ:ખાવો દૂર કરી અપનાવો આ આયુર્વેદિક ઘરેલુ ઉપચાર, વાંચો આ લેખ અને મેળવો માહિતી…

જે વ્યક્તિએ પથરીની પીડા સહન કરી છે, તે જ જાણશે કે તે સમયે શું સ્થિતિ હોય છે. જ્યારે આપણા કિડનીમાં ખનિજો અને મીઠુંના સખત કણો નાના પત્થરો બનાવે છે, ત્યારે તેને આપણે પથરી કહીએ છીએ. આ સમસ્યા તમારા આહાર, શરીરના અતિશય વજન, કોઈ દવા અથવા પૂરક અથવા કોઈ શારીરિક સમસ્યાને કારણે થઈ શકે છે. હવે પથરી ની સમસ્યાને કહીં દો બાય-બાય, આ ઉપાય અજમાવશો તો પેશાબમાં અટવાયેલી પથરી બહાર નીકળી જશે.

image source

લોહીમાં બેકાર તત્વ કેટલીક વખત ક્રિસ્ટલ્સ નું નિર્માણ કરે છે, જે કિડનીની અંદર એકઠા થાય છે. ધીમે-ધીમે આ ક્રિસ્ટલ્સ કઠણ પથ્થર જેવી ગાંઠ બની જાય છે. જેને પથરી કહી શકાય છે. આશરે નેવું ટકા કિડની ની પથરીની સમસ્યા ખરાબ ખાણી-પીણી ને કારણે થાય છે.

માંસાહારી (વધુ પ્રોટીન ધરાવતો) ખોરાક, ખોરાકમાં નમક અને ઓક્ષલેટ નું વધુ પ્રમાણ અને ખોરાક માં ફળો અને પોટેશિયમ નું ઓછુ પ્રમાણ હોવાથી પણ પથરી થવાનું જોખમ રહે છે. પથરી થવાનું જોખમ સ્ત્રીઓ કરતા વધારે પુરૂષોમાં જોવા મળે છે. કિડની ની પથરી હોય તેવાં દર્દીઓમાંના પંચોતેર ટકા અને મૂત્રાશય ની પથરી હોય તેવા દર્દીઓમાંના પંચાણુ ટકા પુરૂષો હોય છે.

image source

જે વ્યક્તિ લાંબો સમય પથારી વશ રહે છે, તે ખુબ ગરમ કે ભેજવાળા વાતાવરણ માં રહેતા હોય છે. વારંવાર મુત્રમાર્ગ નો ચેપ, મૂત્રમાર્ગમાં અવરોધ, ખોરાકમાં વિટામીન સી કે કેલ્શિયમ નુ અત્યંત વધારે પ્રમાણ પથરી થવાના કારણો છે. દુઃખાવો ન કરતી પથરીને કારણે કિડની બગડવાનો ભય પણ વધારે હોય છે.

image soucre

ઓછું પાણી પીવાથી અને ટામેટાં તેમજ રિંગણ વધારે ખાવાથી પથરીની સમસ્યા થઈ શકે છે. એક્સપર્ટ્સ નું માનીએ તો, ટામેટા અને રિંગણના બીજથી પણ પથરીની સમસ્યા થઈ શકે છે. સતત કબજિયાત રહેતી હોય, કિડનીમાં ઈન્ફેક્શન હોય તો પણ પથરી થઈ શકે છે.

હાઇપર પૅરાથાઇરોડિઝમ નામની તકલીફ ધરાવતી વ્યક્તિઓના શરીરમાં કૅલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. જેના કારણે શરીરમાં પથરી નું નિર્માણ થઈ શકે છે. રોજિંદા જીવનમાં ઓછું પાણી પીવાવાળી વ્યક્તિઓ ને પણ પથરી વધુ થતી હોવાનું નોંધવામાં આવ્યું છે. ક્ષાર ઓગાળવા ની ક્ષમતા ઓછી હોવાથી પણ પથરી થઈ શકે છે.

પથરી મટાડવાના ઉપાય :

વધારે પ્રોટીમ યુક્ત અને ઓછી ફાઇબર વાળી ડાયેટનું સેવન કરવું જોઈઍ. જો તમને પથરી કેલ્શ્યિમના વધારે સેવનથી થઇ છે તો તમે તમારે ડાયેટમાં મીઠું કે ઓક્સાલિક એસિડ ઓછું કરવાની જરૂરત છે. તે કેલ્શ્યિમ ને શરીરમાં શોષિત થવાથી રોકે છે.

image soucre

ઘઉં અને ચણાને સાથે ઉકાળીને, તેના ઉકાળામાં ચપટી સૂકો ખારો નાખી ને ઉકાળી ને પીવાથી પથરી ભાંગીને ભૂકો થઈ જાય છે. મેંદીનાં પાનનો ઉકાળો પીવાથી પથરી મટી જાય છે. ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પણ પથરી ઓગળી જાય છે. ટંકણખાર ને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફાકવાથી પથરીનો ચૂરો થઈ પેશાબ વાટે નીકળી જાય છે.

પથરી થાય તો અજમાનું વધુમાં વધુ ઉપયોગ કરો. અજમાનું સેવન બમણો લાભ કરે છે. તેનાથી પેશાબ વધુ આવે છે અને અજમો પથરીના ઉત્પતિનો નાશ કરે છે, એટલે કે પથરી ફરી વખત નહી બને. રોજ સવારે એક ચમચી અજમા ને ગરમ પાણી સાથે લો. તેનાથી એક મહિનામાં પાથરીમાંથી છુટકારો મળે છે.

લીંબુનો રસ અને જેતુનના તેલનું મિશ્રણ કરીને પીવાથી કીડની ની પથરી ની સમસ્યા દૂર થાય છે. પથરીના દર્દીને પથરી થયા પછી સાઠ મી.લી. લીંબુના રસમાં તેટલી જ માત્રામાં કુદરતી જેતુન નું તેલ ભેળવીને સેવન કરવાથી તરત જ રાહત થઇ જાય છે. લીંબુ નો રસ અને જેતુન નું તેલ સ્વાસ્થ્ય માટે પણ ખુબ સારું રહે છે.

image soucre

ગાયના દૂધ ની છાશમાં સિંધવ-મીઠું નાખીને ઊભાં ઊભાં રોજ સવારે પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ મળે છે. નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી અને રોજ સવારે પીવાથી પથરી મટાડી શકાય છે. કારેલાંનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે. જૂનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.