વર્ક ફ્રોમ હોમના કારણે ખભા અને પીઠમાં થાય છે બહુ દુખાવો? તો ઘરે જ કરો આ કસરત

હાલમાં, લોકડાઉન એટલે કે વર્ક ફ્રોમ હોમ થવાના કારણે મોટાભાગના લોકો ઘરેથી જ કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, લેપટોપ અને કમ્પ્યુટરની સામે કામ કરતી વખતે થાક લાગે છે અને ખભા અને પીઠમાં દુખાવો જેવી સમસ્યાઓ જોવા મળે છે. આ માટે, કેટલીક સરળ કસરતો છે જેને અપનાવીને તમે આ સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. આ માટે

  • બને હાથને માથાની પાછળથી ઉપરની તરફ ખસેડીને ખેંચો.
  • બંને કોણીને ફોલ્ડ કરવી અને આંગળીઓને ખભા પર રાખો, ત્યારબાદ તમારા ખભાને ઘડિયાળની દિશામાં અને વિપરીત દિશામાં ફેરવો.
  • બંને ખભાને ઉપર-નીચે અને આગળ-પાછળ કરો.
  • માથાને ડાબું-જામનું ફેરવવું, ત્યારબાદ નમવું અને ગોળ-ગોળ ફેરવવું.
  • હવે જાણો પીઠના દુખાવા માટેની કસરત –
  • સીધા બેસવું અથવા ઉભા રહીને બંને હાથની આંગળીઓને એકબીજા સાથે ક્રોસ કરીને પકડવું, પછી બંને હાથને સીધા ખભાના સ્તર પર લાવો અને તે જ સમયે માથું આગળ વાળો. તેનાથી પીઠ પર ઘણો તાણ આવે છે.
  • ઓશીકું પર માથું રાખીને, બંને હાથની આંગળીઓને ફરીથી ક્રોસ કરો. બંને હાથ આ રીતે જ સીધા ઉંચા કરો.
  • બંને પગ ફેલાવો. હવે તમારા હાથને ફેરવ્યા વગર તમારા શરીરના ઉપલા ભાગને એકાંતરે બંને બાજુ ફેરવો.
  • યાદ રાખો, કાંડા અને કોણીને વળવા દો નહીં.
  • કમર અને ખભાનો દુખાવો દૂર કરવા માટે હિટ પેચ
image soucre

જો તમે લાંબા સમય સુધી કાર ચલાવો છો અથવા લાંબા સમય ઓફિસમાં કામ કરો છો, તો તમારી ખુરશી પર હીટ પેચ રાખવાનું ભૂલશો નહીં. આ તમારી કમર અને ખભાને રાહત આપે છે. આ દરમિયાન પેચ પર લખેલી સૂચનાઓને કાળજીપૂર્વક વાંચવાનું ભૂલશો નહીં. આ પેચોમાં કેટલીક દવાઓ પણ મેળવેલી હોય છે, જે તમારો દુખાવો દૂર કરવામાં ઘણી અસરકારક હોય છે.

સારી ઊંઘ રાહત આપે છે

image soucre

સારી ઊંઘ પણ કમરના અને ખભાના દુખાવાને દૂર કરવા માટે સારો ઉપાય છે. વ્યક્તિએ હંમેશા એવા કડક ગાદલા પર જ સૂવું જોઈએ જ્યાં એમની કમર સીધી રહી શકે. નરમ અને આરામદાયક ગાદલા પર સૂવાથી કમર સીધી નથી રહેતી અને કમરમાં દુખાવો થવાની સંભાવના પણ વધી જાય છે.

ખોરાકમાં આ ચીજો શામેલ કરો

image soucre

તમારા આહારમાં વિટામિન ડી અને કેલ્શિયમનો સમાવેશ જરૂરથી કરો. દૂધ, દહીં, ઇંડા વગેરેનું સેવન કરવાથી, તમારા હાડકા તો મજબૂત થાય જ છે, પરંતુ તમને કોઈ આંતરિક સમસ્યા હોય તો પણ તે દૂર થાય છે. ડોકટરના જણાવ્યા મુજબ તમે વિટામિન ડી અને કેલ્શિયમની સપ્લિમેન્ટ્સ પણ લઈ શકો છો. આ તમારા કમર અને ખભામાં થતો દુખાવો તો દૂર કરશે જ સાથે તમારી શારીરિક સ્વસ્થ પણ બનાવશે.

તણાવથી દૂર રહો

image soucre

જો તમે લાંબા સમયથી તણાવમાં છો, તો તે તમારી સમસ્યાઓ પર પણ અસર કરે છે. તણાવથી તમારી પીઠ અને ખભાના વિસ્તારમાં પીડા થઈ શકે છે. તણાવ દૂર કરવા માટે તમે તાણ રાહત તકનીકોનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે જીવનશૈલીમાં યોગ, ધ્યાન વગેરેનો સમાવેશ કરવો જોઇએ અથવા તમારે કોઈ સારા ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ. આ તમારી શારીરિક સમસ્યા ઘટાડવાની સાથે માનસિક સમસ્યા પણ દૂર કરશે.

વપિરીત કરણી યોગ

image soucre

આ યોગ કરવાથી તમને ડોક અને ખંભામાં થતી તકલીફ દૂર થાય છે અને તણાવ પણ દૂર રહે છે. આ યોગ કરવાથી સતત કામ કરતા લોકોને જે કમરમાં વારંવાર દુખાવો રહે છે તે પણ દૂર થાય છે, સાથે આ યોગ કરવાથી અનિંદ્રાની સમસ્યા પણ દૂર થાય છે.

વપિરીત કરણી યોગ કરવાની રીત

સૌ પ્રથમ જમીન પર સૂઈ જાઓ અને રિલેક્સ રહો.

તમારા હાથ સીધા જમીન પર રાખો. પછી, ધીમે ધીમે પગને 90 ડિગ્રી સુધી રાખો.

હવે હિપ્સને થોડા ઉપાડો. જો તમે ઇચ્છો તો તમે કોઈપણ વસ્તુઓનો ટેકો પણ લઈ શકો છો, જેમ કે ઓશીકું, ચાદર અથવા કોઈ નરમ વસ્તુ. હિપ્સ ઉપાડતી વખતે સમાન મુદ્રામાં રહેવાનો પ્રયત્ન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત