લોકડાઉનમાં બાળકો ઘરમાં રહીને થઈ ગયા છે બોર ? તો તેમને આ રીતે ઘરમાં જ કરી આપો ખુલો ખુલો માહોલ – દિવસભર રહેશે પ્રવૃત્તિશિલ

શું બાળકો ઘરે મોબાઈલ કે ટીવી સામે પોટલાની જેમ પડ્યા રહે છે ? તો તેમને આ રીતે ઘરમાં જ રાખો સુપર એક્ટિવ

કોરોના લોકડાઉન: બાળકોને ઘરમાં જ બહાર જેવું વાતાવરણ કેવી રીતે આપવું!

લોકડાઉન દરમિયાન બાળકોનું પેરેંટિંગ વધુ મુશ્કેલ બન્યું છે, પરંતુ તમારી એક ભૂલથી બાળક ડિપ્રેસન તરફ દોરાઇ શકે છે. ઈન્ડિયા ટુડે ઇ-કોન્કલેવમાં બાળ મનોવિજ્ઞાની ડો. શૈલજાએ લોકડાઉનમાં પેરેંટિંગની ઘણી વિશેષ રીતો જણાવી હતી, જેની મદદથી તમે પણ તમારા બાળકની સારી સંભાળ રાખી શકો છો.

image source

કોરોના વાયરસના પ્રકોપે સામાન્ય જીવનને હચમચાવી નાખ્યું છે. લોકડાઉનમાં ઘરોમાં બંધ હોવાને કારણે પણ લોકો હતાશામાં સપડાઇ જવાનું જોખમ રહે છે. સૌથી મોટી ચિંતા બાળકોની સંભાળની છે. બાળકોને ઘરે બંધ રાખવા એ સૌથી મુશ્કેલ કાર્ય છે. આ સમયે બાળકો બહાર જતાં અને મિત્રો સાથે રમવાનું ખૂબ યાદ કરતાં હોય છે.

image source

આ સમયે, નાના બાળકોને સમજાવવા અને તેની સંભાળ લેવી પણ કોઈ પડકારથી ઓછી નથી. આ બધી સમસ્યાઓના નિરાકરણ માટે, દેશના જાણીતા બાળ મનોવિજ્ઞાની ડો.શૈલજા સેનએ, ઈન્ડિયા ટુડેના પ્રથમ ઇ-કોન્કલેવમાં ભાગ લીધો હતો. તેમણે લોકડાઉન દરમિયાન બાળકોના પેરંટિંગને લગતી ઘણી ટીપ્સ આપી હતી.

image source

બાળકોના મનમાંથી ભય દૂર કરો

ડો.શૈલાજાએ કહ્યું કે માતા-પિતાની પોતાની ઘણી સમસ્યાઓ હોય છે અને તેઓ બાળકોને અવગણતા છે. માતાપિતા ધારે છે કે તેમના બાળકો બરાબર છે અને તેમને કોઈ સમસ્યા નથી. જો કે, માતાપિતાએ ધ્યાનમાં રાખવું જોઈએ કે બાળકો ઘરે અને આસપાસના દરેક પરિવર્તન પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે. આવી સ્થિતિમાં, બાળકોને સલામતી લાગે તે માટે તેમની સાથે વાત કરવી જોઈએ અને તેમનો ભય દૂર કરવો જોઈએ.

image source

ઘરે બાળકો માટે અનુકુળ વાતાવરણ બનાવો

ડોક્ટર શૈલજાએ ઘરે નાના બાળકોને રોકવા માટેની ટીપ્સ પણ આપી હતી. તેમણે કહ્યું કે નાના બાળકોને ઘરે રાખવા માટે વિશેષ પદ્ધતિઓ અપનાવી જોઈએ. ઉદાહરણ તરીકે, ઘરનો એક રૂમ એકદમ ખાલી કરી દો. તે ઓરડામાંથી તમામ ફર્નિચર કાઢી નાંખો અને તેને ઘણા બધા રમકડાંથી ભરો.

image source

બાળકોને લોકડાઉનમાં કંટાળો ન આવવા દો

કેટલાક રમકડાં એક બાજુ રાખો અને તેમને દરરોજ જુના રમકડાં બદલાવીને રમાડો. આ રીતે, બાળકને કંટાળો આવશે નહીં અને તે રમવાનું મન કરશે. બાળકો માટે એક ક્રાફ્ટ બનાવો. ડો.શૈલજાએ જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન માતા-પિતાએ બાળકો સાથે મેનેજ કરવાનું શીખવું પડશે.

image source

લોકડાઉનમાં કંટાળાને ટાળવા માટે મોટાભાગનાં બાળકો મોબાઈલ, ટીવી અથવા અન્ય કોઈ ગેજેટમાં વધુ સમય વિતાવતા હોય છે. પરંતુ સમય પસાર કરવાનો આ ઉપાય કેટલો વ્યજબી છે, તે અંગે ડો. શૈલજા સેને માહિતી આપી છે. લોકડાઉન દરમિયાન બાળકોની પ્રવૃત્તિનું નિરીક્ષણ કરો. દરરોજ અડધો કલાક બાળકો સાથે બાલ્કનીમાં રમો. તમારા બાળકોને લોકડાઉનમાં ગેજેટનો શિકાર ન બનવા દો. તેથી તેમના માટે સમય કાઢો.

જો બાળકો નાના હોય, તો તેમને વાર્તાઓ કહો. ઉપરાંત, ઉનાળાના વેકેશનની જેમ તેમની સાથે સમય ઘરે વિતાવો. લોકડાઉન પછી જેવી શાળાઓ ખુલશે અને બાળકો તેમના મિત્રો અને શિક્ષકોની સામે આવશે, તેઓ આપોઆપ પહેલાની જેમ તેમના દૈનિક ક્રિયાઓ પર આવી જશે.