બોયફ્રેન્ડે લગ્ન કરવાની ના પાડી, ગર્લફ્રેન્ડ સહિત 6 બહેનપણીએ ખાઈ લીધું ઝેર; 3ના તો મોત થઈ ગયા

બિહારના ઔરંગાબાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતાં પ્રેમિકા અને તેના મિત્રોએ ઝેર પી લીધું હતું, જેમાંથી 3ના મોત થયા હતા અને ત્રણની હાલત નાજુક છે. આ ઘટના કસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિરૈલા ગામની છે.

image source

એક સાથે છ બાળકીઓએ ઝેર પી લેતા સમગ્ર વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ ઘટનાનું કારણ સંપૂર્ણ રીતે બહાર આવ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રેમ પ્રકરણના કારણે યુવતીઓએ આવું ભયંકર પગલું ભર્યું. ઘટનાની માહિતી મળતાની સાથે જ રફીગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

પોલીસે જણાવ્યું કે 6 છોકરીઓએ ઝેર પી લીધું હતું, જેમાંથી ત્રણના મોત થયા છે. જ્યારે બાકીના ત્રણને મગધ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ત્રણેય મિત્રોની હાલત નાજુક છે. બીજી તરફ ગામમાં એવી ચર્ચા છે કે મૃત્યુ પામેલી યુવતીમાંથી એક યુવતી તેના ભાઈના સાળાને પ્રેમ કરતી હતી. તેણે તેના મિત્રો સાથે મળીને છોકરાની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તેણે ફગાવી દીધો હતો.

image source

પ્રેમીના ના પાડતાં યુવતી ભાંગી પડી અને ઝેર પી લીધું. આ જોઈને તેના બાકીના મિત્રો પણ પોતાને ઝેર પીતા રોકી શક્યા નહીં. તેઓએ ઝેરી પદાર્થોનું સેવન પણ કર્યું. લોકોને આ ઘટનાની જાણ થતાં જ બધાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્રણ છોકરીઓના મોત થઈ ગયા હતા. તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ઔરંગાબાદ સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.