હૃદય રોગથી લઈને કેન્સર જેવી ખતરનાક બીમારીઓથી રાહત આપે છે લાલ મરચુ, જાણો કેવી રીતે કરશો સેવન

લાલ મરચું તમારા ખાદ્ય પદાર્થોમાં તીખો સ્વાદ તો લાવે જ છે,પરંતુ સ્વાસ્થ્યને લગતી કેટલીક કટોકટીની પરિસ્થિતિઓમાં પણ લાલ મરચું ખૂબ અસરકારક છે.લાલ મરચાનો આ અજોડ ફાયદો ગમે ત્યારે ઉપયોગમાં આવી શકે છે.

-લાલ મરચાનો એક મોટો ફાયદો એ છે કે જો ત્વચા પર કોઈ ઈજા,ઘા લાગવાથી અન્ય કારણોસર રક્તસ્રાવ બંધ ન થાય તો લાલ મરચાનો એક ચપટી લગાવવાથી લોહી નીકળતું બંધ થાય છે.લાલ મરચાંની ઉપચાર શક્તિને કારણે આવું થાય છે.તેમ છતાં જો તમે આ કરો છો તો તમને બળતરા અથવા અસ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે,તે રક્તસ્રાવ બંધ કરવા માટેનો એક સારો વિકલ્પ છે.

image source

-જો શરીરના અંદરના ભાગમાં ઈજા,આઘાત અથવા લોહીનો પ્રવાહ હોય તો લાલ મરચાનો ઉપયોગ થઈ શકે છે.આ માટે પાણીમાં થોડું લાલ મરચું નાખીને પીવાથી ખૂબ ફાયદો થાય છે.ગાળામાં થતા સખત દુખાવામાં પણ આ ઉપાય અસરકારક છે.

image source

-સ્નાયુના સોજો,કોઈપણ પ્રકારની બળતરા,કમરનો દુખાવો અથવા શરીરના કોઈપણ ભાગમાં થતો દુખાવો લાલ મરચાના ઉપયોગથી મટે છે.તેમાં રહેલા વિટામિન સી,ફલાવોનોઈડ્સ,પોટેશિયમ અને મેંગેનીઝ આપણા માટે ફાયદાકારક છે.

-જો શરદીને કારણે નાકમાંથી સતત પાણી વહેતુ હોય અથવા તમારું નાક બંધ હોય તો લાલ મરચું તમારા માટે ફાયદાકારક છે.પાણી સાથે થોડું લાલ મરચું પીવાથી તમારું બંધ નાક ખુલશે અને વહેતું નાક બંધ થઈ શકે છે.

-લાલ મરચાનું સેવન કરવાથી લોહીના ગંઠાવાનું રક્ત નલિકાઓમાં રચતા અટકાવે છે.

image source

– મેટાબિલિઝમ એ એક મહત્વપૂર્ણ શારીરિક પ્રક્રિયા છે જે શરીરમાં ખોરાકને ઉર્જામાં રૂપાંતરિત કરીને કાર્ય કરે છે. લાલ મરચાના ફાયદાઓ આ પ્રક્રિયાને મદદ કરે છે.લાલ મરચામાં હાજર કેપેસિસિનોઇડ્સ નામનું તત્વ મેટાબિલિઝમની પ્રક્રિયા માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે,પરંતુ આમ હજુ વધુ સંશોધન જરૂરી છે.

– લાલ મરચાથી નબળા પાચનમાં સુધારો થાય છે.લાલ મરચું ફાઈબરથી ભરપૂર હોય છે,જે ખોરાકને પચાવવામાં કરે છે.તેથી લાલ મરચું પાચન માટે ઉપયોગી માની શકાય.

image source

– વધતા બ્લડ પ્રેશરથી પીડિત લોકો માટે લાલ મરચું કોઈ ચમત્કારથી ઓછું નથી.લાલ મરચું વધતા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે કાર્ય કરી શકે છે.લાલ મરચામાં કેપ્સાસીન નામનું એક સશક્ત ઘટક છે,જે હાયપરટેન્શન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.તે જ સમયે જો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ગંભીર સ્થિતિમાં હોય તો પછી વિલંબ કર્યા વિના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

image source

– લાલ મરચું અનેક સ્વાસ્થ્ય લાભો આપે છે,એમાં કેન્સરનો પણ સમાવેશ થાય છે.એનસીબીઆઇ (નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફર્મેશન) દ્વારા પ્રકાશિત તબીબી સંશોધન મુજબ લાલ મરચામાં એન્ટીકેન્સર ગુણધર્મો હોય છે,જે કેન્સરના જોખમ સામે રક્ષણ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.તેમાં હાજર કેપ્સાઇસીન ફેફસાના કેન્સર તેમજ ગેસ્ટિક કેન્સર સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે.કેપ્સાઇસીન કેન્સર પેદા કરતા કોષોને બનતા રોકે છે ,તેથી સંશોધન કરવાથી એ પરિણામ બહાર આવ્યું કે લાલ મરચું કેન્સર સામે રક્ષણ આપે છે,પરંતુ જો કોઈને કેન્સર છે,તો તેમને ડોક્ટરોની સલાહ લેવી પણ જરૂરી છે.

image source

– સ્વસ્થ શરીર માટે સ્વસ્થ હૃદય હોવું મહત્વપૂર્ણ છે.આ સ્થિતિમાં લાલ મરચાનો ઉપયોગ હૃદયને સ્વસ્થ રાખવા માટે ફાયદાકારક હોઈ શકે છે.લાલ મરચામાં જે કેપ્સેસીન નામનું તત્વ છે,તે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવાનું કામ કરે છે અને હાયપરટેન્શન હૃદય રોગના મુખ્ય કારણોમાંથી એક ગણવામાં આવે છે.તેથી એવું કહી શકાય કે લાલ મરચું હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત