કોરોના હોવાની ખાતરી આપે છે આ સામાન્ય અને નવા લક્ષણો, એલર્ટ રહીને રહો સ્વસ્થ

કોરોના વાયરસ આખી દુનિયામાં ખૂબ જ ઝડપથી પ્રસરી ગયો છે. તે ખૂબ જ ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે. તેનાથી સંક્રમિત લોકોનો મૃત્યુઆંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. રોજ નવાં નવાં લક્ષણો જોવાં મળે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસનાં નવાં લક્ષણો અંગે જાણકારી આપી છે. આ વાયરસ રોકવા માટે લોકોનો ટેસ્ટ કરાવવો ખૂબ જરૂરી છે. લક્ષણોને ઓળખીને લોકોની તપાસ કરાવી શકાય છે. જ્યારે કોરોના શરૂ થયો ત્યારે તેના માત્ર આ ચાર લક્ષણો જ હતાં.

સખત તાવ આવવો

IMAGE SOURCE

સૂકી ખાંસી થવી.

ગળામાં બળતરા થવી.

શ્વાસ લેવામાં તકલીફ થવી.

IMAGE SOURCE

જેમ જેમ કોરોનાનો વિસ્ફોટ વધતો ગયો તેમ તેમ તેનાં નવાં નવાં લક્ષણો સામે આવતાં ગયાં. હવે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોનાનાં નવા 11 લક્ષણો જણાવ્યાં છે.

• શરીરમાં ખૂબ જ દુખાવો થવો.

IMAGE SOURCE

• સતત માથાનો દુખાવો રહેવો.

• ઠંડી લાગવી.

• ઊલટી જેવું લાગવું, ચેન ન પડવું.

IMAGE SOURCE

• પેટમાં ગરબડ હોય તેમ લાગવું.

• ખાંસી દરમિયાન કફમાં બ્લડ નીકળવું.

આ ઉપરાંત WHOએ ખાવાની વસ્તુઓનો સ્વાદ કે કોઇ વસ્તુની સુગંધ ન આવવી તેને કોરોનાનાં લક્ષણ માન્યાં છે. આ વાયરસનું વારંવાર બદલાતું સ્વરૂપ પણ મેડિકલ જગત માટે એક ચેલેન્જ સમાન છે. તેનાથી બચવા માટે થોડી સાવધાની રાખવી જરૂરી છે.

IMAGE SOURCE

• કોઇ પણ વ્યક્તિને દૂરથી મળો, નજીક ન જાવ.

• પબ્લિક પ્લેસ પર છ ફૂટનું અંતર જાળવો.

IMAGE SOURCE

• હાથ, નાક, કાન, મોંને વારંવાર ટચ ન કરો.

• તમાકુ, સિગારેટ અને દારૂનાં સેવનથી બચો.

• કોઇ વસ્તુ કે જગ્યાને અડતાં પહેલાં તેને સાફ કરો.

IMAGE SOURCE

• ભીડભાડવાળી જગ્યાએ ન જાવ, આરોગ્ય સેતુ એપ હંમેશાં ચાલુ રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત