એક ખૂબ જ સરળ ઉપાય, કોવિડ-19 પેશન્ટને જો ઉંધા સુવડાવવામાં આવે તો ઘણા બધા જીવ બચી શકે છે

એક ખૂબ જ સરળ ઉપાય – કોવિડ-19 પેશન્ટને જો ઉંધા સુવડાવવામાં આવે તો ઘણા બધા જીવ બચી શકે છે

વેન્ટિલેટર કરતાં સુવાની આ રીત કોવિડ-19 પેશન્ટ માટે છે વધારે અસરકારક – જાણો સંપૂર્ણ માહિતી

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફાટી નીકળી હોવાથી તેમજ આ એક રેસ્પિરેટરી રોગ હોવાથી તેમજ ફેફસાને અસર કરતો હોવાથી જ્યારે આ પેશન્ટની સ્થિતિ ગંભીર થઈ જાય છે ત્યારે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવે છે. પણ સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટરની ખોટ ઉભી થઈ ગઈ છે અને ભારતની સ્થિતિ પણ તે બાબતે અત્યંત ખરાબ છે.

image source

આજકાલ તમે ઘણા બધા સમાચારમાં સાંભળતા હશો કે પેશન્ટને વેન્ટિલેટર યોગ્ય સમયે નહીં મળવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. અને એમ પણ હાલ ગુજરાતની સરકારી હોસ્પિટલમાં જે વેન્ટિલેટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે આવતો હતો તેની કાર્યક્ષમતાને લઈને પણ ઘણી બધી શંકાઓ તેમજ પ્રશ્ન ઉભા થયા છે.

પણ છેલ્લા ઘણા સમયથી વિશ્વની જાણીતી હોસ્પિટલોમાં કોવિડ સામે લડી રહેલા ડોક્ટર એક બાબત પર ધ્યાન દોરી રહ્યા છે. કે વેન્ટિલેટરનો ઉપયોગ કરાયા વગર જો પેશન્ટને ઉંધો એટલે કે તેનું પેટ નીચેની તરફ રહે તે રીતે સુવડાવવામાં આવે તો તેનો જીવ બચાવી શકાય છે. અને તેઓ તે પણ કહે છે કે આ ટ્રીક વેન્ટિલેટર કરતાં વધારે લાભપ્રદ છે.

image source

થોડા સમય પહેલાં ન્યૂયોર્કની લોન્ગ આઈલેન્ડ જ્યૂઈશ હોસ્પિટલમાં કામ કરતાં ડો. મંગલા નરસિમ્હનને એક ઇમર્જન્સી કોલ આવ્યો. એક 40 વર્ષથી ઉપરનો પુરુષ કે જે કોવિડ-19થી ગ્રસ્ત હતો તેની સ્થિતિ કથળી રહી હતી, અને તેણીની કલીગ ઇચ્છતી હતી કે તેઓ તરત જ ઇન્ટેન્સિવ કેરના યુનીટમાં આવીને તે પુરુષને લાઇફ સપોર્ટ પર મુકે. ત્યારે તેણીએ પેલા પુરુષની સારવાર કરી રહેલા ડોક્ટરને જણાવ્યું કે તે ત્યાં પહોંચે ત્યાં સુધી તે દર્દીને ઉંધા એટલે કે તેમનું પેટ નીચેની તરફ આવે તે રીતે સુવડાવવામાં આવે કદાચ કંઈક મદદ મળી જાય.

નરસિમ્હનની આ ટ્રીક કામ કરી ગઈ અને પેલા પુરુષને લાઇફ સપોર્ટની જરૂર ન પડી. ડોક્ટરોને જાણવા મળ્યું છે કે કોરોના વાયરસથી જે વ્યક્તિ અત્યંત ખરાબ રીતે પ્રભાવીત છે તેને જો તેના પેટ પર સુવડાવવામાં આવે કે જેને મેડિકલની ભાષામાં પ્રોન પોઝીશનીંગ કહેવાય છે – તે ફેંફસમાં જતાં ઓક્સિજનના પ્રમાણને વધારવામાં મદદ કરે છે.

image source

‘સો ટકા અમે આ ઉપાયથી ઘણા બધા જીવન બચાવી રહ્યા છે,’ ડૉ. નરસિમ્હને જણાવ્યું હતું, તેણી નોર્થવેલ હેલ્થની ક્રીટીકલ કેરની ડીરેક્ટર છે. આ સંસ્થા હેઠળ ન્યૂયોર્કની 23 હોસ્પિટલો આવેલી છે. તેણી આગળ જણાવે છે. ‘આ એક ખૂબ જ સરળ રીત છે, અને અમે તેના કારણે નોંધનીય સુધારો પણ જોયો છે. અને તે દરેકે દરેક દર્દી પર જોઈ શકીએ છીએ.’

‘એકવાર તમે તેને કામ કરતું જોશો, તમે તેને ઓર વધારે કરવા માગશો, અને તમે જોશો કે તે તુરંત જ કામ કરવા લાગે છે,’ આ બાબતને ડો. કાર્થીન હીબર્ટ કે જેઓ મેસેચ્યુસેટ જનરલ હોસ્પિટલમાં મેડિકલ આઈસીયુના ડિરેક્ટર છે તેમણે પણ ટેકો આપ્યો હતો.

સામાન્ય રીતે કોરોના વાયરસથી સંક્રમિત દર્દી ARDS એટલે કે ઓક્યૂટ રેસ્પીરેટરી ડીસ્ટ્રેસ સિન્ડ્રોમના કારણે મૃત્યુ પામે છે. આ જ સિન્ડ્રોમ તેવા પેશન્ટ્સ કે જેમને ઇન્ફ્લુએન્ઝા, ન્યૂમોનિયા વિગેરે હોય તેમના મૃત્યુ માટે પણ જવાબદાર છે.

image source

સાત વર્ષ પહેલાં, ફ્રેન્ચ ડોક્ટરે ન્યૂ ઇન્ગલેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં એક આર્ટિકલ પ્રકાશિત કર્યો હતો, તેમાં જણાવ્યું હતું કે જે પેશન્ટને ARDS હોય તેમના વેન્ટિલેટર્સ પર જીવવાની શક્યતાઓ ઓછી છે તેના કરતાં તેમને તેમના પેટ સોતા સુવડાવવા જોઈએ.

ત્યારથી યુનાઇટેડ સ્ટેટ્સના ડોક્ટર્સ પોતાના વેન્ટિલેટર પર રાખવામાં આવેલા ARDS પેશન્ટને ઉંધા સુવડાવી રહ્યા છે. તેમણે આ ઉપાય કોરોના વાયરસના પેશન્ટ સાથે પણ અજમાવ્યો છે અને તે અસરકારક પણ સાબિત થઈ રહ્યો છે. જ્યારે લોન્ગ આઈલેન્ડના પેશન્ટને ઉંધો સુવડાવવામાં આવ્યો ત્યારે તેનો ઓક્સિજન સેચ્યુરેશન રેટ (ઓક્સિજન સંતૃપ્તિ દર) કે જે લોહીમાં ફરતા ઓક્સિજનનું એક માપ છે, તે 85%થી 98 % સુધી પહોંચી ગયો હતો.
વેન્ટિલેટેડ પેશન્ટ્સને તેમના પેટ પર દિવસના લગભગ 16 કલાક સુવડાવવામાં આવે છે, અને બાકીના કલાક તેમને સીધા સુવડાવવામાં આવે છે જેથી કરીને ડોક્ટરને તેમની આગળની બાજુ મળી રહે અને તેમને સરળતાથી જરૂરી ટ્રીટમેન્ટ આપી શકે.

દર્દીને પેટ પર સુવડાવવાથી ફેફસાને આ લાભ થાય છે

image source

ક્રિકિકલ કેર સ્પેશિયાલિસ્ટનું કહેવું છે કે પેટ પર પેશન્ટને સુવડાવવાથી પેશન્ટને મદદ મળે છે કારણ કે તેનાથી ઓક્સિજન વધારે સરળ રીતે ફેફસા સુધી પોહંચી શકે છે. જ્યારે પીઠ પર સુવામાં આવે એટલે કે સીધા સુવામાં આવે તો ફેફસાના કેટલાક ભાગને શરીરનું વજન દબાવી દે છે. આમ તેમને તેમના પેટ પર સુવડાવીને અને તેમના ફેફસાના તે ભાગને ખુલ્લા મુકીએ છીએ જે પહેલાં ખુલ્લા નહોતા.

કોરોના વાયરસના પેશન્ટને તેમના પેટ પર સુવડાવવાની કેટલીક નકારાત્મક બાબતો પણ છે.

વેન્ટિલેટે પેશન્ટ્સ જ્યારે પેટ પર સુતા હોય છે ત્યારે તેમને આરામ આપતી દવા વધારે આપવી પડે છે, જેનો અર્થ એ થાય કે તેમણે ICU માં વધારે લાંબો સમય રહેવું પડે છે. માસ જનરલ હોસ્પિટલમાં કોરોના વાયરસના લગભઘ ત્રીજા ભાગના પેશન્ટ્સ કે જેઓ વેન્ટિલેટર્સ પર છે તેમને તેમના પેટ પર સુવડાવવામાં આવે છે ખાસ કરીને તેવા દર્દીને કે જે સૌથી વધારે બીમાર હોય અને આ પોઝિશનમાં જેને સૌથી વધારે ફાયદો થતો હોય. બીજી ઘણી બધી હોસ્પિટલ પોતાના કોરોના વાયરસના પેશન્ટ્સ કે જેઓ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં નથી તેમને પેટ પર સુવડાવે છે.

image source

2013ના ફ્રેન્ચ અભ્યાસમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીઓનો જ સમાવેશ થાય છે, માટે તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી કે જેઓ ગંભીર રીતે બીમાર નથી તેવા દર્દી પર સ્ટમક પોઝીશન ખરેખર શું અસર કરે છે.

રશ યુનિવર્સિટિ મેડિકલ સેન્ટરમાં હાલ એ અભ્યાસ ચાલી રહ્યો છે કે જે દર્દીઓ વધારે બીમાર નથી પણ તેમ છતાં જેમને વેન્ટિલેટરની જરૂર પડે છે, પણ એટલા બીમાર છે કે તેમને વધારાનો ઓસ્કિજન ટ્યૂબ દ્વારા તેમના નાકમાં આપવામા આવે છે તેમના પર સ્ટમ પોઝિશનની શું અસર થાય છે.
તેમની ક્લિનીકલ ટ્રાયલમાં દર્દીઓને તેમના પેટ અથવા તો તેમની પીઠ પર સુવા માટે રેન્ડમલી પસંદ કરવામા આવ્યા છે, રશના કાર્ડિયોપલ્મોનરી સાઇન્સીસ ડિપાર્ટમેન્ટના સભ્યએ જણાવે છે કે અમે જોઈશું કે ઉંધા સુવાથી મદદ મળે છે કે નહીં, અને જો મળે છો તો તેમણે કેટલા લાંબા સમય સુધી તે પોઝીશનમાં રહેવું જોઈએ તે પણ જોઈશું.

image source

સમગ્ર દેશમાં તમે દર્દીના કુટુંબીજનો તરફથી અવારનવાર ફરિયાદ સાંભળી હશે કે હોસ્પિટલમાં બેડ નથી મળી રહી. કે પછી હોસ્પિટલમાં વેન્ટિલેટરની ખોટ છે. તો બની શકે કે ભવિષ્યમાં કોરોના પેશન્ટને મજબૂરીના માર્યા પરિવારજનોએ ઘરે જ સારવાર આપવી પડે તો તેવા સંજોગોમાં આ એક ઉપયોગી માહિતી નીવડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત