ડિલિવરી પછી બાળકને હોસ્પિટલથી ઘરે લઇ જાવો ત્યારે ખાસ રાખો આ સાવચેતી, નહિં તો…

ગર્ભાવસ્થા પછી, માતાપિતા અને બાકીના ઘરના લોકો જે રીતે બાળકને આ દુનિયામાં આવવાની રાહ જુએ છે. તે જ રીતે, દરેક લોકો આતુરતાથી પ્રસૂતિ પછી હોસ્પિટલમાંથી બાળકના ઘરે આવે તેની રાહ જોતા હોય છે. ઘણી વખત ઉતાવળના કારણે અથવા પ્રથમ વખત માતાપિતા બનવા પછી શું કરવું તે જ્ઞાનના અભાવને કારણે, તેઓ ભૂલી જાય છે કે બાળકને હોસ્પિટલમાંથી ઘરે લઈ ગયા પછી, ઘણી મહત્વપૂર્ણ બાબતોની જાણકારી હોવી જરૂરી છે. જોકે મોટાભાગના લોકો શિશુ અને સગર્ભા સ્ત્રી માટે જરૂરી ચીજો અગાઉથી જ ભેગી કરી દે છે, પરંતુ જો આ વ્યવસ્થા પહેલાં કોઈ કારણોસર ન થઈ હોય, તો બાળકને હોસ્પિટલમાંથી ઘરે લઈ જતા પહેલા આ તૈયારીઓ કરવી જ જોઇએ. જેથી બાળકને કોઈ પણ જાતની તકલીફ ન થાય. તો ચાલો અમે તમને જણાવીએ કે કોરોના સમય દરમિયાન માતા અને બાળકને હોસ્પિટલથી ઘરે લઈ જવા દરમિયાન કઈ બાબતોની વિશેષ કાળજી લેવી જરૂરી છે.

રૂમ અને પલંગની સફાઇ

image source

ડિલિવરી પછી, બાળકને હોસ્પિટલમાંથી ઘરે લઈ જતા પહેલાં, બાળકને જે રૂમમાં રાખવાનો છે તે રૂમમાં દરેક ચીજોની સાફ-સફાઈ કરો. રૂમને સ્વચ્છ કરવું જરૂરી છે જેથી બાળકને કોઈપણ પ્રકારનો ચેપ ન લાગે. ઉપરાંત, જે પલંગ પર બાળક રાખવાના છો, તે પલંગને સાફ અને સ્વચ્છ કરો. રૂમમાં બાકીની વસ્તુઓ અને પડધા સાફ કરવું પણ મહત્વપૂર્ણ છે.

આરામદાયક કપડાં અને પથારી

image source

તમારે બાળકને સુતરાઉ અને આરામદાયક કપડાં, સાથે નરમ પથારીની પણ વ્યવસ્થા કરવી પડશે. જેથી તેને પછીથી કોઈ તકલીફ ન પડે. બાળક માટે, આરામદાયક સુતરાઉ કપડાની ઘણી જોડી અને નરમ પલંગ તૈયાર કરો જેથી તેને કોઈપણ જગ્યા પે રાખવાના બદલે તે ખાસ પલંગ પર બેસાડી શકાય. ઉનાળા દરમિયાન તેને ઢાંકવા માટે એક ચાદર રાખો અને જો શિયાળો અથવા ચોમાસુ છે, તો ખાસ બ્લેન્કેટ રાખો અને તેને સમય-સમય પર ધોતા રહો. જો તમે તમારા બાળકને પારણામાં રાખો છો, તો એ પારણું સાફ રાખો. જયારે તમે તમારા બાળકને પારણામાં રાખો તે પેહલા એક વાર પારણામાં જોઈ લો કે તેમાં કોઈ કીડી અથવા મકોડા જેવા જંતુ તો નથી ને અને ત્યારબાદ પારણાંને સાફ કરીને બાળકને તેમાં સુવડાવો.

બાળકની આવશ્યકતાઓ

image source

નવજાત બાળકની ત્વચા ખૂબ સંવેદનશીલ હોય છે. કોઈ પણ પ્રકારના ચેપને રોકવા માટે, સોફ્ટ ટુવાલ, બેબી સાબુ, બેબી મસાજ ઓઇલ, બેબી લોશન, બેબી પાવડર, ફીડિંગ બોટલને સાફ સ્થળે એકઠી કરવી જરૂરી છે. જેથી તમારે જરૂરિયાત સમયે અહીં અને ત્યાં શોધખોળ ન કરવી પડે. બાળકને મચ્છરથી બચાવવા માટે મચ્છર જાળીની વ્યવસ્થા રાખવી પણ જરૂરી છે. જો ડોક્ટર દ્વારા શિશુ માટે કોઈ દવા સૂચવવામાં આવે છે, તો તે દવાઓ ઘરમાં રાખવી પણ જરૂરી છે.

માતાની આવશ્યકતા

image source

સગર્ભા સ્ત્રીને તેના બાળક માટે કેટલીક સહાયક સામગ્રીની જરૂર હોય છે. તમારે આ ચીજો પણ અગાઉથી તૈયાર કરીને ઘરમાં રાખવી જોઈએ. માતાને જે વસ્તુઓની જરૂર હોય તેમાં ફીડિંગ ગાઉન, ફીડિંગ બ્રા અને બ્રેસ્ટ પમ્પ જેવી ચીજોનો સમાવેશ થાય છે. જો માતાને કોઈ દવા ખાવાની સલાહ આપવામાં આવી છે, તો તરત જ એ દવાઓ લઈને ઘરમાં રાખો. જેથી જરૂરિયાત મુજબ માતા આ દવાનું સેવન કરી શકે.

માસ્ક અને સેનિટાઇઝર

image source

અત્યારે ચાલતા કોરોના સમયગાળા દરમિયાન માસ્ક અને સેનિટાઇઝર ઘરમાં રાખવા ખુબ જ જરૂરી છે. તેથી અગાઉથી કેટલાક માસ્ક અને સેનિટાઇઝર ઘરમાં રાખી દો. જેથી બાળકને સ્પર્શ કરતા પહેલા માતા અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દર વખતે તેમના હાથને સ્વચ્છ કરી શકે. આ સાથે, કેટલાક માસ્ક પણ રાખવા જોઈએ જેથી માતા માસ્કનો ઉપયોગ બાળકને ફીડિંગ કરાવી શકે. આ સાથે, જે લોકો બાળકને રમાડે છે અથવા બાળકની કાળજી લે છે, એ લોકોએ પણ વારંવાર હાથ સાફ કરવા જોઈએ અને બાળકના રૂમમાં જતા પેહલા માસ્ક લગાવવું જોઈએ. તમે હાથ ધોવા માટે ક્યારેક સેનિટાઇઝરનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે માત્ર હેન્ડ-વોશ અથવા પાણીથી જ હાથ સાફ કરો. કારણ કે સેનિટાઇઝરનો વધુ પડતો ઉપયોગ તમારા હાથ અને બાળકની ત્વચા ખરાબ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત