પેટમાં વારંવાર થાય છે ગેસની તકલીફ? તો જાણી લો એના લક્ષણો અને ધરેલુ ઉપચારો વિશે

આજકાલ નાની ઉંમરથી લઈને યુવાન અને વૃદ્ધ સુધીના દરેક ઉંમરના લોકોને ગેસની સમસ્યા કોઈને કોઈ તબક્કે જરૂર પરેશાન કરતી રહે છે. પેટમાં ગેસ બનવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે જેમકે વધારે પડતું ખાઈ લેવું, વધારે સમય ભુખ્યા રહેવું, તીખું કે ચટપટુ કે વધારે મસાલાવાળુ ખાવું કે પછી એવુ ભોજન ખાવું જે પચવામાં મુશ્કેલ હોય તેમજ વાસી ભોજન, ઉપરાંત મદ્યપાન તેમજ કેટલીક બિમારીઓની દવા વિગેરેથી પણ ગેસની સમસ્યા રહે છે. તો આજે અમે તમને જણાવીશું કે કઈ કઈ આદતોથી તમને ગેસની સમસ્યા રહી શકે છે.

ઉતાવળે ઉતાવળે ભોજન કરવું

image soucre

જે લોક ખુબ જ જલદી ખાવાનું ખાય છે તેઓ સામાન્ય રીતે ભોજનને દાત દ્વારા યોગ્ય રીતે ચાવતા નથી અને તે ભોજન જ્યારે પેટમાં પહોંચે છે ત્યારે પચવામાં વધારે સમય લાગે છે અને તેનાથી પેટમાં ગેસ ઉત્પન્ન થાય છે.

સ્મોકિંગ કરવું

image soucre

સ્મોકિંગ કરવાથી પણ વ્યક્તિને ઇન્ટરનલ ફંક્શનની સાથે તેવી જ સ્થિતિ ઉભી થાય છે જે ચ્યુંગમ ચાવવા દરમિયાન થાય છે. સ્મોકિંગ દરમિયાન આપણા શરીરમાં વધારાની હવા જતી રહે છે જે ત્યાં સુધી સંઘરાયેલી રહે છે જ્યાં સુધી શરીરની બહાર નથી નીકળતી.

વિવિધ દવાઓની એલર્જી

કેટલીક ખાસ દવાઓ ખાવાથી મોઢામાં ડ્રાઈનેસ જેવી સમસ્યા રહે છે અને આ કારણે મોઢામાંથી સ્મેલ આવે છે અને પેટમાં ગેસની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. તમારે જોવાનું રહેશે કે છેવટે કઈ દવાઓના કારણે તમને આ સમસ્યા રહે છે.

ચ્યુંગમ ચાવવી

image source

જે લોકો આખો દિવસ ચ્યુંગમ ચાવતા રહે છે તેમને પણ આખો સમય પેટમાં ગેસ બનવાની ફીલીંગ થતી હોય છે આ દરમિયાન વ્યક્તિ જરૂર કરતાં વધારે પ્રમાણમાં પોતાના શરીરમાં હવા જવા દે છે અને આ હવા પેટમાં ગયા બાદ બ્લોટિંગનું કારણ બને છે.

ગેસ ઉત્પન્ન કરતો ખોરાક ખાવાથી

ગેસ તમને વિવિધ ખોરાક ખાવાથી પણ થાય છે. નીચે જણાવેલા ખાદ્ય પદાર્થોથી પણ કેટલીક વ્યક્તિને ગેસની સમસ્યા ઉભી થાય છે, જો કે તે જરૂરી નથી કે તે જ ખોરાક ખાવાથી બીજાને પણ ગેસ થાય. આ ખોરાકમાં રાજમા, મસૂર, શાકભાજી જેમ કે, કોબી, ફ્લાવર, બ્રોકોલી, કેટલાક પાંદડાવાળા શાકભાજી. લેક્ટોઝ યુક્ત ડેરી પ્રોડક્ટ, ફ્રુક્ટોઝ ફળમાં બનાવવામાં આવી એક પ્રકારની ખાંડ જેના પીણાથી પણ ગેસ ઉત્પન્ન થાય છે. આ ઉપરાં સોર્બિટોલ એટલે કે કેટલીક ખાંડ વગરની કેંડી કે ચ્યુંગમ વિગેરેમાં નાખવામાં આવતા મીઠા પદાર્થથી પણ ગેસ થાય છે.

આ નુસખાઓ અજમાવી તમે ગેસની સમસ્યા દૂર કરી શકો છો.

જો તમને ગેસની સમસ્યા હોય તો તમારે રોજ ખાલી પેટે એક ચમચી બેકિંગ સોડામાં લીંબુનો રસ મિક્સ કરીને પીવું જોઈએ. તેને પીતા જ તમારી ગેસની સમસ્યામાંથી થોડી જ વારમાં છૂટકારો મળી જશે.

image soucre

હીંગ તમારા ભોજનનો સ્વાદ તો વધારે જ છે પણ સાથે સાથે તે તમારી ગેસની સમસ્યામા પણ તમને લાભ પોહંચાડે છે. તમારે એક ગ્લાસ ગરમ પાણીમા હિંગ મિક્સ કરીને પી જવી. તેનાથી તમારી ગેસની સમસ્યા દૂર થઈ જશે. દિવસમાં લગભગ બે ત્રણ વાર હીંગવાળુ પાણી પીવું જોઈએ.

image source

કાળા મળી પણ ગેસની સમસ્યાને દૂર કરે છે. કાળા મરીનુ સેવન તમને માત્ર ગેસની સમસ્યાથી જ રાહત નહીં અપાવે પણ તમારું પાચન પણ સુધારશે. પેટમાં ગેસ થાય ત્યારે તમારે દૂધમા કાળા મરી મિક્સ કરીને પી જવા.

image source

તજનું સેવન પણ ગેસની સમસ્યા દૂર કરે છે. તમારી ગેસની સમસ્યામાં તજને પાણીમાં ઉકાળીને તેને ઠંડુ કર્યા બાદ તેનુ સેવન કરવું. રોજ સવારે ખાલી પેટે તમારે આ પાણીનું સેવન કરવું. જો તમને તેનો સ્વાદ પસંદ ન આવે તો તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો.

image soucre

લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભપ્રદ માનવામાં આવે છે. તેવી જ રીતે ગેસની સમસ્યામાં લસણ ખાવાથી પણ લાભ થાય છે. જ્યારે તમારા પેટમાં ગેસ થાય તો તે સમયે લસણને જીરા, તેમજ આખા ધાણા સાથે ઉકાળી લેવું. હવે રોજ તમારે દિવસમાં બે વાર આ પાણીનું સેવન કરવું તેનાથી તમારી ગેસની સમસ્યા દૂર થઈ જશે.

છાશમાં કાળુ મીઠુ એટલે કે સંચળ અને અજમા મિક્સ કરીને પીવાથી તમારી ગેસની સમસ્યા દૂર થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત