કિડની ખરાબ થવા પાછળ આ લક્ષણો છે જવાબદાર, બચવા માટે તરત કરી લો આ ઉપાય

કિડની એ આપણાં શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે. તે આપણાં શરીરનો કચરો યૂરિન વાટે બહાર કાઢવાનું કામ કરે છે. તો ચાલો આજે આપણે આ લેખમાં જાણીએ કે કિડની એકદમ સ્વસ્થ હોવાના લક્ષણ અને કિડનીના રોગોથી બચવાના કેટલાક ઉપાયો.

image source

કીડની આપણા શરીરનું મહત્વનું અંગ છે. તેથી તેને સ્વસ્થ રાખવું ખુબ જરૂરી છે. ઉપરાંત કિડની શરીરમાં ખૂબ જ મહત્વનાં કામ કરે છે. તે લોહીનું શુદ્ધિકરણ કરવામાં, શરીરમાં ખનિજ ક્ષારોનું નિયમન કરવામાં, શરીરમાં પ્રવાહીની માત્રાનું નિયમન કરવામાં, લોહીમાં રહેલાં રક્તકણોના ઉત્પાદનમાં પણ કિડની ખુબ મદદ કરે છે. પણ આજકાલ બધી જગ્યા પર કિડનીના રોગો ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે.

image source

મોટાભાગના લોકોને તેમની કિડની ડેમેજ થઈ રહી છે, એની ખબર પણ આપણને ખૂબ મોડી પડે છે. આવું ન થાય એ માટે અમુક પ્રાથમિક લક્ષણો વિશે પહેલાં જ જાણી લેવું આપણા માટે ખુબ જરૂરી છે. તમે જાતે જ શરીરમાં થતાં કેટલાક ફેરફારને ઓળખીને તમને કિડનીની સમસ્યા થવાની શક્યતા કેટલી છે તે જાણી શકો છો.

પેશાબ વધુ થવો એ સ્વસ્થ કિડનીની નિશાની છે :

image source

સામાન્ય રીતે ઘણાં લોકો વધુ પાણી પીવે છે, તેમ છતાં યૂરિન બરાબર આવતું નથી અથવા ઓછાં પ્રમાણમાં આવે છે. જે કિડનીમાં કોઈ પ્રોબ્લેમ હોવાનો સંકેત હોઈ શકે છે. તમારે એ વાત પર ધ્યાન આપવું કે તમે દિવસમાં કેટલી વાર પેશાબ માટે જાઓ છો. જો તમે સાથ થી આઠ વાર યૂરિન માટે જાઓ અને તમારા પેશાબનો રંગ પાણીની જેમ સાફ છે તો એનો મતલબ એ છે કે તમારી કિડની સ્વસ્થ છે.

કિડનીના રોગથી બચવાના ઉપાય :

image source

પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું. રોજ દસ થી બાર ગ્લાસ પાણી પીવું. મીઠું ઓછું ખાવું. બ્લડશુગરને કાબૂમાં રાખવું. બ્લડપ્રેશર નિયમિત ચેક કરવું અને જરૂર પ્રમાણે દવા લઈને કાબૂમાં રાખવું. પૌષ્ટિક આહાર લેવો તથા તમારા વજનને કાબૂમાં રાખો. નિયમિત કસરત કરવી. પેઇનકિલરનો ઉપયોગ ડૉક્ટરની સલાહ પ્રમાણે જ કરવો. ધૂમ્રપાન, તમાકુનું સેવન ના કરવુ. તમારી કિડનીની તપાસ કરાવો.

image source

નિયમિત કસરત કરવી, શરીર તંદુરસ્ત રાખવું. નિયમિત કસરત કરવાથી અને કાર્યરત જીવનશૈલી અપનાવવાથી લોહીનું દબાણ અને લોહીમાં શુગરનું પ્રમાણ સામાન્ય રહે છે. નિયમિત કસરતથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશર થવાના જોખમને પણ ઘટાડી શકાય છે.

image source

એક જ કિડની ધરાવતી વ્યક્તિઓ પણ સંપૂર્ણ સામાન્ય જીવન જીવી શકે છે. પરંતુ તેઓએ અમુક કાળજી રાખવી હિતાવહ છે. આવી વ્યક્તિઓએ પાણી વધારે પીવું જોઈએ, પેશાબ કે અન્ય ચેપની વહેલી યોગ્ય સારવાર કરાવવી અને નિયમિત રીતે ડૉક્ટરને બતાવવું અત્યંત જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત