કોઇ પણ જાતની દવા વગર ખાલી 2 જ દિવસમાં કપાસીને કરી દો દુર, જાણી લો આ અસરકારક ઉપાય વિશે…

મિત્રો, પગમા ઇજા થવી એ ખુબ જ સામાન્ય વાત છે. જ્યારે પણ પગની ત્વચા એકદમ કઠોર બની જાય છે ત્યારે તે જગ્યાએ કપાસી થવા લાગે છે. જ્યારે પણ આ સમસ્યા થાય છે ત્યારે ચાલવામા ખૂબ જ વધારે સમસ્યા થવા લાગે છે. આ સમસ્યાના કારણે તમને ચંપલ પહેરવા ખુબ જ મુશ્કેલ થઇ જાય છે.

image source

આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે પણ લોકો અમુક પ્રકારની કેમિકલયુક્ત વસ્તુઓનો ઉપયોગ કરે છે. આ કેમિકલયુક્ત વસ્તુથી કોઇ જ ફરક પડતો નથી. આ વસ્તુઓના કારણે સમસ્યા ઓછી થવાની જગ્યાએ ખુબ જ વધી જાય છે. એવામા આજે અમે તમને અમુક એવી ઘરેલુ વસ્તુના ઉપયોગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે તમને કપાસીની સમસ્યાથી રાહત અપાવી શકે છે.

આ ઘરેલુ ઉપચાર છે લસૂન. તેમા પુષ્કળ માત્રામા એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-બેકટેરિયલ અને ફંગલ સંક્રમણ સામે લડવાના ગુણ સમાવિષ્ટ છે. આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે સૌથી પહેલા તમે લસણની કળીને યોગ્ય રીતે શેકી લો અને ત્યારબાદ તેમા લવિંગ મિક્સ કરીને તેનો પાવડર તૈયાર કરી લો અને તેને પગ પર લગાવીને પટ્ટી બાંધી દો અને તેને આખી રાત માટે રહેવા દો.

image source

આ સિવાય પપૈયુ પણ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમા સમાવિષ્ટ આ એન્જાઇમ તમારી ત્વચાના ડેડ સેલ્સને બહાર નીકળવામા સહાયરૂપ સાબિત થઇ શકે છે. આ કપાસીની સમસ્યાથી રાહત મેળવવા માટે કાચા પપૈયાનો ઉપયોગ કરો. તેને ક્રશ કરી તેનો રસ તૈયાર કરી તેમા તમે રૂ ડૂબાડીને તેને કપાસી પર લગાવી લો અને ત્યારબાદ તેના પર પટ્ટી બાંધી લો અને તેને આખી રાત લગાવી રાખી મૂકો. આ ઉપાયો અજમાવવાથી તમને થોડાક દિવસમા જ રાહત મળી જશે.

image source

આ સમસ્યાનુ નિદાન કરવા માટે મુલેઠીથી શ્રેષ્ઠ કોઇ જ ઔષધી નથી. જો તમે એક ચમચી મુલેઠીમા સરસીયાનુ ઓઈલ મિક્સ કરી અને તેને કપાસી પર લગાવો તો તમને રાહત મળી શકે છે. આ પેસ્ટને રાત્રે સૂતા પહેલા કપાસી પર લગાવીને પટ્ટી બાંધવામા આવે તો પણ લાભદાયી સાબિત થાય છે.

image source

આ સિવાય જો તમે કપાસી પર એક ભાગ સફેદ વિનેગર અને ૧/૩ ભાગનુ પાણીનું દ્રાવણ લગાવો અને ત્યારબાદ તે જગ્યા પર પાટો બાંધીને આખી રાત માટે રાખો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. ત્યારબાદ બીજા દિવસે કપાસી પર નાળિયેર અથવા ઓલિવ ઓઈલ લગાવો. એકવાર આ ઉપચાર અજમાવો તમને આ સમસ્યામાંથી અવશ્ય રાહત મળશે.

image source

આ સિવાય લીંબુનો ઉપયોગ પણ પગની કપાસીની સમસ્યા થી રાહત મેળવવા માટે લાભદાયી સાબિત થાય છે. આ માટે સૂતા પહેલા એક લીંબુનો ટુકડો લો. ત્યારબાદ તેને કપાસીવાળા ભાગમા લગાવો અને તે જગ્યાએ પાટો બાંધો. ત્યારબાદ તેને આખી રાત માટે લગાવીને છોડી દો, તમને અવશ્યપણે રાહત મળશે.

image source

આ સિવાય એક ટબમા ગરમ પાણી અને સિંધવ નમક ઉમેરો અને તેને ૧૦-૧૫ મિનિટ માટે પલાળી રાખો. ત્યારબાદ તમારા પગને પાણીથી ધોવા અને ટુવાલથી સાફ કરવા. ત્યારબાદ તેના પર કોકોનટ ઓઈલ અથવા તો મોઇશ્ચરાઇઝર લગાવો. દર અઠવાડિયે કમ સે કમ ૨-૩ વાર આ કરો. તમને ફરક જરૂર જણાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત