લીમડાના પાણીથી માંડીને પેસ્ટ સુધીની તમામ વસ્તુઓ છે તમારા સ્વાસ્થ્ય માટે ગુણકારી, વાંચો આ લેખ અને જાણો તમે પણ…

મિત્રો, વાળમા ખોળાની સમસ્યા થવી એ એકદમ સામાન્ય છે અને તેનાથી છુટકારો મેળવવો પણ ખૂબ જ સરળ છે. આપણે લોકો લીમડાનો ઉપયોગ મુખ્યત્વે શાકના વઘારમા કરતા હોઈએ છીએ પરંતુ, શું તમને ખ્યાલ છે કે, તે વાળમા ખોળાની સમસ્યાને દૂર કરવા માટે પણ એક અસરકારક ઉપચાર છે કારણકે, કોઈપણ વ્યક્તિ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. લીમડાની ઉપયોગની રીત એકદમ સરળ છે.

image soucre

કોઈપણ આયુર્વેદિક ઔષધમા લીમડો એ એક ખુબ જ અગત્યનો ઘટક સાબિત થાય છે. તેનો ઉપયોગ લોકો લાંબા સમયથી કરતા આવે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ સમસ્યાઓ, ત્વચા સાથે સંકળાયેલ સમસ્યાઓ અને વાળ સાથે સંકળાયેલ સમસ્યાઓની સારવાર માટે કરવામા આવે છે. લીમડાના પાન સાથે અનેકવિધ પ્રકારના ફાયદા પણ છુપાયેલા છે.

image soucre

પરંતુ, ઘણા લોકો પાસે યોગ્ય માહિતી ના હોવાના કારણે તે આ લીમડાના ઝાડના પાંદડાઓનો સંપૂર્ણપણે ઉપયોગ કરતા નથી. લીમડાના પાંદડામાંથી તૈયાર કરેલી પેસ્ટ પણ આપણા આરોગ્ય અને શરીર માટે ખુબ જ લાભકારક છે.

તમે એક પાત્રમા પાણી લઈને ત્યારબાદ તેમા લીમડાના પાનને ઉમેરીને પાણી જ્યા સુધી લીલુ થાય ત્યા સુધી ઉકાળો. ત્યારબાદ તમારા વાળને શેમ્પૂથી ધોઈ લો. ત્યારબાદ તમારા શેમ્પૂવાળા વાળને આ નવશેકા પાણીથી ધોઈ લો.

image soucre

આયુર્વેદિક નિષ્ણાતોની એવી માન્યતા છે કે, આ પાણીથી વાળ ધોવાથી વાળમા ખોળાનું પ્રમાણ ઘટી જશે. આ માટે તમારે ૩૫-૪૦ લીમડાના પાન અને એક લીટર જેટલા પાણીની જરૂર પડશે. આ માટે સૌથી પહેલા તમારે પાણી ઉકાળવુ પડશે. ત્યારબાદ લીમડાના પાનને પાણીમા ઉમેરો અને આખી રાત માટે છોડી દો. ત્યારબાદ વહેલી સવારે આ પાણીથી તમારા વાળને ધોઈ લો.

image soucre

લીમડામા ભરપૂર માત્રામા જીવાણુનાશક અને એન્ટિફંગલ ગુણધર્મો સમાવિષ્ટ હોય છે. માટે જો તમે આ પ્રયોગને તમારી રૂટીન લાઈફમા અજમાવો તો તમને ફરક અવશ્યપણે જોવા મળશે તો એકવાર આ ઉપાય જરૂર અજ્માવજો.

image soucre

આ સિવાય પણ અન્ય એક ઉપાય છે જેની મદદથી તમે તમારા માથામા થતી ખોળાની સમસ્યાથી મુક્તિ મળેવી શકો છો. આ માટે તમારે એક કપ કોકોનટ ઓઈલ, ૧૦ લીમડાના પાન, એક ચમચી લીંબુનો રસ અને બે ચમચી એરંડાનું ઓઈલની જરૂર પડશે.

image soucre

ત્યારબાદ સૌથી પહેલા તમે કોકોનટ ઓઈલ ગરમ કરો ત્યારબાદ તેમાં તમે લીમડાના પાન ઉમેરો. આ લીમડાના પાન ૧૦-૧૫ મિનિટમા ઉકલી જાય એટલે ત્યારપછી ગેસને બંધ કરી દો. ઓઈલ ઠંડુ થાય એટલે તેમા તમે એરંડાનું ઓઈલ અને લીંબુનો રસ ઉમેરી શકો છો. આ મિશ્રણની તમે એક બોટલ ભરી લો અને અઠવાડિયામા કમ સે કમ બે વાર લગાવો. આ મિશ્રણ વાળ ધોવાના એક કલાક પહેલા લગાવો. આ ઉપચાર પણ વાળના ખોળાની સમસ્યાના નિદાન માટે લાભદાયક સાબિત થશે તો એકવાર અવશ્ય અજમાવજો, ધન્યવાદ!