આ હેર પેક્સની મદદથી તમારા ટૂંકા વાળને કરી દો લાંબા

શું તમારા ટૂંકા વાળ તમારા લૂકને ખરાબ કરે છે ? તો જાણો ઝડપથી વાળ લાંબા કરવા માટેના ખાસ હોમમેડ હેર પેક્સ વિષે.

વાળને ખરતા કેવી રીતે અટકાવવા, વાળને જલદી લાંબા કેવી રીતે કરવા, વાળને ઘેરા બનાવવા માટેના ઘરેલુ નુસખા, વાળને સિલ્કી કેવી રીતે બનાવવા, વાળને સીધા કેવી રીતે રાખવા વાળને સફેદમાંથી કાળા કેવી રીતે કરવા. જો તમને પણ આજ બધા પ્રશ્નો સતાવી રહ્યા હોય તો એ સ્પષ્ટ છે કે તમે એક સાથે વાળની વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો. પણ જ્યારે સમસ્યા છે તો તેનો ઉપાય પણ હોય જ છે. વાળની સંભાળ અને તેને ઘેરા અને લાંબા બનાવવા માટે તમે ઘણા પ્રકારના ઘરેલુ નુસખા તેમજ ઉપાયો અજમાવી શકો છો.

image source

હેર એક્સપર્ટ દ્વારા બતાવવામા આવેલા હેરપેક્સની અમે આ લેખમાં વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા વાળને લગતી લગભગ બધી જ સમસ્યા દૂર કરવામાં તમારી મદદ કરશે. સૌ પ્રથમ તો એ જાણી લઈએ કે વાળ પર હેરપેક લગાવવાથી શું લાભ થાય છે.

વાળના પેક્સ માત્ર વાળના સ્વાસ્થ્યનું જ ધ્યાન નથી રાખતા, પણ વાળને લગતી ઘણી બધી સમસ્યાઓથી પણ બચાવે છે. ઘરે સરળતાથી મળનારી ઘણી બધી વસ્તુઓમાંથી એક સારો હેલ્ધી હેરપેક બનાવી શકાય છે. વાળની સંભાળ રાખવા માટેનો આ સૌથી સરળ ઉપાય છે. વાળ પર પેક લગાવ્યા બાદ પ્લાસ્ટિક કે પછી શાવર કેપ લગાવીને રાખવું સારુ રહે છે. તેનાથી હેર પેક તમારા વાળના મૂળિયા સુધી પહોંચે છે. ચાલો જાણીએ વિવિધ હેરપેક વિષે

રુક્ષ વાળ માટે આ હેર પેકનો ઉપયોગ કરો

image source

રુક્ષ વાળ માટે કેળાનો માવો ઉત્તમ સાબિત થાય છે. તેના માટે તમારે કેળાના માવાને તમારા વાળમાં લગાવવાનો હોય છે. તે તમારા રુક્ષ વાળને પોષણ આપે છે સાથે સાથે તેને ચમકદાર પણ બનાવે છે. અને જો તમને સીધા વાળ ગમતા હોય તો કેટલાક અંશે તમારા વાળને પણ કેળાનો હેરપેક સીધા પણ કરે છે. માત્ર તેટલું જ નહીં પણ તમારા નિસ્તેજ વાળને તે ચમકીલા પણ બનાવે છે. કેળાના માવામા હાજર વિટામિન બી તેમજ સી પોટેશિયમના સારા સ્રોત હોય છે જે તમારા વાળને પોષણ આપે છે.

image source

કેળાનો હેરપેક બનાવવા માટે તમારે બે કેળા લેવા તેને બરાબર મેશ કરી લેવા તેમાં એક ઇંડાનો યોક ઉમેરવો અને બે ચમચી લીંબુનો રસ ઉમેરવો તમારો હેરપેક તૈયાર થઈ ગયો. જો તમે ઇંડુ વાપરવા ન માગતા હોવ તો તેને અવોઈડ કરી શકો છો. હવે આ પેકને માથામાં લગાવ્યા બાદ તેને 20-30 મિનિટ સુધી તેમ જ રાખી લેવું ત્યાર બાદ વાળ ધોઈ લેવા.

ઠંડક માટે મુલ્તાની માટીનો હેરપેક

image source

મુલતાની માટીનો ઉપયોગ સામાન્ય રીતે ચહેરા પર કરવામા આવે છે. પણ તે વાળ માટે પણ ઉત્તમ છે. ચોમાસામાં મુલ્તાની માટી સૌથી વધારે લાભપ્રદ માનવામાં આવે છે. સૌથી પહેલાં તમારે તમારા વાળને પાણીથી પલાળી લેવા જોઈએ. ત્યાર બાદ મુલતાની માટીમાં ગુલાબજળ મિક્સ કરીને તેની એક ઘાટી પેસ્ટ બનાવી લેવી. હવે આ તૈયાર થયેલી પેસ્ટને તમારે તમારા વાળના મૂળિયામાં અને ત્યાર બાદ બધા જ વાળ પર લગાવી લેવી. તેને તેમ જ એક કલાક સુધી રાખવું અને ત્યાર બાદ સ્વચ્છ પાણીથી તમારે વાળ ધોઈ લેવા અને વાળને હળવા હાથે લૂછી લેવા.

ખોડાની સમસ્યાથી મુક્તિ મેળવવા આ પેકનો ઉપયોગ કરો

image source

ઘણા બધા લોકોને ખોડાની સમસ્યા રહેતી હોય છે અને તે વારંવાર પાછો પણ આવતો રહેતો હશે. જો તમને પણ આ સમસ્યા રહેતી હોય તો તમારે મેથીના દાણાનો ઉપયોગ કરવો જોઈએ. મેથીના દાણા વાળમાં થયેલા સંક્રમણ તેમજ ખોડાથી વાળને બચાવે છે. તેના માટે તમારે બે ચમચી મેથીના દાણા રાત્રે પલાળી લેવા. સવારે ઉઠીને તેને વાટી લેવા અને તેની સ્મૂધ પેસ્ટ બનાવી લેવી. તેમાં તમારે ઓલીવ ઓઇલ ઉમેરવું અને એક લીંબુનો રસ ઉમેરી લેવો. હવે આ તૈયાર થયેલા પેકને તમારે વાળમાં લગાવી લેવો અને તેને તેમ જ અરધા પોણા કલાક સુધી રાખવો ત્યાર બાદ વાળ ધોઈ લેવા.

વાળને અલ્ટ્રા શાઇની બનાવવા માટે

image source

જો તમે તમારા વાળના નિસ્તેજપણાથી કંટાળી ગયા હોવ તો ચિંતા ન કરો. ઇંડા અને દીવેલનો આ હેરપેક તમારા વાળને એક અનેરી ચમક આપશે. તેના માટે તમારે એક ઇંડુ લેવું અને તેમાં એક ચમચી દીવેલ ઉમેરી દેવું અને તેમાં એક લીંબુનો રસ પણ ઉમેરી દેવો. સાથે સાથે તમે તેમાં એલોવેરા જેલ અથવા જ્યૂસ પણ નાખી શકો છો. હવે આ બધી જ સામગ્રીને તમારે બરાબર મિક્સ કરી લેવી. અને તેને વાળ પર બરાબર લગાવી લેવી. તેને તેમજ એક કલાક માટે રાખવું અને તેને શાવર કેપથી ઢાંકી લેવું. ત્યાર બાદ વાળ ધોઈ લેવા. તમને તરત જ તેની અસર તમારા વાળ પર જોવા મળશે.

વાળને ખરતા અટકાવવા માટેનો રામબાણ ઉપાય

image source

નાળિયેરનું દૂધ વાળને ખૂબ પોષણ આપે છે અને તે વાળમાં અનેરી ચમક પણ લાવે છે. તેમાં હાજર પ્રોટીન વાળને ખરતા અટકાવે છે અને તેને ઘેરા બનાવવામાં મદદ કરે છે. તેનું દૂધની ચરબી, આયરન અને મેંગેનીઝ વાળનો ગ્રોથ વધારે છે સાથે સાથે વાળને સ્વસ્થ પણ બનાવે છે.

image source

નાળિયેરનો હેરપેક તૈયાર કરવા માટે તમારે એક કપ નાળિયેરનું દૂધ, 1 ચમચી મીઠા લીમડાના પાનનો પાઉડર અને 2 ચમચી સંતરાનો જ્યૂસ જોઈશે. આ ત્રણે સામગ્રીને મિક્સ કરી તેની એક પેસ્ટ તૈયાર કરી લેવી. મીઠા લીમડાના પાનમાં બીટા કેરોટીન અને પ્રોટીનનો પુષ્કળ સ્રોત હોય છે જે તમારા વાળના ગ્રોથ માટે ખૂબ જ લાભપ્રદ છે. હવે તૈયાર થયેલી પેસ્ટને તમારે તમારા વાળમાં લગાવી લેવી અને તેને તેમજ એક કલાક રાખ્યા બાદ વાળ ધોઈ લેવા.

વાળને આ રીતે કરો સ્વચ્છ

image source

વાળને સ્વચ્છ કરવા માટે તેમજ તેમાં એક અલગ જ નિખાર લાવવા માટે પપૈયું તમને ખૂબ જ લાભ આપશે. પપૈયામાં પાપેન નામનું એન્ઝાઈમ હોય છે જે માથાની ત્વચાના મૃત કોષોને તોડે છે. તે વાળના મૂળિયાને પોષણ આપવાનું કામ કરે છે. મૂળિયાની સફાઈ માટે પપૈયાનો માવો એક લાભપ્રદ ઔષધી છે.

image source

પપૈયાનો હેર પેક બનાવવા માટે તમારે અરધી વાટકી પૈયાનો માવો, ત્રણ ચમચી ચણાનો લોટ, ઇંડાનો સફેદ ભાગ અને ચાર ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરી લેવી. તમે ઇંડા ન વાપરતા હોવ તો તેને સ્કિપ કરી શકો છો. હવે તૈયાર થેયલા હેર પેકને તમારે તમારા વાળના મૂળિયામાં લગાવી લેવું ત્યાર બાદ બધા જ વાળ પર લગાવી લેવું. તેને તેમ જ અરધો-પોણો કલાક રાખીને ધોઈ લેવા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત