ચપટીમાં દૂર થશે માથાનો દુઃખાવો, જો ટ્રાય કરશો આ 10માંથી કોઇ 1 ચીજ

દિવસભરના કામ બાદ સ્ટ્રેસ, થાક અને નબળાઇના કારણે માથાનો દુઃખાવો થવા લાગે છે. એવામાં આપણે પેનકિલર્સ યૂઝ કરી લેતા હોઇએ છીએ. તેને લાંબા સમય સુધી લેવાથી અનેક સાઇડ ઇફેક્ટ્સ પણ થવા લાગે છે. જો આ સમયે દવાને બદલે કેટલાક ઘરેલૂ ઉપાયો અજમાવી લેવાથી દવાની સાઇડ ઇફેક્ટ્સને પણ ઓછી કરી શકાય છે.

જાણો માથાના દુઃખાવાને દૂર કરવાના ઘરેલૂ ઉપાયો….

લસણનો રસ

image source

લસણની 7-8 કળીઓને અડધા ગ્લાસ પાણીમાં ઉકાળીને પીઓ. તેનાથી સ્ટ્રેસ દૂર થશે, સાથે જ માથાનો દુઃખાવો કંટ્રોલમાં રહેશે.

જીરાનું પાણી

1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું મિક્સ કરીને પીઓ. તેનાથી બોડીનું બ્લડ સર્ક્યુલેશન સુધરશે અને માથાનો દુઃખાવો દૂર થશે.

આદુનું પાણી

image source

1 કપ પાણીમાં 1 નાનો આદુનો ટુકડો ઉકાળો. હૂંફાળું થાય ત્યારે ચાની જેમ પીઓ.

તજ પાવડર

1 ચમચી તજ પાવડરમાં થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેનો લેપ માથા પર લગાવો. 20 મિનિટ બાદ ધોઇ લો. માથાનો દુઃખાવો જતો રહેશે.

નારિયેળ તેલ

image source

નારિયેળ તેલથી માથાની 10 મિનિટ માલિશ કરો. તેનાથી મસલ્સ રિલેક્સ થશે અને માથાનો દુઃખાવો દૂર થશે.

આઇસ પેક

આઇસ પેકથી માથાનો શેક કરો. તેનાથી માથાના મસલ્સ રિલેક્સ રહેશે અને માથાનો દુઃખાવો દૂર થશે.

લીંબુ પાણી

image source

1 ગ્લાસ હૂંફાળા પાણીમાં 1 લીંબુ નીચોડી લો. તેનાથી સ્ટ્રેસ દૂર થશે અને માથાનો દુઃખાવો કંટ્રોલમાં રહેશે.

ચંદન

થોડા ચંદન પાવડરને પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. તેનો માથા પર લેપ લગાવો. 30 મિનિટ બાદ ધોઇ લો.

બદામ તેલ

image source

બદામના તેલથી આખા માથાની 15 મિનિટ સુધી મસાજ કરો. તેનાથી મૂડ ફ્રેશ થશે અને માથાનો દુઃખાવો દૂર થશે.

યૂકેલિપ્ટસ ઓઇલ

આ ઓઇલથી આખા માથા પર મસાજ કરો. માથાના મસલ્સ રિલેક્સ રહેશે અને માથાનો દુઃખાવો દૂર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત