આ લોકોએ ભૂલથી પણ ના પીવું જોઇએ દૂધ, નહિં તો થશે….

દૂધ એ પ્રોટીનનો મુખ્ય સ્રોત છે.આ કારણોસર લોકોને દરરોજ દૂધનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે દૂધની આ ગુણવત્તા કેટલાક લોકોને બીમાર બનાવે છે.આપણે બધા જાણીએ છીએ કે દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વનું છે.કારણ કે તે શરીરમાં જરૂરી તમામ પોષક તત્ત્વોની ઉણપને દૂર કરે છે અને આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી દરેક દિશામાં કામ કરે છે.જેમ કે આપણા વાળ,આપણી ત્વચા અને હાડકાં મજબૂત રાખવાનું કામ.પરંતુ કેટલાક લોકો એવા છે,જેના માટે દૂધ એ એમના શરીરમાં ધીમા ઝેર જેવું કામ કરે છે.તો ચાલો જાણીએ ક્યાં વ્યક્તિએ દૂધના સેવનથી બચવાની જરૂર છે.

image source

આયુર્વેદ મુજબ જે લોકોને ફેટી લીવરની તકલીફ હોય તેમણે દૂધનું સેવન કરવાનું ટાળવું જોઈએ.ચરબીયુક્ત લીવરના કારણે આ લોકોને દૂધને પચાવવામાં મુશ્કેલી આવે છે.ઉપરાંત દૂધ તેમના લીવરમાં સોજો અને ચરબી બંનેમાં વધારો કરી શકે છે.આ એટલા માટે કારણ કે દૂધ પ્રોટીનથી ભરપુર હોય છે અને ફેટી લીવરના લોકો માટે પ્રોટીનનું સેવન કરવાથી તેમના લિવરનું આરોગ્ય વધુ ખરાબ થાય છે.

આ સમસ્યા દૂધ પીવાથી વધે છે –

liver-2
image source

ફેટી લીવરવાળા લોકોને લીવર પર ચરબી વધવી,સોજો આવવો અથવા ફાઇબ્રોઇડ્સની સમસ્યા થઈ શકે છે. આ બધી સમસ્યાઓ વધુ ગંભીર સ્વરૂપ ત્યારે લે છે જયારે દર્દીઓ પ્રોટીનથી ભરપૂર આહારનું સેવન કરે છે અને દૂધ એ પ્રોટીનનો મહત્વપૂર્ણ સ્રોત છે.તેથી જે લોકો ફેટી લીવરની સમસ્યાથી પીડિત છે,તેઓએ દૂધ અને મોટાભાગે દૂધથી બનેલી વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

image source

જો કે તમે મર્યાદિત માત્રામાં દહીં અને છાશનું સેવન કરી શકો છો.છાશમાં હીંગ અને જીરું નાખીને તેનું સેવન કરવાથી નુકસાનના બદલે ફાયદો થાય છે.કારણ કે આ તમારા લિબવરની શોષણ ક્ષમતા વધારવામાં મદદ કરશે.

ફેટી લીવર એટલે શું ?

ફેટી લીવરની સમસ્યાઓ એ એક પ્રકારનો ડિસઓર્ડર છે.આમાં વ્યક્તિના લીવર પર વધારે માત્રામાં ચરબી રહે છે. આને કારણે લીવર યોગ્ય રીતે કાર્ય કરી શકતું નથી.જ્યારે લીવર કાર્ય કરવામાં ધીમું થાય ત્યારે તેની અસર આખા શરીરના મેટાબિલિઝમને પર પડે છે.

liver-3
image source

– જે લોકોને ફેટી લીવરની તકલીફ હોય છે,તેઓનું પેટ હંમેશા ખરાબ રહે છે.આ એટલા માટે થાય છે કારણ કે આ લોકોને જમતી વખતે ખ્યાલ નથી રહેતો કે તેમનું પેટ ભરાય ગયું છે કે તેઓ ભૂખ્યા છે.આ કારણોસર આ લોકો ભૂખ કરતાં વધુ ખોરાક લે છે.આનાથી પેટમાં જાડાપણું,ગેસ,અપચો,સુસ્તી,થાક અને વજન વધવાથી થતા નુકસાન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.તેથી આવા લોકોએ દૂધના સેવનથી બચવું જ જોઈએ અને કંઈપણ ચીજોનું સેવન કરતા પેહલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત