ઓરેન્જ જ્યૂસ વિટામીન સી સિવાય પણ હોય છે આ પોષક તત્વોથી ભરપૂર, જાણી લો આ ફાયદાઓ અને રોજ પીવો તમે પણ

આ વાત આપણે સૌ જાણીએ છીએ કે સારા સ્વાસ્થ્ય માટે ફળનું સેવન કરવું જ જોઈએ. ફળનું નિયમિત રીતે સેવન કરવાથી ઘણી સમસ્યાથી આપણે દૂર રહીએ છીએ. તેમાં પણ ઉનાળામાં સંતરા ખાવાની અથવા તો તેનું જ્યૂસ પીવાની મજા જ અલગ છે. સંતરા અન્ય ફળ કરતાં વર્તમાન સમયમાં શરીરને વધારે લાભ કરે છે.

image source

સંતરામાં સ્વાદ સાથે પોષક તત્વો પણ હોય છે જે આપણા શરીરની જરૂરીયાતોને પૂર્ણ કરે છે. સંતરાની સૌથી મોટી ખાસિયત તો એ છે કે તેમાં ફેટ, કોલેસ્ટ્રોલ અને સોડિયમની માત્રા ના બરાબર હોય છે. સંતરા હૃદય માટે પણ સારું સાબિત થાય છે.

image source

સંતરા ખાવાથી છાતીમાં બળતરા, વજન વધવું, એનર્જી લેવલ ડાઉન જેવી તકલીફો દૂર થાય છે. આ તકલીફો સામાન્ય રીતે ઉનાળામાં વધારે થાય છે. સંતરાનું સેવન કરવાથી શરીરમાં વિટામીન સીની ઊણપ દૂર થાય છે અને ઈમ્યુનીટી પણ વધે છે. તેમાં પણ બળબળતા તાપમાં જો ઠંડો ઠંડો અને ખટમીઠો સંતરાનો રસ પીવા મળે તો કોને ન ગમે.

image source

ઉનાળાની ગરમીમાં સંતરા ખાવા અથવા તો તેનો રસ પીવાથી શરીર સ્ફુર્તીવાળુ થઈ જાય છે. આજે આ મસ્ત મસ્ત સંતરાના અન્ય લાભ વિશે પણ તમને જણાવીએ. કોરોના કાળમાં સંતરાનો રસ પીવાથી જે લાભ થાય છે તેનાથી તો સૌ પરિચીત હશે પરંતુ ગરમીમાં સંતરા ખાવાથી શું લાભ થાય છે તે પણ આજે જાણી લઈએ.

સંતરામાં વિટામીન સી ઉપરાંત વિવિધ પ્રકારના પોષક તત્વ પ્રચુર માત્રામાં હોય છે. તેની ખાસિયત એ છે કે તેમાં કેલેરી ખૂબ ઓછી હોય છે. સંતરામાં કોઈપણ પ્રકારનો સેચુરેટેડ ફેટ કે કોલેસ્ટ્રોલ પણ હોતા નથી. સંતરા ખાવાથી ડાયટ્રી ફાયબર મળે છે જે હાનિકારક તત્વોને શરીરમાંથી બહાર કરવામાં મદદ કરે છે. આ સિવાય કયા કયા લાભ સંતરાનું જ્યૂસ કરે છે તે વાંચો અહીં.

  • 1. સંતરા ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે ટોનિકની જેમ કામ કરે છે.
  • 2. સંતરામાં વિટામીન સી ભરપૂર હોય છે. તે એક સાયટ્રસ ફ્રૂટ છે.

    image source
  • 3. સંતરા નેચરલ એંટીઓક્સીડેંટથી ભરપુર હોવાથી ઈમ્યુનિટી વધારે છે.
  • 4. સંતરાનું સેવન રક્ત શુદ્ધી કરે છે.
  • 5. સંતરા ખાવાથી કે તેનો રસ પીવાથી સ્ટેમિના પણ વધે છે.

    image source
  • 6. આંખ માટે પણ સંતરા લાભકારી છે. કારણ કે તેમાં વિટામીન એ પણ હોય છે.
  • 7. તે વિટામીન બી કોમ્પ્લેક્ષનો સ્ત્રોત છે. તે હીમોગ્લોબિન વધારે છે.
  • 8. વિટામીન ઉપરાંત સંતરામાંથી પોટેશિયમ, કેલ્શિયમ જેવા મિનરલ્સ પણ મળે છે.
  • 9. સંતરા હાર્ટ રેટ અને બીપીને પણ નિયંત્રણમાં રાખે છે.

    image source
  • 10. સંતરામાં એન્ટી ઈન્ફ્લેમેટરી પ્રોપર્ટી હોય છે જે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ બેલેન્સ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત