રહો સાવચેત! લીંબુ પાણી પીવાથી થાય છે આ નુકસાન પણ, આ લોકોએ ના પીવું જોઇએ ક્યારે પણ

મિત્રો, આપણા આયુર્વેદમા લીંબુ ને એક શ્રેષ્ઠતમ ઔષધ માનવામા આવ્યુ છે. જે કોઈપણ વ્યક્તિ નિયમિત લીંબુને પાણીમા મિક્સ કરીને તેનુ નિયમિત સેવન કરે છે તેમનુ સ્વાસ્થ્ય હમેંશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. તેમા અનેકવિધ એવા પોષકતત્વો સમાવિષ્ટ છે કે, જે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

image socure

પરંતુ, એ વાત તો આપણે સૌ ખુબ જ સારી રોતે જાણીએ છીએ કે, કોઈપણ વસ્તુનો અતિરેક એ સારો નથી. જો અમૃત પણ એક હદથી વધારે સેવન કરવામા આવે તો તે માણસ માટે ઝેર સમાન બની જાય છે તો પછી આ તો સામાન્ય એવુ લીંબુ છે. ચાલો આપણે આ અંગે થોડી વિસ્તૃત ચર્ચા કરીએ.

image soucre

જેમ આપણે અગાઉ ચર્ચા કરી એમ લીંબુ પાણીના સેવનના લાભ તો ખ્યાલ જ છે પણ તેના સેવનથી અનેકવિધ પ્રકારના નુકસાન પણ થાય છે અને ગંભીર પરિણામ પણ ભોગવવા પડી શકે છે, તેના વિશે ખુબ જ ઓછા લોકો જાણતા હશે. તો ચાલો આજે આ લેખમા આપણે જાણીએ કે, લીંબુપાણીના સેવનથી તમારા સ્વાસ્થને કઈ-કઈ નુકશાની પહોંચી શકે છે?

દાંત સાથે સંકળાયેલ સમસ્યાઓ થાય :

image socure

જો તમે વધારે પડતું લીંબુપાણીનુ સેવનકરો છો તો તમે દાંત સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓથી પીડાઈ શકો છો. તેમા પુષ્કળ માત્રામા સાઈટ્રિક એસિડ સમાવિષ્ટ હોય છે, તે દાંતના ઈનેમલને ખરાબ કરે છે અને તે સિવાય દાંતમા ઠંડા અને ગરમ પાણી લાગવાની સમસ્યા પણ થઈ શકે છે.

પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ થાય :

image socure

વધુ પડતુ લીંબુ પાણીનુ સેવન પેટ સાથે સંકળાયેલો સમસ્યાઓ ઉદ્ભવવા માટે જવાબદાર સાબિત થઈ શકે છે. તેના કારણે પેટમા દર્દ, લૂઝ મોશન અને અલ્સરની સમસ્યા થઇ શકે કારણકે, લીંબુમા ઓક્સલેટનુ પ્રમાણ ખુબ જ વધારે હોય છે અને તે શરીરમાં જઈને ક્રિસ્ટલનુ સ્વરૂપ લઈ શકે છે અને તેના કારણે તમને સ્ટોનની સમસ્યા પણ થઈ શકે છે.

યૂરિન સાથે સંકળાયેલી સમસ્યા થાય :

image soucre

લીંબુ પાણીમા પુષ્કળ માત્રામા ડાઈયુરેટિક સમાવિષ્ટ હોય છે એટલે તેનાથી યૂરિનેશનની સમસ્યા પણ ખુબ જ વધે છે. જો તમે વધુ પડતુ લીંબુ પાણીનુ સેવન કરો છો તો તમારે વારંવાર પેશાબ જવું પડે છે અને તેના કારણે તમને ડિહાઇડ્રેશનની સમસ્યા પણ થઇ શકે છે.

છાતીમા બળતરાની સમસ્યા થાય :

image soucre

વધુ પડતા લીંબુ પાણીના સેવનથી તમને છાતીમા બળતરાની સમસ્યા થઇ શકે છે. તે પ્રોટીન તોડનારા એન્જાઈમ પેપ્સિનને એક્ટિવ કરવામા ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે, તેનાથી છાતીમા બળતરા થવાની સ્થિતિ બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત