નિયમિત પીવો આ પાણી, અને કબજીયાતથી લઇને આ અનેક નાની-મોટી બીમારીઓને કરી દો ગાયબ

ભારત વિશ્વમાં મેથીના બીજનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. ભારતમાં રાજસ્થાનમાં મેથીના દાણા સૌથી વધુ હોય છે, જે લગભગ ૬૦% ઉત્પાદન કરે છે. તેનું ઉત્પાદન ગુજરાત, યુપી, મહારાષ્ટ્ર, હરિયાણા અને પંજાબમાં પણ થાય છે. આયુર્વેદમાં દરેક બિમારીનો ઇલાજ છુપાયેલો છે અને આપણુ રસોડુ એ જ આયુર્વેદનુ દવાખાનુ છે. જ્યારે તમને લોહી નીકળે છે ત્યારે મમ્મી રસોડામાંથી હળદર લાવીને લગાવી દે છે જેનાથી લોહી નીકળતુ બંધ થઇ જાય છે.

image source

તેવી જ રીતે મસાલિયામાં રહેલી દરેક ચીજ આપણા શરીર માટે ફાયદાકારક છે. નાનકડી દેખાતી મેથી પણ શરીર માટે લાભકારક છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્ર્ટ, ચરબી, જળ, લોહ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન વગેરે તત્વો આવશ્યક માત્રામાં રહેલાં છે. તો આજે આપણે આ નાનકડા દાણાનાં મસમોટા ફાયદા જોઇએ.

એક કપ ઉકળતા પાણીમાં મેથીના દાણા ઉમેરી લો. તેમા તજ અને પીસેલું આદું ઉમેરો. આ ચા પીવાથી બલ્ડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને ખાવાનું સહેલાઇથી પચી જાય છે

image soure

મેથી વાયુને દૂર ભગાડે છે અને ભૂખ લગાડે છે, પાચનશક્તિ વધારે છે અને શરીરને પુષ્ટ કરે છે. ખીચડીમાં મેથી નાંખી શકાય, વઘારમાં એ વાપરી શકાય. મેથીનો સંભારો કરીને પણ રોજ લઈ શકાય. કોઈ પણ રીતે આહારમાં મેથીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ.

મેથીનાં દાણા ખાવાથી કે તેનો પાવડર પાણી સાથે ફાકી જવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત જે લોકોને વધારે ભૂખ લાગે છે તે લોકોએ વારંવાર મેથીના દાણા ખાય તો તે લોકોને ભૂખ લાગવાની સમસ્યા ઓછી થઇ જાય છે અને તેમા ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે.

image source

એક કપ ગ્રીન ટીમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરો. તેમા ઉપરથી મેથીનો પાવડર ઉમેરી રોજ ભૂખ્ય પેટે પીવાથી સડસાડાટ તમારુ વજન ઘટવા લાગશે. વાયુને દૂર કરે છે.

image source

જે લોકોને કબજિયાતની સમસ્યા છે તેમના માટે મેથીના દાણા રામબાણ ઇલાજ સાબિત થશે. મેથીના દાણા પાચનક્રિયાને ઠીક કરવામાં મદદરૂપ થાય છે. તેના માટે તમારે એક ચમચી મેથીને બે ગ્લાસ ગરમ પાણીમાં ઉકાળી લો અને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી કે મેથીનો રંગ પાણીમાં સરખી રીતે મિક્સ ન થઇ જાય. ત્યારબાદ મેથીના દાણાને ગાળીને પાણીમાંથી અલગ કરી લો અને પાણીને સામાન્ય ઠંડું થવા દો. જ્યારે પાણી હુંફાળું હોય એટલે કે ન વધારે ગરમ કે ન વધારે ઠંડું ત્યારે તેનું સેવન કરો.

image source

મેથીના દાણાનું જો પાણી સાથે સેવન કરવામાં આવે તો આ ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ સાથે જ આ હૃદય અને ફેફસાં સાથે સંકળાયેલી બીમારીઓ અને જોખમને પણ ઓછું કરવામાં સહાયક છે. અઠવાડિયામાં ત્રણ અથવા ચાર વખત તેનું સેવન કરી શકો છો. જો કે આમ કરતા પહેલા ડૉક્ટર પાસેથી સલાહ લેવી જોઇએ.

સાઈટિકા અને પીઠના દુખાવામાં એક ગ્રામ મેથી દાણાનું પાવડર અને સુંઠનું પાવડર નવશેકા પાણી સાથે દિવસમાં બે-ત્રણવાર લેવું ફાયદાકારક હોય છે અને દુખાવામાં રાહત મળે છે.

image source

મેથી દાણાનું લેપ વાળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે, ખોડો દૂર થાય છે અને વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મળે છે. મેથી દાણાને આખી રાત નારિયેળના ગરમ તેલમાં પલાળી રાખી સવારે આ તેલથી માથામાં મસાજ કરવાથી ફાયદો થાય છે. વાળની સમસ્યાઓ દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત