પિઝાની એક સ્લાઈસ કરે છે જીવનની 8 મિનિટ ઓછી, બદામ ખાવાથી વધે છે આટલી ઉંમર

આ વાત તો આપણે સૌ એ ક્યારેક ને ક્યારેક અનુભવી હશે કે, જ્યારે પણ તમારી જીવનશૈલીમા કોઈપણ પ્રકાર નો બદલાવ આવે એટલે તમારા રૂટિન જીવનમા તેની અસર ચોકક્સપણે દેખાઈ આવે છે. હાલના સમયમા આધુનિકતા લોકોના જીવનમા એટલી હદ સુધી પગપેસારો કરી ચુકી છે, જેનો તમે અંદાજ પણ ના લગાવી શકો. આ આધુનિકતા ના કારણે આપણા જીવન પર અનેક પ્રકારની અસરો પડી રહી છે જે આપણને લાંબા સમય પછી ખ્યાલ પડે છે.

image source

જો તને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, હાલ લોકોના જીવનનો સમય ઘટી રહ્યો છે, અને આ પાછળનુ સૌથી મોટું કારણ માનવામા આવે છે લોકો દ્વારા કરવામા આવતુ અનિયમિત ભોજન. હાલ લોકો ઘરના ભોજન કરતા બહારના ભોજનને વધુ પડતુ પ્રાધાન્ય આપી રહ્યા છે. ઓછી ગુણવત્તાવાળા ભોજન ખાવાનુ ચલણ વધતા લોકોના જીવનના સમયકાળમા પણ વિશેષ ઘટાડો નોંધાયો છે. તો ચાલો આજે આ લેખમા આપણે જાણીએ કે, ભોજન આપણા જીવનમા કેવા-કેવા પ્રકારના બદલાવ લાવે છે?

બદામ ખાવાથી જિંદગી વધશે :

image soucre

જો તમે તમારા રોજિંદા ભોજનમા બદામ ખાવાનુ ચાલુ કરો તો તમારું જીવન છવીસ મિનિટ જેટલુ વધી જાય છે. એક અહેવાલમા તો એવું જણાવવામા આવ્યુ છે કે, દરરોજ બદામ ખાવાથી તમારા જીવનનો આખો એક દિવસ વધી શકે છે. આ ઉપરાંત પીનટ બટર અને જામ સેન્ડવિચ પણ વ્યક્તિની ઉંમર અડધા કલાક એટલી વધારી દે છે.

કેળા અને ટામેટા પણ જિંદગી વધારશે :

image source

એક સંશોધન મુજબ કેળા ખાવાથી તેર મિનિટ, ટામેટા ખાવાથી સાડા ત્રણ મિનિટ અને એવોકાડો ખાવાથી પોણા ત્રણ મિનિટનો જીવનમા વધારો થાય છે. આ ઉપરાંત સાલ્મોન માછલી ખાવાથી તમારા જીવનના સોળ મિનિટ વધી જાય છે પરંતુ, પર્યાવરણને ધ્યાનમાં રાખીને તેનું સેવન ના કરવું અથવા ઓછું કરવું વધુ સારું ગણાય છે.

ફાસ્ટફૂડ અને કોલ્ડડ્રીંક નું સેવન તમારી ઉમર ઘટાડે છે :

image soucre

પિઝા નો એક ટુકડો ખાવાથી તમારુ આઠ મિનિટનું જીવન અને સોફ્ટ ડ્રિન્ક તમારા જીવનના બાર મિનિટ ઘટાડે છે. આ ઉપરાંત બર્ગર અને પ્રોસેસ્ડ માંસનું સેવન પણ તમારી ઉંમરમા નોંધપાત્ર ઘટાડો કરે છે. તેથી, શક્ય બને ત્યાં સુધી તેનુ સેવન ટાળવુ જોઈએ.

હોટડોગ તમારા સ્વાસ્થ્ય માટે જીવલેણ છે :

નેચર ફૂડ જર્નલમાં પ્રકાશિત કરવામા આવેલ આ એક અહેવાલ તંદુરસ્ત જીવન અને જીવન કેટલુ લાંબુ ચાલે છે, તેના પર આધારિત છે. વૈજ્ઞાનિક દ્વારા ખાદ્યપદાર્થોની આપણા જીવન પર કેવી અસર પડે છે? તે માટે વિવિધ પ્રકારના ખોરાક પર સંશોધન કરવામા આવ્યુ હતું.

આ અભ્યાસના તારણો એવુ કહે છે કે, અમેરિકામા દરરોજ પ્રોસેસ્ડ માંસ ખાનાર લોકોની પ્રતિગ્રામ ઉંમર 0.45 મિનિટ ઘટી રહી છે, એટલે કે જો હોટડોગ સેન્ડવિચમાં એકસઠ ગ્રામ પ્રોસેસ્ડ મીટ હોય તો તેને ખાવાથી વ્યક્તિનું જીવન સત્યાવીસ મિનિટ જેટલુ ઘટી શકે છે.

સ્વાસ્થ્ય માટે સારું રહેશે પ્લાંટ બેઝડ ફૂડ :

image source

પ્રાકૃતિક રીતે એટલે કે છોડમાંથી ઉત્પન્ન થતા ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ રહે છે. કેટલાક તજજ્ઞો એ પણ છોડથી મળતા પ્રોટીનને એનિમલ બેઝડ પ્રોટીન કરતા પણ શ્રેષ્ઠ ગણાવ્યું છે.