પ્રિન્સિપાલે પાંચ વર્ષ સુધી 13 સ્કૂલની વિદ્યાર્થિનીઓ પર બળાત્કાર ગુજાર્યો, પીડિતાથી 9 બાળકોનો પણ જન્મ

ઈન્ડોનેશિયામાં એક હાઈકોર્ટે ઈસ્લામિક બોર્ડિંગ સ્કૂલના આચાર્યને મૃત્યુદંડની સજા ફટકારી છે. પ્રિન્સિપાલને પાંચ વર્ષમાં ઓછામાં ઓછી 13 સ્કૂલની વિદ્યાર્થિનીઓ પર બળાત્કાર કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. આમાંની મોટાભાગની છોકરીઓ ગર્ભવતી પણ બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હેરી વિરાવનને આ વર્ષે ફેબ્રુઆરીમાં બળાત્કારના કેસમાં બાંડુંગ ડિસ્ટ્રિક્ટ કોર્ટની ત્રણ જજની પેનલ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

image source

હેરી વિરાવન પર 2016 થી 2021 દરમિયાન પશ્ચિમ જાવા શહેરમાં એક શાળા, હોટેલ અને ભાડાના એપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીનીઓ (11 થી 14 વર્ષની વય) પર બળાત્કાર કરવાનો આરોપ હતો. આ સમય દરમિયાન મોટાભાગની છોકરીઓ ગર્ભવતી બની હતી અને ઓછામાં ઓછા નવ બાળકોનો જન્મ થયો હતો. વિદ્યાર્થીનીઓ પર બળાત્કારની આ ઘટના જાહેર થતાં સામાન્ય લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં અનેક પીડિતો વર્ષોથી આચાર્યની લાલસાનો ભોગ બન્યા હોવાનું જણાવાયું હતું. પોલીસે જણાવ્યું કે પીડિતા એટલી ડરી ગઈ હતી કે તે કંઈ કહેવાની સ્થિતિમાં પણ નહોતી.

બાદમાં, બાંડુંગ હાઈકોર્ટના ન્યાયાધીશોએ સોમવારે નિર્ણયમાં ફરિયાદીની અપીલ સાથે સંમત થતા દોષિતની આજીવન કેદની સજાને મૃત્યુદંડમાં ફેરવી દીધી હતી. તેણે તેની તમામ મિલકત જપ્ત કરવાનો આદેશ પણ આપ્યો હતો. કોર્ટના નિર્ણય પર, ઇસ્લામિક બોર્ડિંગ સ્કૂલે કહ્યું કે હેરી વિરાવણે શૈક્ષણિક સંસ્થાની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે. તે જ સમયે, કોર્ટે મંગળવારે તેની વેબસાઇટ પર જાહેર કરેલા નિર્ણયમાં કહ્યું, ‘તેણે જે કર્યું તેનાથી પીડિતો અને તેમના પરિવારોને આઘાત અને પીડા થઈ છે.’

image source

બીજી તરફ, નીચલી અદાલતે ઇન્ડોનેશિયાના બાળ સંરક્ષણ મંત્રાલયને પીડિતોને આપવાના બદલે દોષિતની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે પીડિતોને જન્મેલા નવ બાળકોને ત્યાં સુધી મહિલા સુરક્ષા એજન્સીને સોંપવામાં આવે જ્યાં સુધી પીડિતાઓ તેમના બાળકોની સંભાળ લેવા માટે માનસિક રીતે તૈયાર ન થાય.