વધુ સેનેટાઈઝરનો ઉપયોગ ટાળો, જાણી લો પહેલા આ વિશે શું કહ્યું સ્વાસ્થ્ય મંત્રાલયે..

અત્યારે જ્યારે ભારત સહીત આખ્યા વિશ્વમાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે ત્યારે દરેક દેશ એમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી રહ્યો છે. દરેક દેશમાં કોરોના મહામારીથી બચવા માટે વેક્સીન પર કામ કરી રહી છે, જો કે આ લોકો પાસે ક્યારે આવશે એ હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. એવામાં લોકો પાસે બચવા માટે એકમાત્ર વિકલ્પ માસ્ક અને સેનીટાઈઝર છે. એવામાં હવે સેનીટાઈઝરના ઉપયોગને લઈને નિષ્ણાંતો કહ્યું છે કે સેનીટાઈઝરનો વધારે પડતો ઉપયોગ નુકશાનકારક થઇ શકે છે.

સ્વાસ્થ્ય વિભાગે સેનીટાઈઝર અંગે આપી ચેતવણી

image source

શું તમે જાણો છો કે સેનીટાઈઝર દ્વારા કોરોનાના કીટાણું તો મરી જાય છે, પણ વધારે પડતો સેનીટાઈઝરનો ઉપયોગ નુકાશના કારક છે. હા, આ સાચું છે. હાલમાં જ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એક ચેતવણી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને સલાહ આપતા કહ્યું છે કે સેનીટાઈઝરનો વધારે પડતો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે એનો વધારે પડતો ઉપયોગ નુકશાન કારક છે.

જરૂર વગર સેનીટાઈઝરનો ઉપયોગ ટાળો : ડૉ. આર કે વર્મા

image source

સેનીટાઈઝરને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયના સંમિલિત ડોક્ટર તેમજ મહા નિર્દેશક એવા આર કે વર્માએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાને કોરોના વાયરસથી બચાવવા માટે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. વારંવાર ગરમ પાણી પીવું જોઈએ અને પોતાના હાથ ધોતા રહેવું જોઈએ. જો કે કારણ વગર સેનીટાઈઝરનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ.

સાબુ અને પાણી સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે : નિષ્ણાંતો

image source

આપને જણાવી દઈએ કે અનેક જાણકાર લોકોએ પહેલા પણ આ અંગે જણાવ્યું હતું કે સેનીટાઈઝરનો વધારે પડતો ઉપયોગ નુકશાન કારક થઇ શકે છે. કારણ કે સેનીટાઈઝર એ ચામડીને સ્વસ્થ રાખનારા સારા બેકટેરિયાને પણ મારી નાખે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે સાબુ અને પાણી સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે, પરિણામે જ્યાં સુધી સાબુ અને પાણી ઉપલબ્ધ છે ત્યાં સુધી સેનીટાઈઝરના બદલે સાબુ અને પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ. સેનીટાઈઝરના વધારે પડતા ઉપયોગથી બચવું જોઈએ.

વધારે પડતો સેનીટાઈઝરનો ઉપયોગ નુકશાનકારક છે

image source

સામાન્ય રીતે જોવા જઈએ તો હવે લગભગ પાછળના છ મહિનાથી આપણે કોરોના વાયરસના કારણે હદથી વધારે પડતા જ સેનીટાઈઝર પર નિર્ભર થઇ ચુક્યા છીએ. હવે લોકો કામકાજ માટે બહાર જાય છે અથવા ઘરમાં હોય છે કે પછી કામકાજના સમય દરમિયાન કોઈ અન્ય કામ હોય છે, ત્યારે દરેક જગ્યાએ સાબુ પાણી ન હોવાથી આપણે સેનીટાઈઝરનો ઉપયોગ કરવા લાગ્યા છીએ. જો કે વધારે પડતો સેનીટાઈઝરનો ઉપયોગ પણ સારો નથી. પરિણામે જ્યાં સુધી સાબુ અને પાણી ઉપલબ્ધ હોય, ત્યાં સુધી સેનીટાઈઝરના ઉપયોગથી બચવું જોઈએ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત