નિયમિત આ સમયે સુકી મેથીનું પાણી પીવાથી ઘટશે વજન સડસડાટ, ફાયદા જાણીને ચોંકી જશો

મેથીના દાણામાં પ્રોટીન ચરબી કાર્બોહાઈડ્રેટ કેલ્શિયમ ફોસ્ફરસ અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે. જેનાથી શરીરના અનેક રોગ દુર થઇ શકે છે. મેથીના દાણા નો ઉપયોગ લગભગ બધા જ ઘરોમાં થાય છે, મેથી નો ઉપયોગ મસાલા તરીકે કરવામાં આવે છે. મેથીના દાણા તો દરેક ઘરના રસોઈ ઘરમાં હોય છે.

image source

મેથીના દાણામાં ઘણા બધા ગુણધર્મો રહેલા હોય છે. મેથીના દાણા એક મસાલા તરીકે જ નહીં પરંતુ એક દવા તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તેનું પાણી શરીરની બધી જ બીમારી દૂર કરે છે. મેથીના દાણા એક જડીબુટ્ટી છે આ જ કારણ છે કે આપણા સ્વાસ્થ્ય સાથે ખૂબ જ ફાયદાકારક છે તે આયુર્વેદમાં પણ માનવામાં આવ્યું છે.

image source

ઘણા લોકો જીમમાં જતા હોય છે પરંતુ, વજન ઓછું થતું નથી. આ ઉપાયથી પણ વજનમાં ઘણો ઘટાડો થઇ શકે છે. મેથીના પાણીના સેવનથી આપણા શરીરને ઘણો ફાયદો થાય છે. એક ગ્લાસ પાણીમાં બે ચમચી મેથીના દાણા આખી રાત પલાળી રાખવા. આખી રાત મેથીને પાણીમાં પલાળવાથી મેથીના પાણીમાં ઇન્ફલેમેટરી અને એન્ટી ઓક્સીડેંટ ગુણ વધી જાય છે. તેનું ખાલી પેટે સવાર માં સેવન કરવાથી ઘણા લાભો થાય છે. તો ચાલો જાણી લઈએ એના ફાયદા વિશે.

image source

નિયમિત રીતે એક મહિના સુધી મેથીના પાણીનું સેવન કરવામાં આવે, તો આ તમારા કિડનીમાં થયેલી પથરીની સમસ્યા ખૂબ જ ઝડપથી દૂર શકે છે, અને તમને કોઈપણ પ્રકારે પથરી થવાની સંભાવના ઓછી રહે છે. મેથીનું પાણી પીવાથી વજન ઝડપથી ઓછું થવામા મદદ મળે છે. કારણ કે જ્યારે તે પિવામાં આવે છે, ત્યારે તે ખોરાકનો સંતોષ આપે છે. તેનાથી ભૂખ ઓછી લાગે છે અને ખાવાની ઇચ્છા ઓછી થાય છે.

image soucre

તેનાથી ઝડપથી વજન ઓછું થાય છે. કેટલાંક અભ્યાસ મુજબ જાણવા મળે છે કે મેથી અથવા મેથીનાં પાણીનું સેવન કરવાથી આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટી જાય છે અને કોલેસ્ટરોલનું પ્રમાણ પણ વધે છે. કોઈને બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય તો એવા લોકોએ મેથીનું પાણી પીવું જોઈએ.

image source

રાત્રે પલાળેલા મેથી નું પાણી સવારે અને સાંજે પીવું જોઈએ. એનાથી લોહી સારી રીતે પરિભ્રમણ કરશે અને લોહી ના દબાણ ની સમસ્યા દૂર થઇ જશે. મેથી નું પાણી નિયમિત પીવામાં આવે તો બ્લડ પ્રેશર હંમેશા કંટ્રોલમાં રહેશે.

image source

જે લોકોને ડાયાબિટીઝ ની સમસ્યા હોય તેવા લોકો એ મેથીના પાણીનું સેવન જરૂર કરવું, જે ખૂબ ફાયદાકારક સાબિત થશે, મેથીમાં કલેક્ટર મેનન નામના તત્વો હોય છે, જે એક ખૂબ જ ફાયબર કમ્પાઉન્ડ છે, જેના કારણે શુગર લોહીમાં ખૂબ ધીમે ધીમે ફેલાય છે. જેના કારણે ડાયાબિટીઝ થવાની સંભાવના ખૂબ ઓછી રહે છે.