તમારી સુંદરતા વધારે છે આ 5 ફ્રૂટ્સ, જાણો કઈ રીતે કરશો ઉપયોગ

જો તમે કોરોનામાં કોઈ મોંઘા અને સેફ બ્યુટી પાર્લરમાં જવાથી અચકાઓ છો તો આજે અમે તમારી સ્કીન કેર માટે કેટલાક ખાસ અને ઘરેલૂ ઉપાયો લાવ્યા છીએ. આ નેચરલ ચીજની મદદથી તમારી સુંદરતા વધી જાય છે. આજે અમે તમારી રસોઈમાં કાયમ રહેતા 5 ફ્રૂટ્સને વિશે જણાવીશું. તેના ઉપયોગથી તમે ફ્રૂટ્સ પેક બનાવી શકો છો અને તેનાથી તમારા ચહેરા પર શિયાળામાં પણ નવી રોનક આવી જાય છે. તો જાણો કયા ફ્રૂટ્સનો પેક તમે કઈ રીતે બનાવશો અને તેનાથી ચહેરાને શું ફાયદા મળશે તે વિશે.

કેળા

image source

પહેલાં કેળાને સારી રીતે મેશ કરો અને પછી તેને આખા ચહેરા પર 15-20 મિનિટ માટે લગાવી રાખો. હવે ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો અને પછી ચહેરો ઠંડા પાણીથી ધૂઓ. આ પછી હળવા હાથેથી ચહેરાને લૂસો અને ટોનર લગાવો. કેળાનો ફેસ પેક સ્કીન માટે ટોનિકનું કામ કરે છે અને સ્કીનને સુંદર અને હેલ્ધી બનાવે છે.

સફરજન

image source

સફરજનને પીસીને ફેસ પર 10-20 મિનિટ સુધી લગાવીને રાખો અને હવે હૂંફાળા પાણીથી ફેસ ધોઈ લો. તેમાં તમે બેસન પણ મિક્સ કરી શકો છો. તેનાથી સ્કીન ક્લીન થશે અને સાથે જ તમે મહિનાઓ સુધી રિંકલ્સથી પણ છૂટકારો મેળવી શકશો. આ સાથે આ ફેસપેકની મદદથી સોજામાં પણ ઘટાડો થાય છે.

અનાનસ

image source

પાકી ગયેલા અનાનસની સ્લાઈસ કે જ્યૂસને ફેસ પર લગાવો. થોડી વાર સુધી તેને સૂકાવવા દો. હવે હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. અનાનસને સ્કીન પર ફ્રી રેડિકલ્સને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે.

દ્રાક્ષ

image source

દ્રાક્ષને અડધી કાપો અ્ને સાથે તેને ચહેરા અને ગરદન પર હળવા હાથે લગાવો. તમે આવું 20 મિનિટ સુધી કરો. હવે હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. આ પછી તેને લૂસી લો. આ પેકથી રિંકલ્સ એટલે કે કરચલીઓ ઘટે છે.

મિકસ્ડ પેક

image source

1 પીચ, 1 ઈંડાનો સફેદ ભાગ અને 1/4 કપ કોર્ન સ્ટાર્ચની સાથે 8-10 ફૂદીનાના પાનને મિક્સ કરીને મિક્સરમાં બ્લેન્ડ કરી લો. આ મિશ્રણને ફેસ અને ગળા પર 20 મિનિટ સુધી લગાવીને રાખો. પછી તેને ધોઈ લો. આ ફેસ પેક સ્કીનને તાજા રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત