ઢોલ જેવા પેટને ફ્લેટ કરવા માટે પીવો જીરાનું આ પાણી, પેટ જતુ રહેશે અંદર અને થઇ જશો એકદમ સ્લિમ

એક જગ્યાએ બેસીને સતત ઓફિસના કામ કરવાથી અને જમ્યા પછી તરત જ સુઈ જવું જરા પણ ના ચાલવા જેવી આદતોથી વજન ઝડપથી વધે છે. આ સાથે પેટમાં મોટી માત્રામાં ચરબી એકઠી થાય છે. આજના સમયમાં દરેક વ્યક્તિ જાડાપણાની સમસ્યાથી પરેશાન છે. વજન ઘટાડવા માટે આપણે ઘણાં પગલાં અપનાવીએ છીએ. પરંતુ આપણી ઈચ્છા અનુસાર આપનો વજન ઓછો થતો નથી. વજન ઘટાડવા માટે આપણે કલાકો સુધી જીમમાં વર્કઆઉટની સાથે આહાર પર પણ પૂરતું ધ્યાન આપીએ છીએ. તો પણ આપણો વજન થોડા સમયમાં પેહલા જેટલો જ થાય છે. આવી સ્થિતિમાં જો તમે તમારા આહારમાં જીરાનો ઉપયોગ કરશો તો તમે સરળતાથી તમારું વજન ઘટાડી શકશો.

image source

જીરામાં વિટામિન સી, કે, બી 1, 2, 3, ઇ, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝીંક, કોપર, આયરન, કાર્બોહાઇડ્રેટ જેવા ઘણા તત્વો હોય છે. જે વજન ઘટાડવા સાથે તમને ઘણી બીમારીઓથી બચાવી શકે છે. વજન ઓછું કરવા માટે જીરુંનું સેવન કેવી રીતે કરવું તે અમે તમને અહીં જણાવીશું.

– સૂવાનો સમય પહેલાં એક ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું પલાળી દો. બીજા દિવસે આ પાણી ઉકાળો ત્યારબાદ તેને ગાળી લો અને ધીરે ધીરે તેનું સેવન કરો. આ ઉપાય તમારી ચરબી ઝડપથી ઘટાડશે.

image source

– એક પાકેલા કેળામાં એક ચમચી શેકેલું જીરું નાંખો અને તેને મેશ કરો. ત્યારબાદ આ મિક્ષણનું સેવન દિવસમાં 2 વખત કરો. આ ઉપાયથી તમને ફાયદો થશે.

– સૂવાના સમયે એક ચમચી જીરુંને સાફ પાણીમાં પલાળી લો. ત્યારબાદ સવારે ઉઠતાની સાથે જ આ જીરું ખાલી પેટ પર ખાઓ અને આ બાકીના પાણીને ચાની જેમ ગરમ કરો અને તેમાં અડધો લીંબુ અને એક ચમચી મધ મિક્સ કરીને તેનું સેવન કરો.

image source

– વજન ઘટાડવા માટે જીરું અને અજમાની ચા અસરકારક ઉપાય છે. તેને બનાવવા માટે, તમે એક કપ પાણી ઉકાળો. ત્યારબાદ તેમાં એક ચમચી જીરું અને એક ચમચી અજમો નાખો. જ્યારે આ ચા બરાબર ઉકળી જાય ત્યારે તેને ગાળી લો અને તેનું સેવન કરો. આ ચામાં સ્વાદ વધારવા માટે તમે તેમાં મધ અથવા લીંબુ પણ ઉમેરી શકો છો.

જાણો જીરાનું પાણી પીવાથી થતા અન્ય લાભ વિશે.

પાચનની સમસ્યા દૂર થાય છે

image source

જીરાનું પાણી પાચનમાં સુધારો કરે છે અને કબજિયાતની સમસ્યા દૂર કરે છે. સારું પાચનતંત્ર ચયાપચય દરને સંતુલિત કરે છે, જે શરીરના વજનને ઘટાડવામાં મદદ કરે છે. આમ જીરું પાણી જાડાપણું ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે

image source

ખરાબ કોલેસ્ટ્રોલને એલડીએલ કહેવામાં આવે છે, જે ધમનીઓની દિવાલો પર પ્લોક ઉત્પન્ન કરીને હૃદય રોગ પેદા કરી શકે છે. એક મેદસ્વી મહિલાઓ પરના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે જીરું એલડીએલ કોલેસ્ટરોલ અને ટ્રાઇગ્લાઇસેરાઇડ્સ (લોહીમાં મળી રહેલી ચરબી) નું સ્તર ઘટાડીને સારા કોલેસ્ટરોલને વધારી શકે છે. આ સંશોધનની સૌથી અગત્યની બાબત એ હતી કે સ્ત્રીઓમાં વજન અને બીએમઆઈ પણ ઓછું જોવા મળ્યું હતું.

ઝેર બહાર કાઢે છે

image source

અનિયંત્રિત ખાવા-પીવાના કારણે શરીરમાં વિટામિન અથવા ખનિજોનું ઉચ્ચ સ્તર જઈ શકે છે, જે શરીરમાં ઝેરી પદાર્થને પ્રોત્સાહન આપી શકે છે. એક સંશોધન પરથી જાણવા મળ્યું કે મુખ્યત્વે વિટામિન-બીના ઓવરડોઝથી શરીરની ચરબી વધી શકે છે. વિટામિન-એ, ડી, ઇ અને કે જેવા કેટલાક વિટામિનનો ઓવરડોઝ શરીરમાં ઝેર વધારી શકે છે. જીરું પાણી પીવાથી આ સમસ્યા દૂર થાય છે. જીરું ઝેરને બહાર કાઢે છે અને શરીરનો કચરો દૂર કરે છે.

ફ્રી રેડિકલ્સ દૂર કરે છે
જીરું એ કુદરતી એન્ટીઓકિસડન્ટોનો સારો સ્રોત છે, જે શરીરમાંથી હાનિકારક ફ્રી રેડિકલ્સને દૂર કરવા માટે કાર્ય કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત