વિવિધ પ્રકારની ચા, જાણો કઇ ચા કઇ બીમારીઓને ભગાડવા માટે છે ફાયદાકારક

જાણો કઈ તકલીફ માટે ફાયદાકારક છે કઈ ચા?

વજન ઓછું કરવા અને સ્વસ્થ રહેવા લોકો ગ્રીન અને બ્લેક ટી પીતાં ઘણીવાર દેખાય છે. જોકે હાલ માર્કેટમાં આ સિવાય પણ ઘણી હર્બલ ટી મળી રહે છે, જે તમને તંદુરસ્ત રાખવાની સાથે સાથે બીમારીઓથી પણ બચાવે છે. પણ આજે અમે તમને અમુક એવી ચા વિશે જણાવીશું જેને તમે ઘરે જ બનાવીને પી શકો છો. એનાથી ના ફક્ત વજન ઓછું થશે પણ સાથે સાથે તમે કોલેસ્ટ્રોલ, કેન્સર, ડાયાબિટીઝ, અને હાર્ટ ડીસીઝથી પણ બચી શકો છો.

કેળાની ચા.

image source

જો તમે વજન ઓછું કરવા માંગતા હોય તો આ ચા નું સેવન કરવું તમારા માટે ઉત્કૃષ્ટ રહેશે. આ માટે સવા કપ પાણીમાં એક પાકેલું કેળું એમાં 5-10 મિનિટ રાંધો. હવે એમા તજ અને મધ નાખીને પીઓ. તમે ઇચ્છો તો એને છાલ સાથે પણ રાંધી શકો છો. સવારે ખાલી પેટે આ ચા પીઓ.

તુલસીની ચા.

image source

ડાયાબિટીઝના દર્દીઓ માટે આ ચા વરદાન રૂપ છે કેમ કે આનાથી સુગર કન્ટ્રોલમાં રહે છે. સાથે સાથે એ ગુડ કોલેસ્ટ્રોલ પણ વધારે છે. એ માટે એક કપ પાણીમાં 5-6 તુલસીના પાન, ઈલાયચી અને આદું નાખી 3 મિનિટ સુધી ઉકાળીને એને ગાળી લો. એમાં એક ટીસ્પૂન મધ અને લીંબુ નાખીને પીઓ.

લીંબુવાળી ચા.

image source

એક કપ પાણીમાં અડધી ચમચી ચા ની ભૂકી, આદુના ટુકડા, ફુદીનાના પાન નાખીને ઉકાળો. એમાં 1/4 લીંબુનો રસ, એક ટેબલસ્પૂન મધ અને ખાંડ ભેળવીને પીઓ. તમે આ ચા ને દિવસમાં બે થી ત્રણવાર લઈ શકો છો. આ ચા ધમનીઓમાં લોહીની ગાંઠો બનતા રોકે છે, જેનાથી હાર્ટ અટેક તેમજ હૃદય રોગનો ખતરો ઘટે છે.

ભૂરી ચા.

image source

બ્લુ બટરફલાય એટલે કે ભૂરી ચા ડાયાબિટીઝથી લઈને કેન્સર જેવી બીમારી સામે બચાવ કરે છે. આ ચા બનાવવા માટે એક તપેલીમાં એક કપ પાણીને થોડુંક ગરમ કરો. પછી એમાં 4 5 અપરાજીતા ના ફૂલ નાખી એને ઉકાળો. હવે એમાં થોડુંક મધ નાખો. તમે ઇચ્છો તો એને મધ વગર પણ પી શકો છો.‍

જાસૂદની ચા.

image source

અડધા કપ પાણીમાં જાસૂદના ફૂલ ઉકાળો. જ્યારે પાણી અડધું થઈ જાય તો એમાં મધ, એક ચપટી સંચળ અને એક ચપટી મરી પાઉડર નાખીને પીઓ. આ ચા શરીરને ગરમ પડે છે એટલે આ ચાનું સેવન શિયાળામાં કરવું વધુ ફાયદાકારક સાબિત થાય છે.

ફુદીનાની ચા.

image source

ફુદીનાના પાંદડાંને એક કપ પાણીમાં 5 મિનિટ સુધી ઉકાળો. પછી એને ગાળીને તેમાં મધ નાખીને પીઓ. આનાથી ના ફક્ત વજર ઘટાડવામાં મદદ મળશે પણ આ ચા બીમારીઓને પણ તમારાથી દૂર રાખશે.

બીટની ચા.

બે કપ પાણીમાં છાલ ઉતરેલા બીટ, મધ અને લીંબુનો રસ નાખી ઉકાળો. પછી એને ગાળીને ઠંડુ થયા પછી પીઓ. ગર્ભવતી સ્ત્રીઓ માટે આ ચા ખૂબ જ ફાયદાકારક છે. સાથે સાથે આનાથી ઘણી બધી બીમારીઓ પણ દૂર થાય છે.

લસણની ચા.

image source

1 ગ્લાસ પાણીમાં આદુ અને લસણ નાખી 15-20 મિનિટ સુધી ઉકાળો. એ પછી એને 10 મિનિટ સુધી ઠંડુ થવા દો. એ પછી એને ગાળીને એમાં લીંબુનો રસ ને મધ ભેળવો. સવારે ખાલી પેટ આ ચા પીવાથી સાંધાનો દુખાવો દૂર થાય છે પણ એ કોલેસ્ટ્રોલ તેમજ હાઈ બ્લડપ્રેશરને પણ કંટ્રોલ માં રાખશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત