આજથી જ ફોલો કરો આ ટિપ્સ, અને મેળવો આંખ પર આવતા સોજામાંથી રાહત

ફૂલેલી આંખો.

ઘરમાં આંખોના સોજાને જલ્દીથી રાહત મેળવો.

આંખો ના ફક્ત આપના ચહેરાની સુંદરતા વધારે છે ઉપરાંત આપના નૈન- નક્શને વધારે ઉભારીને સામે લાવે છે. શરીરના અન્ય અંગોની જેમ જ આંખોની સંભાળ રાખવી પણ ખુબ જ જરૂરી હોય છે. ક્યારેક ક્યારેક કેટલાક ખોટા કારણોના લીધે જેમ કે, વધારે સમય સુધી લેપટોપ પર કામ કરવું, અયોગ્ય ખાનપાન, ટેન્શન કે પછી યોગ્ય પ્રમાણમાં ઊંઘ ના લેવાથી આંખોની નીચે સોજો આવવા લાગે છે, જે આપની ખુબસુરતીના નુરને છીનવી લે છે.

image source

આંખોમાં સોજો આવવાનું સૌથી મોટું કારણ વધારે પ્રમાણમાં દારૂ અને સોડીયમના વધારે સેવન કરવાથી પણ થઈ શકે છે કેમ કે, એનાથી આપના શરીરમાં પાણીનું પ્રમાણ વધારો થતો જાય છે. આવી સમસ્યા થાય ત્યારે આપને સોજી ગયેલ આંખોથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું અને સરળ ઉપાયોથી સોજી ગયેલ આંખોથી છુટકારો મેળવી શકો છો.

-ચમચી :

ચમચીને ફ્રીઝમાં અડધો કલાક માટે રાખી દો. ત્યાર બાદ ઠંડી ચમચીને આંખો પર લગાવો. થોડાક સમય સુધી આવી રીતે કરવાથી આપની સોજી ગયેલ આંખો જ નહી ઉપરાંત ડાર્ક સર્કલ્સથી પણ આપને છુટકારો મળી શકે છે.

-બરફ :

image source

આપ આપની આંખોને બરફના પાણીથી ધોઈ શકો છો. આ સાથે જ મીઠાનું ઓછા પ્રમાણમાં સેવન કરી દેવુ જોઈએ અને આપે ભરપુર પ્રમાણમાં પાણી પીવું પોતાની સીસ્ટમને સાફ રાખવા માટે (ઓછામાં ઓછું ૧૦ થી ૧૨ ગ્લાસ). આ શરીરમાં પાણીના વધારે પ્રમાણને સાંભળી લે છે.

-ગ્રીન ટી.:

image source

ગ્રીન ટી સતત કોમ્પ્યુટર કે પછી મોબાઈલનો ઉપયોગ કરવાથી આપની આંખોમાં સોજો આવી જાય છે. સોજી ગયેલ આંખોથી છુટકારો મેળવવા માટે આપે પાણીમાં ગ્રીન ટી ઉકાળીને તેનો બરફ બનાવી લો. ત્યાર પછી આ ગ્રીન ટી વાળા બરફને આપની આંખોની આસપાસ મસાજ કરો.

-કાકડી :

image source

કાકડીમાં ભરપુર એંટીઓક્સિડન્ટ મળી આવે છે. કાકડી આંખોના સોજાને ઘટાડો કરવામાં મદદગાર સાબિત થાય છે. કાકડીને નાની નાની સ્લાઈસમાં કાપીને આપે આપની આંખો પર લગાવવી. કાકડીની સ્લાઈસને આવી રીતે આંખો પર લગાવવાથી આપની આંખોને ઠંડક મળે છે અને આપનો બધો જ થાક દુર થઈ જાય છે.

-કોફી પાવડર:

image source

કોફી પાવડર એંટીઓક્સિડન્ટથી ભરપુર કાકડીને આંખોના સોજાને ઘટાડો કરવામાં મદદ કરે છે. કાકડીની નાની નાની સ્લાઈસમાં કાપીને આંખો પર લગાવો. એનાથી આંખોને ઠંડક મળે છે અને આપની બધો જ થાક દુર થઈ જાય છે.

-મીઠું :

image source

આપ મીઠાથી પણ આપની સોજી ગયેલ આંખોથી છુટકારો મેળવી શકો છો. એક ટેબલસ્પુન મીઠાને બે કપ પાણીમાં નાખીને હુંફાળું ગરમ થાય ત્યાં સુધી ઉકાળવું. ત્યાર પછી કોટનના કપડાથી મીઠા વાળા પાણીને આંખોની નીચે લગાવો. આ પ્રક્રિયા આપે સતત પાંચ મિનીટ સુધી કરવાની રહેશે.
-મેકઅપ કીટને કહો અલવિદા :

આપને આ વાતનો અનુભવ નથી થતો તેમછતાં પણ આવું થઈ શકે છે કે, જૂની અને એક્સપાયરી મેકઅપ કીટના કારણથી પણ આપની આંખોમાં સોજો આવી જાય છે અને આપની આંખો લાલ પણ થઈ જાય છે. આવામાં આપે રિસ્ક લેવું જોઈએ નહી અને આપે આપની મેકઅપ કીટને બદલી દેવી જોઈએ.

image source

-એલોવેરા અને વિટામીન્સથી ભરપુર આઈ ક્રીમને પોતાની આંગળીઓની મદદથી આંખો પર અંદરના ખૂણાથી બહારની દિશા તરફ એલોવેરા જેલ અને વિટામીન્સથી મસાજ કરો. આમ કરવાથી આપને આપની સોજી ગયેલ આંખોથી છુટકારો મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત