ફેેફસાને મજબૂત રાખવા ખાઓ આ વસ્તુઓ

જો ફેફસાં કે જે શરીરમાં ઓક્સિજનનો સપ્લાય કરે છે તે યોગ્ય રીતે કામ નહીં કરે તો જીવન જીવવું મુશ્કેલ થઈ જશે. જો ફેફસાંમાં કોઈ રોગ થઈ જાય, તો શરીરમાં ઓક્સિજનનો અભાવ થઈ શકે છે, તેથી હંમેશા ફેફસાંની સંભાળ રાખવી જરૂરી છે. ફેફસામાં કોઈપણ પ્રકારની સમસ્યા આવવાથી ન્યુમોનિયા, ક્ષય રોગ (ટીબી), કેન્સર, અસ્થમા અને શ્વાસનળીનો સોજો (બ્રોન્કાઇટીસ) જેવા ઘણા રોગોનું થઈ શકે છે. એવી કેટલીક ચીજવસ્તુઓ છે જેના સેવથી ફેફસાંને સ્વસ્થ રાખી શકાય છે. એઈમ્સના ડો.નબી વલીના જણાવ્યા અનુસાર, ફેફસાના રોગો એ વિશ્વની સૌથી સામાન્ય તબીબી સમસ્યાઓમાંથી એક છે. જ્યારે ફેફસાં રોગગ્રસ્ત થઈ જાય છે, ત્યારે તેઓ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવામાં અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત કરવાનું કાર્ય વ્યવસ્થિત કરી શકતા નથી.

લસણ કફ ઘટાડે છે

image source

લસણમાં એન્ટીઓક્સિડેન્ટ નોંધપાત્ર માત્રામાં જોવા મળે છે. તેના સેવનથી કફ ઘટે છે. ભોજન કર્યા બાદ લસણની એક કડી ખાવાથી ફેફસાં સાફ રહે છે. લસણનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુન સિસ્ટમ) પણ મજબૂત બને છે. દરરોજ સવારે લસણની એક કાચી કડી ખાવાથી પણ ફાયદો થશે. આ સિવાય લસણ ખાવાથી શરીરમાં કોલેસ્ટરોલનું પ્રમાણ પણ ઓછું થાય છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે.

લાઇકોપેન શરીર માટે જરૂરી છે

image source

ટામેટાં, તડબૂચ, પપૈયા, ગાજર, શક્કરીયા જેવા ખોરાકમાં લાઇકોપેન મળી આવે છે, જે અસ્થમાના દર્દીઓ માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય તેમાં કૈરોટીનોઇડ્સ અને એન્ટીઓકિસડન્ટ પણ હોય છે, જે ફેફસાના કેન્સર સામે રક્ષણ આપવામાં મદદરૂપ હોય છે.

ફેફસાં માટે વિટામિન સી ફાયદાકારક છે

image source

જાણીતા ડૉકટર અનુસાર લીંબુ, નારંગી, કિવી, દ્રાક્ષ, ટામેટાં અનાનસ અને સ્ટ્રોબેરી વગેરે જેવા ખાટા ફળ, વિટામિન સીથી ભરપૂર હોય છે. તે બધામાં નોંધપાત્ર પ્રમાણમાં એન્ટીઓકિસડન્ટો હોય છે. વિટામિન ‘સી’ ના સેવનથી ફેફસાં મજબૂત બને છે. આ સિવાય શારીરિક શક્તિ માટે પણ વિટામિન સી મહત્વપૂર્ણ છે. તે પ્રતિરક્ષા ક્ષમતા પણ વધારે છે.

તુલસી ફેફસાં માટે એક ઉત્તમ ઔષધિ છેઘણી વાર, શરદી દરમિયાન ફેફસાંમાં એકઠા થતા કફ દૂર કરવા માટે તુલસીનો ઉકાળો લેવો ફાયદાકારક માનવામાં આવે છે. તુલસીમાં પણ એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે. તુલસીના પાંદડા સૂકવીને પછી તેમાં કાથો, ફુદીનો અને ઈલાયચીને બરાબર પ્રમાણમાં પીસી લો અને તેમાં એક ચમચી દળેલી ખાંડ નાખીને અડધી ચમચી દિવસમાં બે વાર ખાવાથી, ફેફસાંમાં સંચિત કફ ઓછું થાય છે.

ફેફસાંને મજબૂત કરવા માટેના અન્ય ઉપાય

image source

ફેફસાંને મજબૂત બનાવવા માટે પ્રાણાયામ અને યોગાસન કરવા ઘણા ફાયદાકારક હોય છે, તેથી નિયમિત રીતે પ્રાણાયામ અને યોગાસન કરવા જ જોઈએ. પ્રાણાયામ ફેફસાંને મજબૂત બનાવવા માટેની શ્રેષ્ઠ સારવાર છે, કારણ કે તે શ્વસન પ્રક્રિયા દરમિયાન ફેફસાંમાં રહેલી બધી ગંદકીને દૂર કરે છે.

ફેફસાના રક્ષણની કાળજી રાખો

ફેફસાના રક્ષણ માટે ધૂમ્રપાન અને ગુટખાના સેવનથી બચવું મહત્વપૂર્ણ છે.

વધતા પ્રદૂષણની સીધી અસર ફેફસાં પર પડે છે. તેથી, જ્યારે પણ તમે બહાર જાઓ છો ત્યારે મોં પર અને નાક ઉપર ત્રણ-સ્તરનો માસ્ક જરૂર લગાવો.

સૂર્યોદય પહેલા હવામાં ઓક્સિજનની માત્રા વધારે હોય છે, તેથી સવારમાં ઓછામાં ઓછા 30 થી 40 મિનિટ સુધી જરૂર (બ્રિસ્ક વોક) ઝડપી ચાલો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,