જો તમે આ રીતે કરશો હળદરનો ઉપયોગ, તો સ્કિનને લગતી અનેક સમસ્યાઓ થઇ છૂ

હળદરના આ ઉપાયો સ્કિન માટે છે રામબાણ ઇલાજ! જાણી લો આ નુસ્ખાઓ

સ્કિનને સારી બનાવવા માટે હળદર ખૂબ અસરકારક માનવામાં આવે છે. તમે ઇચ્છો તો કાચી હળદર કે હળદર પાવડરનો ઉપયોગ ચહેરા પર ફેસપેક લગાવવા માટે કરવામાં આવી શકે છે. તમારી સ્કિન કેર રુટીનમાં હળદરનો ઉપયોગ મહિલાઓ દ્રારા કરવામાં આવે છે. ચહેરા પર ડાઘ-ધબ્બા, ખીલ, કરચલીની સમસ્યા ચપટીમાં હળદરની મદદથી તમે દૂર કરી શકો છો. સ્કિનની સમસ્યાઓ માટે સદીઓથી હળદરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

image source

હળદરમાં રહેલાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટીસેપ્ટિક અને એન્ટીબાયોટીક ગુણ સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ સરળ ઉપાયો તમારી સ્કીનને ગ્લોઇંગ અને ક્લિન બનાવવામાં મદદરૂપ બનશે. નિસ્તેજ, કરચલીવાળી અને કાળી સ્કિનની સમસ્યા માટે હળદરના ફેસપેક જણાવી રહ્યાં છે.

હળદરના ઉપાય

image source

૨ ચમચી લોટના ચોકરમાં ૧ ચમચી હળદર અને થોડું કાચું દૂધ મિક્સ કરી પેસ્ટ બનાવી કોણી પર લગાવો. કોણીની કાળાશ દૂર થશે.
મલાઈમાં હળદર પાઉડર મિક્સ કરીને ચહેરા પર લગાવો. ૧૫ મિનિટ બાદ ધોઈ લો. ચહેરો ઝડપથી ગ્લો કરવા લાગશે.

image source

૨ ચમચી હળદરમાં ૧ ચમચી મધ અને ગુલાબજળ મિક્સ કરીને ગરદન પર લગાવો. સૂકાયા બાદ ધોઈ લો. આનાથી ગરદનની કાળાશ દૂર થશે.
ટામેટાંના રસમાં ગુલાબજળ અને હળદર પાઉડર મિક્સ કરીને લગાવવાથી સન ટેનિંગ દૂર થાય છે. આ સ્કિનનો ગ્લો વધારવામાં મદદ કરે છે.
૧ ચમચી હળદરમાં ૧ ચમચી ચંદન પાઉડર અને ૨ ચમચી દહીં મિક્સ કરીને લગાવવાથી ડાઘ-ધબ્બા દૂર થાય છે.

image source

૧ ચમચી હળદરમાં ૧ ચમચી ચણાનો લોટ, ૧ લીંબુનો રસ અને ૨-૩ ચમચી દહીં મિક્સ કરી ચહેરા પર લગાવો. ૧૦ મિનિટ પછી પાણીથી ધોઈ લો.

અન્ય ટુચકાઓ

image source

હળદરનો ઉપયોગ જમવાનું બનાવવા ધાર્મિક કામો અને આયુર્વેદિક દવા બનાવવા વગેરે રીતે ઉપયોગી છે. હળદરની સાથે ઘણા ટુચકા પણ સંકડાયેલાં હોય છે અને આ ટુચકા અપનાવવાથી જીવનની દરેક પરિસ્થિતિઓને દૂર કરવા માં આવે છે એટલા માટે તમે પણ હળદર સાથે સંકડાયેલાં ટુચકાને ઉપયોગમાં લઇ શકો છો.

image source

હળદરના આ ઉપયો દરેક સમસ્યાને દૂર કરી દેશે નકારાત્મક શક્તિઓને દૂર કરે છે. હળદરને ખૂબ શુભ માનવામાં આવે છે અને હળદરને જો ઘરના મુખ્ય દરવાજા ઉપર લગાવવામાં આવે તો ખરાબ શક્તિઓ દૂર રહે છે એટલા માટે આપ હળદરને ઘરના મુખ્ય દરવાજા પર જરૂર લગાવો.

image source

આપ થોડી હળદરમાં પાણી ભેળવી દો પછી તમે હળદરને લઈ ને ઘરની દીવાલ પર ત્રણ રેખા બનાવી દો આવુ કરવાથી ખરાબ શક્તિઓ દૂર થઈ જશે. તેજ દિમાગ મેળાવવા માટે તમારે માળા ઉપર હળદર લગાવી દેવી અને આ માળાથી માં સરસ્વતીના મંત્ર જાપ કરો. આ કરવાથી તમારી બુદ્ધિ તેજ થઈ જશે અને તમને જ્ઞાન પણ મળશે. ઉપર જણાવેલ ટુચકા તમે જરૂર અજમાવીને જુવો આ બધા ટુચકા કરવાથી તમારા જીવનની દરેક સમસ્યાનો ઉકેલ આવી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત