સવારે ઉઠતાની સાથે જ તમને ફોન શોધવાની આદત હોય તો બદલી નાખજો આજથી જ કારણકે…

જો તમે પણ સવારે ઉઠતાની સાથે જ ફોનને શોધો છો તો એકવાર આ ચોક્કસ વાંચી લેજો.

મોટાભાગના લોકો પોતાનો સમય ફોનનો ઉપયોગ કરીને પસાર કરે છે. લોકો માટે હવે ફોન વગર રહેવું અઘરું થઈ ગયું છે. એમાંય વધુ પડતો સમય લોકો સોશિયલ મીડિયા પર જ વિતાવે છે. કેટલાક લોકો તો ફોનના એટલા એડીક્ટેડ હોય છે કે સવારે ઉઠતાની સાથે જ પહેલા પોતાના ફોનને શોધે છે. કદાચ આવા લોકોમાં તમે પણ સામેલ હોઈ શકો છો જે ઉઠતાંવેંત ફોનને શોધવામાં લાગી જાય છે.

image source

લોકોને એક ટેવ પડી ગઈ છે કે સવારે ઉઠતાની સાથે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરવાની. કોઈનો રીપ્લાય આવ્યો છે, ફોટાને કેટલા લાઈક મળ્યા?,કોને કોને લાઈક કર્યો છે, મારુ સ્ટેટ્સ કોણે જોયું છે, મોટાભાગના લોકોની સવાર આ જ રીતે પડતી હોય છે. જો તમારી સવારે પણ આમ જ પડતી હોય તો ચેતી જજો. તમારી આ ટેવ પડી શકે છે તમને ભારે. આવું કરવાથી તમારા સ્વાસ્થ્ય પર પડે છે ખૂબ જ ખરાબ અસર અને સાથે સાથે ગંભીર રોગો થવાની શક્યતાઓ પણ વધી જાય છે.

image source

થોડા સમય પહેલા જ એક રિસર્ચ સામે આવી છે કે 80 ટકા લોકો સવારે ઉઠીને તરત પોતાનો ફોન જોવે છે. સાથે સાથે રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું છે કે ઉઠતાની 15 મિનિટમાં જ 6માંથી 5 લોકો પોતાનો ફોન ચેક કરે છે. જેની અસર એમની શારીરિક અને માનસિક હેલ્થ પડે છે. તો ચાલો આજે અમેં તમને આને લગતી જાણકારી આપી દઈએ.

માણસ ચિડચીડિયો થઈ જાય છે.

image source

જ્યારે તમે વધારે ફોનનો ઉપયોગ કરો છો તો તમારા દિમાગમાં ઘણી બધી વાતો આવે છે. જે તમારા વ્યવહારમાં બદલાવ લાવે છે. તમને ખબર પણ નહીં પડે અને તમે ગુસ્સાવાળા અને ચિડચીડિયા થઈ જાવ છો.

તણાવ થવો.

image source

વધારે પડતા ફોનના ઉપયોગના કારણે માણસને તણાવ થવા લાગે છે. વારંવાર સ્ક્રીન સ્ક્રોલ કરો છો કે કાલે શુ કર્યું હતું, આજે શુ કરીએ. આવી ફાલતુ વસ્તુઓના કારણે તમે ચિંતિત થવા લાગો છો. સવાર સવારમાં આવું બધું વિચારવાના કારણે તમારો આખો દિવસ આળસમાં જ પસાર થાય છે.

વજન વધવું.

image source

જ્યારે તમે ફોનને વધુ સમય આપો છો ત્યારે તમારી આંખો પર એની વધુ અસર પડે છે અને કલાકો સુધી બેઠા બેઠા કે સુતા સુતા ફોન વાપરવાના કારણે તમારું વજન પણ વધવા લાગે છે. તમે જાતે જ વિચારો કે જો તમે કલાકો સુધી ફોનનો ઉપયોગ ન કરતા હોટ તો તમે કોઈને કોઈ એક્ટિવિટી જ કરતા હોત જે તમારું ફેટ બર્ન કરવામાં પણ મદદ કરે.

ફોકસ ન કરી શકવુ.

image source

કદાચ તમે અનુભવ્યું હશે કે તમે કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગો છો પણ કરી નથી શકતા. એ પાછળનું કારણ છે ફોનનો વધુ પડતો ઉપયોગ. ઘણીવાર એવું બને છે કે ફોન હાથમાં આવતાની સાથે જ લોકોના ફોન અને મેસેજ આવવા લાગે છે. આની સીધી અસર તમારા દિમાગ પર પડે છે. એવામાં તમે કોઈપણ વસ્તુ પર ફોકસ નથી કરી શકતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત