જો તમે ગર્ભાવસ્થા દરમિયાન આ ચીજોનું સેવન કરશો તો તમને એટલું નુકસાન થશે કે જીવનભરનો રહી જશે અફસોસ

કેટલાક લોકોને ખબર પણ હોતી નથી અને ખોટી વસ્તુઓનું સેવન કરવાથી તેઓને કસુવાવડ થઈ જાય છે. તેથી ગર્ભાવસ્થા દરમિયાન કંઈપણ ખાતા પહેલા તેના વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

image source

ગર્ભાવસ્થા દરમિયાન તમારા સ્વાસ્થ્ય અને આહાર વિશે જાગૃત રહેવું ખૂબ મહત્વનું છે. તમારી એક ભૂલ તમારા અથવા તમારા ગર્ભમાં રહેલા બાળક માટે જોખમી હોઈ શકે છે. કેટલાક લોકોની નાની ભૂલના કારણે તેઓને કસુવાવડ જેવા દુઃખનો સામનો કરવો પડી શકે છે. તેથી આ સમય દરમિયાન તમારે તમારી કાળજી રાખવાની ખાસ જરૂર છે, નહીંતર તમારી એક ભૂલ તમારૂ ભવિષ્ય બગાડી શકે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે ગર્ભાવસ્થા દરમિયાન તમારે કઇ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

કાચા પપૈયા

image source

જોકે પપૈયા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન તાણથી ભય પણ વધારે છે. ગર્ભાવસ્થામાં દરમિયાન પપૈયાથી દૂર રેહવું જોઈએ. કારણ કે ગર્ભાવસ્થામા પપૈયા ખાવાથી કસુવાવડ થવાનું જોખમ રહેલું છે.

આલ્કોહોલ

image source

અત્યારે આલ્કોહોલ દરેક લોકો માટે એક નોર્મલ પીણું થઈ ગયું છે, પરંતુ આ પીણું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સંશોધકોના જણાવ્યા મુજબ આલ્કોહોલમાં એવા ઘણા તત્વો હોય છે જે અજાત બાળકના વિકાસને અસર કરી શકે છે. નિષ્ણાતો પણ દાવો કરે છે કે ગર્ભાવસ્થા દરમિયાન આલ્કોહોલનું એક ટીપું પણ બાળકને અસર કરી શકે છે.

વધારે મીઠું

image source

ગર્ભાવસ્થા દરમિયાન વધારે પડતા મીઠાનું સેવન ન કરો. જોકે સામાન્ય રીતે ડોકટરો પણ મીઠું ઓછું ખાવાની સલાહ આપે છે. વધારે મીઠાનું સેવન કરવાથી હાર્ટ રોગોનું જોખમ વધી જાય છે. પરંતુ ગર્ભાવસ્થામાં બ્લડ પ્રેશર તો વધી જ જાય છે, સાથે ચહેરો, હાથ, પગ વગેરેમાં સોજા પણ આવે છે.તેથી ગર્ભાવસ્થા દરમિયાન વધુ પ્રમાણે મીઠાના સેવનથી બચવું જોઈએ.

ચાઇનીઝ ફૂડ

image source

ચાઇનીઝ ફૂડ દરેક લોકોને પસંદ છે. ચાઇનીઝ ફૂડમાં એમએસજી હોય છે. એમએસજી એટલે મોનો સોડિયમ ગુલામેટ જે વિકાસ માટે હાનિકારક છે અને આ કારણે ઘણી વખત જન્મ પછી પણ બાળકમાં ખામી થઈ શકે છે. તેમાં રહેલા સોયા સોસમાં વધારે માત્રામાં મીઠું હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન ચાઇનીઝ ફૂડ સ્ત્રી માટે ખૂબ જ જોખમી છે.

ઈંડા

image source

તમે ઘણાં વખત જીમમાં જતા લોકોને કાચા ઇંડા ખાતા જોયા હશે, પરંતુ શું તમે જાણો છો કે ગર્ભાવસ્થામાં તેનું સેવન કરવાથી ઘણી વિપરીત અસરો થઈ શકે છે. ખરેખર ઇંડામાં સાલમોનેલા નામના બેક્ટેરિયા હોય છે, જેના કારણે ફૂડ પોઇઝનિંગ થઈ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. તેથી આ બેક્ટેરિયાને લીધે તેઓ ફૂડ પોઇઝનિંગનો શિકાર બની શકે છે અને આ સમસ્યા વધવાના કારણે કસુવાવડની સમસ્યા થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત