ચોખા બાફતી વખતે જે પાણી બચે તેનો આ રીતે કરો પ્રયોગ, કમરની ચરબી ઘટી જશે ખૂબ જ ઝડપી

રાંધેલા ભાતના ઓસામણનો આ પ્રયોગ તમારી કમરની ચરબીને સડસડાટ ઘટાડી દેશે

ચોખા બાફતી વખતે જે પાણી બચે તેનો આ પ્રયોગ તમારી કમરને સડસડાટ ઘટાડી દેશે.

image source

આખાએ વિસ્વમાં ચોખા સૌથી વધારે ભારત તેમજ ચીનમાં ખવાય છે. ભારતમાં ચોખાની ભરપૂર ખેતી થાય છે, અને અહીંના લેકો તેની વિવિધ વાનગીઓ બનાવી તેને આંગળીઓ ચાંટીં ચાંટીને ખાય છે. પણ ઘણા લોકોનું એવું કહેવું છે કે ચોખા વજન વધારવા પાછળ જવાબદાર કારણોમાંનું એક છે.વાસ્તવમાં ચોખામાં કેલરી વધારે પ્રમાણમાં હોય છે અને તેને વધારે પ્રમાણમાં ખાવાથી વજનમાં પણ વધારો થાય છે. માટે જ વજન ઘટાડવા ઇચ્છતા લોકોને ચોખા નહીં ખાવાની સૂચના આપવામાં આવે છે.

image source

પણ આ જ ચોખા રાંધેલુ પાણી કે જેને આપણે ઓસામણ પણ કહી શકીએ છી તેને ચરબી ઘટાડવા માટે લાભપ્રદ ગણવામાં આવે છે. ચોખાનું પાણી આરોગ્યની દ્રષ્ટિએ ઘણા બધા લાભ શરીરને પોહોંચાડે છે. તેમાં પોષકતત્ત્વો પણ સમાયેલા છે, જે તમારા શીરને શક્તિ એટલે કે ઉર્જા પુરા પાડે છે. જો તમે તમારું વજન કાબુમાં કરવા માગતા હોવ તો રાંધેલા ચોખામાંથી બચેલું પાણી એટલે કે ઓસામણ તમારી તેમાં અસરકારક રીતે મદદ કરે છે.

image source

બાફેલા ચોખાના પાણીમાં જે પોષકતત્ત્વો સમાયેલા છે તે તમારી ચરબી ઘટાડવામાં તમને મદદરૂપ થાય છે. આ વજન ઘટાડતુ પાણી બનાવવા માટે તમારે 4-5 કપ પાણી તેમજ એક નાની મુઠ્ઠી ચોખાની જરૂર પડે છે. તેના માટે તમારે સૌ પ્રથમ પાણી ઉકાળવુ અનેત્યાર બાદ તેમાં ચોખા ઉમેરી દેવા. ચોખા રંધાઈ જાય ત્યાર બાદ ચોખાને તે પાણીથી અલગ કરી દેવા. તમે એમનમ પણ આ પાણી પી શકો છો પણ જો તેમ ન ભાવે તો તમે તેમાં મીઠુ અને થોડો મરી પાઉડર ઉમેરી તે પાણી પી શકો છો.

image source

આ પ્રયોગ તમારે જમતા પહેલાં અથવા તો જમ્યા પછી એક કલાકે કરવો. જમતા પહેલાં જો તમે આ પાણી પીશો તો તમારી ભૂખ અડધી થઈ જશે અને તમે ઓછું ભોજન ગ્રહણ કરશો. આ પાણીનું સેવન કરવાથી તમારા શરીરની કેલરી નોંધનીય રીતે ઘટી જાય છે અને તેનાથી તમને વજન ઉતારવામાં મદદ મળે છે.

image source

ચોખાનું પાણી પીવાથી વજન તો ઘટેડ છે પણ સાથે સાથે વાયરલ ઇન્ફેક્શન પણ નથી થતું આ ઉપરાંત જો તમને અતિસારની સમસ્યા થઈ હોય તો તે પણ દૂર થાય છે. ચોખાના પાણીથી જો વાળ ધોવામાં આવે તો વાળનું સ્વાસ્થ્ય વધે છે, વાળ મજબૂત બને છે. ચીન તેમજ જાપાનમાં ચોખાના પાણીનો પ્રયોગ વાળ પર સદીઓથી કરવામાં આવે છે. તો આ પ્રયોગ પણ તમારે એકવાર કરી જ જોવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત